કોરોના થી બચવા સરકારે લોન્ચ કરી આ એપ,સંક્રમિત ની નજીક થી પસાર થતા આપશે એલર્ટ,જાણો લો આ એપ વિશે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોના વાયરસથી પ્રભાવિત અને કોવિડ -19 રોગના સંપર્કમાં આવનારા લોકોની સંખ્યા દિવસ અને રાત ચારઘણી ગતિએ વધી રહી છે. જો આપણે કોવિડ -19 પીડિતોના વિકાસને ગ્રાફ દ્વારા વિશ્વભરમાં સમજવાનો પ્રયત્ન કરીએ, તો પરિસ્થિતિની ભયાનકતા ભીની થઈ જશે.

ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કોરોના વિશે દેશ અને દુનિયાની પરિસ્થિતિ શું છે. ભારત સરકાર તરફથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ અલગ-અલગ સ્તર પર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ આ ક્રમમાં હવે આરોગ્ય સેતુ નામની એક સ્માર્ટફોન એપ્લિકેશન લોન્ચ પણ કરી છે. જે તમને જણાવશે કે તમે કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની નજીકથી પસાર થયા કે તેના સંપર્કમાં આવ્યા છો.

આ રીતે આરોગ્ય સેતુ એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને આઈફોન બંને માટે પણ ઉપલબ્ધ છે.આમ આ એપ બ્લ્યુટૂથ, લોકેશન અને મોબાઈલ નંબરના મદદથી ચેક કરે છે કે તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં તો નથી આવ્યા ને કે જેનામાં કોરોના સંક્રમણ મળ્યું હોય અથવા છે. આ એપમાં કોવિડ-19 હેલ્પ સેન્ટર્સ અને સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ સામેલ પણ કરવામાં આવ્યો છે.

જેનાથી તમે ચેક કરી શકો છો કે તમારા પર કોરોનાના સંક્રમણનો ખતરો છે કે નહીં.હવે તમે ટેલિગ્રામ પર પણ મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો અને ડાઉનલોડ કરો.આમ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સે પ્લે સ્ટોર અને આઈફોન યુઝર્સે એપ સ્ટોરમાં જઈને આરોગ્ય સેતુ એવું સર્ચ કરવાનું છે.

પછી આ એપ હાર્ટ જેવા આઈકોન સાથે દેખાશે, જેને તમે ઈન્સ્ટોલ કરી શકો છો.આ એપને NIC તરફથી પબ્લિશ કરવામાં આવી છે અને તેના ડેવલપરનું નામ NIC eGov Mobile Apps અને NIC જોવા મળશે.આ એપ આવી રીતે કરે છે કામ આ આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરવા પર પહેલીવાર ઓપન કરતા કેટલીક પરમિશન્સ આપવાની રહેશે. આ એપ તમારા મોબાઈલ નંબર, બ્લ્યુટૂથ અને લોકેશન ડેટાની મદદથી જાણ કરી શકે છે તમે સુરક્ષિત છો અથવા પછી તમારા પર સંક્રમણનો ખતરો છે.

આ રીતે ફોન નંબર રજિસ્ટર કરો આરોગ્ય સેતુ એપ ઉપયોગ કરવા માટે બ્લ્યુટૂથ અને જીપીએસ એક્સેસ આપ્યા બાદ મોબાઈલ નંબર રજીસ્ટર કરવાનો રહેશે. આ નંબર પર આવનારા ઓટીપીની મદદથી તમે પોતાને વેરિફાઈ કરી શકશો.અને આ બાદ તમે ઈચ્છો તો નામ, ઉંમર, પ્રોફેશન જેવી કેટલીક ડિટેલ્સ ભરવી જરૂરી હોય છે.આમ તમે કોરોના સામે લડવામાં મદદ કરવા માટે વોલેન્ટિયર બનવા ઈચ્છો તો તેને પણ ઈનરોલ કરી શકો છો.

સોશિયલ ગ્રાફ પર દેખાશે સ્ટેટસ .તમારા લોકેશન ડિટેલ્સ અને સોશિયલ ગ્રાફના આધાર પર આરોગ્ય સેતુ એપ જણાવશે તો તમે લો-રિસ્ક અથવા પછી હાઈ-રિસ્ક કઈ કેટેગરીમાં છો. જો તમે હાઈ-રિસ્ક પર હશો તો એપ તમને એલર્ટ કરતા ટેસ્ટ સેન્ટર વિઝિટ કરવાની સલાહ આપશે. બધા હેલ્પ સેન્ટર્સના મોબાઈલ નંબર.અને આમ આ આરોગ્ય સેતુ એપ પર અલગ-અલગ રાજ્યોમાં ખાસ કોરોના વાયરસ સંક્રમણથી લડવા માટે બનાવાયેલા હેલ્પ સેન્ટર્સના ફોન નંબર્સની લિસ્ટ પણ આપેલી છે.

જો લક્ષણો દેખાય તો શું કરવું .આમ આ એપમાં બતાવાયું છે કે જો તમારામાં કોરોના વાયરસના સંક્રમણથી જોડાયેલા લક્ષણો જોવા મળે જેવા કે તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તમારે શું કરવું જોઈએ. આમ આ એપ આ સેલ્ફ આઈસોલેશન વિશે પણ યુઝર્સને જાણકારી આપે છે.

આમ આ એપ આપણી ભરતીય 11 ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.આમ આ કોરોના વાયરસ ટ્રેકર આરોગ્ય સેતુ એપ્લિકેશન 11 ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તમિલ, તેલુગુ,કન્નડ,મલયાલમ,ઉડિયા,મરાઠી,બાંગ્લા અને પંજાબી સામેલ છે.જેની તમારે ખાસ નોંધ લઈ આ એપ તમે ઇન્સ્ટોલ કરી શકો છો.

Previous articleપ્રેમીને મળવા લઈ જવાનું કહી વિદ્યાર્થીનીને લઈ ગયો ગેસ્ટ હાઉસમાં, પછી ગુજાર્યો તેના પર અધધધ..વાર બળાત્કાર,પછી કરી એવી હાલત કે….
Next articleશુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના ના ઝપેટ માં આવ્યા છે? જાણો બીજા ટેસ્ટ માં શુ આયુ રિઝલ્ટ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here