શુ કોરોના વાયરસ બનશે દુનિયા ની બરબાદી નું કારણ જુવો આ વીડિયો માં.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં 19% હિસ્સો ધરાવતા ચીનમાંથી શરૂ થયેલા કોરોનાના કહેરને પગલે ક્રૂડઓઈલ, કોપર, પ્રવાસન, રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને પડનારો ઘાતક ફટકો વૈશ્વિક મંદી નોતરી શકે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના જણાવ્યા અનુસાર માઈક્રો ઈકોનોમિક લેવલ પર આ પ્રકારના પ્રકોપની ગંભીર અસર પડે છે. વિશ્વ વેપારમાં ચીન સૌથી મોટું નિકાસકાર અને બીજા નંબરનું સૌથી મોટું આયાતકર્તા પણ છે. આ જ કારણે માગ અને પુરવઠાની સાંકળમાં ચીનનું મહત્વ ઘણું વધારે છે. ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર પણ છે અને ભારતની કુલ આયાતમાં ચીનનું યોગદાન 14 ટકાની આસપાસ છે. કોરોનાને કારણે અનેક એજન્સીઓએ ચીનના વિકાસ દરનું અનુમાન ઘટાડી દીધું છે. આઈએમએફનું કહેવું છે કે, વિકાસ દરમાં 20 પોઈન્ટ્સ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નજર રાખતી એક એજન્સીનું કહેવું છે કે વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસનો ફેલાવો આ ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડાનું કારણ બની શકે છે. એક દાયકા કરતા પણ વધારે સમય પહેલાં સર્જાયેલી વૈશ્વિક કટોકટીની સ્થિતિ ફરી સર્જાઈ શકે છે.

સમગ્ર વિશ્વ આ મહારોગના કારણે મંદી તરફ ઘસડાય તેવી છે. આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન ((OECD) ) એ સોમવારે જાહેર કરેલા એક વિશેષ અહેવાલમાં કોરોના વાયરસની અસરો વિશે જણાવ્યું હતું, આ અહેવાલ મુજબ હજી પણ એવી અપેક્ષા છે કે વૈશ્વિક અર્થતંત્ર આ વર્ષે વિકાસ યથાવત રહેશે અને આગલા વર્ષે તેજી જોવા મળશે. એજન્સીએ આર્થિક વિકાસ દરના પોતાના અનુમાનમાં અડધો ટકાનો ઘટાડો કર્યો છે. જો વિશ્વમાં કોરોના વાયરસની અસર લાંબી રહી તો આ આર્થિક અનુમાન દર 1.5 ટકા પણ રહી શકે છે. દરમિયાન સમાચાર સંસ્થા AFPના જણાવ્યા મુજબ G7 અને યૂરોપીયન સમૂહના નાણા મંત્રીઓ એક બીજા સાથે બુધવારે ફોન પર વાતચીત કરશે. ફ્રાન્સના નાણા મંત્રી બ્રુનો લી માયરેએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની અસરને જોતો G7 દેશોના નાણામંત્રી પ્રવાસ કરવાના સ્થાને ફોન પર એકબીજા સાથે વાતચીત કરશે. વિશ્વમાં અગાઉ વર્ષ 2008માં મહા મંદી આવી હતી. એ સમયે જગતજમાદાર અમેરિકા પણ મંદીના સાણસે આવી ગયું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર ચીનમાં ઉત્પાદન ઘટાડો થવાના લીધે સમગ્ર એશિયામાં તેની માઠી અસર પડશે.

