લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે ઘણા બધા લોકો એવા છે કે જેમની હાલત ખૂબ જ ખરાબ છે અને દેશમાં કોવિડ-૧૯ થી સંક્રમિત લોકોની વધતી સંખ્યા ને પહોચી વળવા માટે અજીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રો એ આર્થિક અને મેડીકલ સહાય માટે ઘોષણા કરી છે કારણ કે આવા સંકટના સમયમાં ઘણી મહાન હસ્તીઓ, એનજીઓ અને બીઝનેસ કમ્યુનીટી સ્વાસ્થ્ય કર્મચારીઓ, સ્વચ્છતાના કર્મચારીઓ અને પ્રવાસી મજુરોની મદદ માટે આગળ આવે છે અને લોકોને મદદ કરી રહ્યા છે.પણ આવા લોકડાઉનમાં લોકો ઘરેથી બહાર પણ નથી નીકળી શકતા એવા લોકોને પણ આ અમુક લોકો સેવા આપી રહ્યા છે અને ઘણી સંસ્થાઓએ નાણાકીય,તકનીકી અને તબીબી સહાયની મદદ માટે ઓફર પણ કરી છે અને તેવામાં જ આવી સહાયતા માટે આગળ આવનાર લોકોની યાદી ખુબજલાંબી બની ગઈ છે અને જેમાં હવે વિપ્રો લીમીટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝ લીમીટેડ અને અજીમ પ્રેમજી ફાઉન્ડેશનનું નામ પણ ઉમેરાઈ ગયું છે અને લોકો કોરોના વાયરસના કારણે ઘણા હેરાન થઈ રહ્યા છે.
ત્યારબાદ વિપ્રો લીમીટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝ લીમીટેડ અને અજીમ પ્રેમજી ફાઉન્ડેશન એ સયુંકત રીતે 1,125 કરોડ નું દાન કરવાની જાહેરાત પણ કરી છે અને આમ જ ઘણા લોકો આવી રીતે મદદ આપી રહ્યા છે અને કોઈ પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું દાન છે અને તેમજ આ રકમ વિપ્રોના વાર્ષિક કોર્પોરેટ સામાજિક જવાબદારીથી અલગ હશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
આ રકમ કોવિડ-૧૯ ની સામે લડવા માટે તબીબી અને સેવા મંડળ માટે ખર્ચ કરવામાં આવશે તેવી જાણ થઈ છે.તેમજ આગળ જાણ કરવામાં આવે તો 1 એપ્રીલે 2020 ના રોજ કહેલા નિવેદનમાં કંપનીએ એવું પણ કહ્યું હતું કે આધુનિક વૈશ્વિક સમાજે આ પ્રકારના સંકટનો સામનો નથી કર્યો અને જેમાં અજીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રોનું માનવું એવું છે કે આ સંકટના સમયમાંથી નીકળવા આપને બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.
આ વાયરસથી બચવા માટે થાય એટલી કોશિશ કરવી જોઈએ અને તેમજ લોકડાઉનમાં ઘણા લોકોને ખાવાનું પણ નથી મળી રહ્યું તો આવા લોકોનું પણ ધ્યાન રાખવું અને આ અસાધારણ સમય માં ન્યાય,માનવતા અને પારીસ્થીતિક સ્થિરતાને આધારે વૈશ્વિકસમુદાય ને વિકસિત કરવાનું પણ શીખવું જોઈએ જેનાથી કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે.ત્યારબાદ આ ફાઉન્ડેશન ટીમમાં 1600 સભ્યો છે તેવી જાણ થઈ છે.
જે આખા દેશમાં સંબંધિત સરકારી વિભાગો અને સંસ્થાઓ સાથે સંકલન કરશે અને ત્યારબાદ આ કંપની તરફથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ દાનની રકમ નો ઉપયોગ ખુબજ જરૂરી માનવીય સહાય અને સ્વાસ્થ્ય સેવા ની ક્ષમતા વધારવા માટે કરવામાં આવશે જેમાં અમુક લોકોને ખૂબ જ જરૂરિયાત હોય છે એવા લોકોને આપવામાં આવશે અને જેમાં કોવિડ-19 થી પ્રભાવિત લોકોનો ઈલાજ પણ કરવમાં આવશે.