લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં અત્યાર સુધીમાં 5218 કેસ નોંધાયા છે, જેમાં 251 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 722 લોકો સાજા થયા છે.દિલ્હીને પાછળ રાખીને ગુજરાત બીજા સ્થાને આવી ગયું છે.છેલ્લા 24 કલાકમાં 1383 નવા કેસ 50 ના મૃત્યુ.મહારાષ્ટ્રમાં કુલ દર્દીઓની સંખ્યા થઈ 5218 દેશમાં કોરોનાથી સંક્રમિતોની કુલ સંખ્યા 20 હજારની નજીક પહોંચી ગઈ છે. દેશમાં કોરોના કેસનો કુલ આંકડો 19 હજાર 885 રહ્યો છે.આમાં સક્રિય કેસની સંખ્યા 15 હજાર 474 છે, જ્યારે કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 640 લોકોનાં મોત નીપજ્યાં છે.3 હજાર 870 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 50 લોકોનાં મોત નીપજ્યાં છે.મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.અહીં સુધીમાં 5218 કેસ નોંધાયા છે જેમાં 251 લોકોનાં મોત નીપજ્યાં છે.
જ્યારે 722 લોકો સાજા થયા છે.દિલ્હીને પાછળ રાખીને ગુજરાત બીજા સ્થાને આવી ગયું છે.અહીં અત્યાર સુધીમાં 2178 કેસ નોંધાયા છે જેમાં 90 લોકોનાં મોત નીપજ્યાં છે.ત્રીજા સ્થાને છે દિલ્હી. અહીંયા અત્યાર સુધીમાં 2156 કેસ નોંધાયા છે, જેમાં 47 લોકોનાં મોત નીપજ્યાં છે.આ પછી રાજસ્થાનનો નંબર આવે છે.અહીં અત્યાર સુધીમાં 1659 પુષ્ટિ થયેલા કેસો નોંધાયા છે, જેમાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે.
પાંચમાં નંબર પર તમિલનાડુ છે. ત્યાં 1596 પુષ્ટિ થયેલ કેસ છે, જેમાં 18 લોકોનાં મોત નીપજ્યાં છે.તે જ સમયે, મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 1552 કેસ નોંધાયા છે જેમાં 76 લોકોનાં મોત નીપજ્યાં છે ઉત્તર પ્રદેશમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.હવે દર્દીઓની સંખ્યા 1294 પર પહોંચી ગઈ છે જેમાં 20 લોકોએ જીવ ગુમાવ્યો છે.દેશના સાત રાજ્યોમાં દર્દીઓની સંખ્યા એક હજારથી વધુ છે.
આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં 757 કેસ 22 મૃત્યુ, આંદામાન નિકોબારમાં 16 કેસ, અરુણાચલ પ્રદેશમાં એક કેસ, આસામમાં 35 કેસ એક મૃત્યુ, બિહારમાં 126 2 મૃત્યુ, ચંદીગઢમાં 27 કેસ, છત્તીસગઢમાં 36 કેસ, ગોવામાં 7 કેસ, હરિયાણામાં 254 કેસ ત્રણ મૃત્યુ અને હિમાચલ પ્રદેશમાં 39 કેસ એકનું મોત નોંધાયા છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં 380 5 મૃત્યુ, ઝારખંડમાં 45 કેસ 3 મૃત્યુ, કર્ણાટકમાં 418 કેસ 17 મૃત્યુ, કેરળમાં 427 કેસ 3 મૃત્યુ, લદાખમાં, 18 કેસ, મણિપુરમાં 2 કેસ છે, મેઘાલયમાં 12 કેસ એકનું મોત, મિઝોરમમાં એક કેસ અને ઓડિશામાં 79 કેસ એકનું મોત સામે આવ્યા છે.પોડુચેરીમાં 7 કેસ, પંજાબમાં 245 કેસ 16 મૃત્યુ, તેલંગાણામાં 928 કેસ 23 મૃત્યુ, ત્રિપુરામાં 2 કેસ, ઉત્તરાખંડમાં 46 કેસ, પશ્ચિમ બંગાળમાં 423 કેસ 15 મૃત્યુ નોંધાયા છે. દેશમાં 15 હજાર 474 એક્ટિવ કેસ છે.