કોરોનાવાઈરસના ચેપને કારણે ભારતના વેપારને ૩૪.૮૦ કરોડ ડોલરનું નુકસાન થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. ચીનમાં ઉત્પાદન પ્રવૃત્તિ મંદ પડતા વિશ્વ વેપારમાં ખલેલ પડતા જે ટોચના ૧૫ અર્થતંત્રોને (economy) સૌથી વધુ અસર પડી છે તેમાં ભારતનો સમાવેશ થાય છે. એમ યુનાઈટેડ નેશન્સના એક રિપોર્ટમાં જણાવાયું છે. યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા જારી કરાયેલા અંદાજોમાં જણાવાયું છે કે, ચીનમાં કોરોનાને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં આવેલી મંદીએ વિશ્વ વેપારમાં ખલેલ પાડી છે અને તેના કારણે વૈશ્વિક નિકાસમાં ૫૦ અબજ ડોલરનો ફટકો પડી શકે એમ છે. કિંમતી સાધનો, મસીનરી, ઓટોમોટિવ તથા સંદેશવ્યવહારના સાધનોના ઉત્પાદનો પર સૌથી વધુ અસર જોવા મળી છે. જે દેશોના વેપાર પર સૌથી વધુ અસર થઈ છે તેમાં ૧૫.૬૦ અબજ ડોલર સાથે યુરોપ, ૫.૮૦ અબજ ડોલર સાથે અમેરિકા, ૫.૨૦ અબજ ડોલર સાથે જાપાનનો સમાવેશ થાય છે. ચીનમાં ઉત્પાદન ઘટતા સૌથી વધુ અસર પામેલા ૧૫ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને તેના વેપાર પર ૩૪.૮૦ કરોડ ડોલરની અસર જોવાઈ રહી હોવાનું સંયુકત રાષ્ટ્રના અંદાજોમાં જણાવાયું છે. અન્ય દેશોની સરખામણીએ ભારતના વેપાર પર મર્યાદિત અસર જોવા મળી રહી છે. ભારતને વેપારમાં થનારા સૂચિત નુકસાનમાં જે ક્ષેત્રોનો સમાવેશ થાય છે તેમાં મુખ્યત્વે કેમિકલ્સ, ટેકસટાઈલ તથા એપરલ્સ, ઓટોમોટિવ, ઈલેકટ્રિકલ મસીનરી, લેધર પ્રોડકટસનો સમાવેશ થાય છે. કોરોનાવાઈરસે માનવશરીર પર ઉપરાંત ચીન સહિત વિશ્વના અર્થતંત્ર પર ગંભીર અસર કરી છે. વિશ્વના અનેક વેપાર કામકાજ માટે ચીન ઉત્પાદન મથક બની રહ્યું છે. ચીનમાં ઉત્પાદન પર કોઈપણ ખલેલ વિશ્વના અન્ય દેશોના વેપાર કામકાજને ખોરવી નાખે છે, એમ પણ યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું. ચીનનો ફેબુ્રઆરીનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૩૭.૫૦ સાથે છેલ્લા દોઢ દાયકાની નીચી સપાટીએ જોવાયો હતો. આ ઘટાડાનો અર્થ ચીનમાં ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ૨ ટકાનો ઘટાડો થયાનું કહી શકાય.

સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થા કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલેપમેન્ટ (યુ.એન.સી.ટી.એ.ડી.) દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે કે કોરોનાના કારણે ભારત સહિના મોટાં દેશોના અર્થતંત્ર પર વિપરિત અસરો થશે. આ વાયરસના કારણે ભારતના અર્થતંત્રને 34.8 કરોડ ડૉલરનું નુકસાન થાય તેવી ભીતિ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આઇ.ટી., ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર આગામી દિવસોમાં ઘેરી મંદીની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.વૈશ્વિક અર્થતંત્રના અભ્યાસ અને અનુમાન સાથે જોડાયેલી સંસ્થા મૂડીઝે જાન્યુઆરીમાં પૂર્વધારણા આપી હતી કે વર્ષ 2020માં વૈશ્વિક અર્થવ્યસ્થાનો વિકાસ દર 2.6 ટકા રહેશે, જો કે કોરોના ફેલાયા બાદ વહે મૂડીઝે અંદાજ આપ્યો છે કે હવે આ વર્ષમાં વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર 1.9 ટકા રહેશે. ભારતના હીરા અને જ્વેલરીનો ઉદ્યોગ ચીન અને હોંગકોંગ સાથે જોડાયેલો છે. ચીન અને હોંગકોંગમાં મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ હોવાથી ભારતના હીરા અને જ્વેલરી ઉદ્યોગને સવા અરબ ડૉલરના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
ચીનનો વિકલ્પ શોધવો મોટો પડકાર ઈલેક્ટ્રિક મશીનરી, મેકેનિકલ અપ્લાયન્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક અ સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ માટે ભારતનો મોટો આધાર ચીન પર છે. આયાતમાં આનું યોગદાન 28 ટકાની આસપાસ છે. કેયર રેટિંગ એજન્સીનું કહેવું છે કે, જો ચીનની આ સમસ્યાનો ઝડપી કોઈ નિકાલ નહીં આવે તો ભારતે તાત્કાલિક અન્ય વિકલ્પોની શોધ કરવી પડશે અને એનાથી પરેશાનીમાં વધારો થશે. જો વિકલ્પ શોધવામાં વિલંબ થયો તો આ સેક્ટરો પર ગંભીર અસર જોવા મળશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતો કહે છે કે કોરોના વાયરસનો આતંક હવે નિર્ણાયક મુકામ પહોંચી ગયો છે અને હવે જો આ રોગને અંકુશમાં નહીં લેવામાં આવે તો સમગ્ર વિશ્વમાં ખતરનાક હદે આ રોગચાળો જંગલના દવની માફક ફેલાઈ જશે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે ચીને સત્તાવાર રીતે કોરોના વાયરસ રોગચાળાનો સ્વીકાર કર્યો હતો. કહે છે કે વુહાનમાં જૈવિક રાસાયણિક પ્રયોગશાળામાંથી આ વાયરસ ફેલાયો છે. અલબત્ત, આ આક્ષેપ સાચો છે કે ખોટો એના કોઈ પુરાવા પ્રાપ્ત થતા નથી, પરંતુ સામ્યવાદી વિચારસરણીને વરેલા સરમુખત્યારશાહી હકુમતવાળા ચીને શરૂઆતમાં કોરોના વાયરસની ગંભીરતા અંગે માહિતી છુપાવી હતી અને ત્યારબાદ એનાથી થયેલાં મોતની સંખ્યાને પણ દબાવી દેવામાં આવી હતી. પરિણામે આજે બે મહિના બાદ પણ આ કોરોના વાયરસનું મારણ દુનિયાભરના વૈજ્ઞાનિકો માહિતીના અભાવે શોધી શક્યા નથી. ચીનમાં નોંધાયેલા કેસોની સામે સરકારી આંકડા અનુસાર મૃત્યુઆંક બે ટકાનો છે, પરંતુ આ વાયરસ અંગે ચીને અગમચેતી વાપરીને પોતે અનેક પ્રાંતોને ક્રૂરતાપૂર્વક લશ્કરની લોખંડની એડી તળે કડક જાપ્તો ગોઠવીને સીલ કરી દીધા છે. વાહનોની અવર-જવરથી માંડીને નાગરિકોના આવા-ગમન પર કડક પ્રતિબંધ મૂકી દેવાયા છે. ચીન જેવું રાષ્ટ્ર જે પ્રકારનાં કડક પગલાં ભરી શકે છે તેવાં પગલાં શું આફ્રિકાના દેશો, યુરોપ, જાપાન, અખાતના દેશો કે અમેરિકામાં મુમકીન છે ખરાં.


ઓટો સેક્ટર પહેલાથી જ ઘટતી જતી માંગના પ્રશ્ને મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ઓટો પાર્ટ્સમાં ચીનનું યોગદાન 30 ટકા જેટલુ છે. આ સ્થિતિમાં ઓટો સેક્ટર પર દબાણ વધ્યું છે. આ સેક્ટર પહેલાથી જ બીએસ-6ના પડકારોથી પરેશાન છે. આ જ સ્થિતિ ફાર્મા સેક્ટરની છે. ભારત 67 ટકા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રીડિયેન્ટની આયાત ચીન પાસેથી કરે છે. જો કે ફાર્મા કંપનીઓ 2-3 મહિનાનો સ્ટોક રાખતી હોવાથી હાલ કોઈ મુશ્કેલી નથી પણ લાંબા ગાળે તેના પર અસર પડી શકે છે.

આ લખાય છે ત્યારે જાપાન અને ઇરાકે, ચીન અને હોંગકોંગની માફક શાળા અને કોલેજોમાં વેકેશન જાહેર કરી દીધું છે. સાઉદી અરેબિયાએ વિદેશી પ્રવાસીઓને અટકાવવા આ વર્ષના ઉમરાહ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આગામી જુલાઈમાં હજયાત્રા થશે કે કેમ તેના અંગે પણ હવે પ્રશ્નાર્થચિહ્ન સર્જાવા માંડ્યું છે. ઇરાને સમગ્ર દેશમાં શુક્રવારની નમાઝથી માંડીને બિનજરૂરી ચહલપહલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ ચીન સહિતના અસરગ્રસ્ત દેશોના યાત્રીઓ પર પ્રવેશની મનાઈ ફરમાવી દીધી છે. ઇટાલીમાં ૧૭ વ્યક્તિ કોરોનાને કારણે મૃત્યુ પામી એટલે ૧૧ શહેરોને સીલ કરાયાં છે. ચીન બાદ ઇરાન અને ઇટાલીમાં પ્રવાસ કરનારા લોકોએ આ રોગ ફેલાવ્યો હોવાનું મનાય છે. ઇરાનના પાટનગર તહેરાનમાં ૨૬ વ્યક્તિ મૃત્યુ પામી છે અને ૨૪૫ કેસ પુરવાર થયા છે. ઇરાનના આરોગ્ય મંત્રી અને બે સાંસદો સહિત સંખ્યાબંધ ઉચ્ચ અધિકારીઓ કોરોના વાયરસથી પીડિત હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આ તબક્કે ચોંકાવનારી બાબત તો એ છે કે ઇરાનમાં મૃત્યુઆંક ૧૦ ટકા જેટલો ઊંચો છે. ઇરાનની આસપાસના સરહદી રાષ્ટ્રો યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કુવૈત, બહેરિન, લેબેનોન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને નોર્ધન યુરોપના એસ્ટોનિયા સુધી આ વાયરસના કેસો નોંધાયા છે. સાઉથ કોરિયામાં ૧૨ મૃત્યુ થયાં છે અને ૧૨૬૧ કેસ નોંધાયા છે. સિંગાપોરમાં એક બાળકી સહિત કુલ ૯૬ કેસ નોંધાયા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઇટાલી હોય કે ફ્રાન્સ, સાઉદી અરેબિયા હોય કે અમેરિકા, પાકિસ્તાનથી માંડીને પેરિસ સુધી આ વાયરસનો વ્યાપ ફેલાઈ ગયો છે ત્યારે એની અસર દુનિયામાં અન્યત્ર પણ વધશે તેમાં કોઈ બેમત નથી. સાથોસાથ આ રોગચાળો વૈશ્વિક મંદી પણ આણશે એમાં પણ કોઈ શંકા નથી.

વિશ્વની મલ્ટિનેશનલ કંપનીઓ- એપલનો આઇફોન હોય કે નાઇકીના સૂઝ-ની મોટાભાગની પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ ચીનમાં થાય છે. ચીનમાં કોરોના વાયરસને પગલે એરલાઇન્સ, ક્રૂઝ લાઇન્સ, હોટેલ્સથી માંડીને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે. પેટ્રોલ-ડીઝલની ખપત ૩૫ ટકા જેટલી ઓછી થઈ ગઈ છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સ્ટાર બક્સ જેવી ફૂડ ચેઇન રેસ્ટોરાંએ તો ચીન સહિત અનેક દેશોમાં પોતાનાં ઓપરેશન્સ બંધ કરી દીધાં છે. ચીન એક તરફ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વૉરથી તકલીફમાં હતું, ત્યાં બીજી તરફ કોરોના વાયરસને કારણે પડતા પર પાટુ વાગવા જેવો ઘાટ સર્જાયો છે. ચીનનું યોગદાન વૈશ્વિક જીડીપીમાં પરચેઝ પાવર પેરિટીની દૃષ્ટિએ ૧૯.૭૧ ટકા જેટલું થાય છે. ટૂંકમાં, કોરોનાને કારણે જો ચીનનો જીડીપી એકથી સવા ટકા ઘટે તો વિશ્વનો જીડીપી અડધા ટકા ઘટે એવી ત્રિરાશી મૂકાઈ રહી છે. વૈશ્વિક વ્યાપારમાં ચીનની ગણના સૌથી મોટા નિકાસકાર અને દ્વિતીય નંબરના આયાતકાર તરીકે થાય છે. વિશ્વના વેપારમાં ચીન ૧૩ ટકા નિકાસ અને ૧૧ ટકા આયાત કરે છે. ટૂંકમાં, ચીનમાં આર્થિક હાલત, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પર થયેલી માઠી અસરને કારણે સમગ્ર વિશ્વને નુકસાન થશે જ, પરંતુ સાથે સાથે ભારતને પણ ખાસ્સું નુકસાન જશે. ભારતના ઉદ્યોગો ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ, મેન્યુફેક્ચરિંગ સર્વિસીઝ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઝ, કેમિકલ્સ, એરલાઇન્સ, શિપિંગ ઇન્ડસ્ટ્રી, ઓટો ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી, સોલાર પાવર વગેરે ક્ષેત્રમાં ભારતને ખાસ્સું નુકસાન સહન કરવું પડશે, કારણ કે ઉપરોક્ત તમામ ઉદ્યોગો ચીનના કાચા માલ પર અવલંબે છે. ભારતના ૪૫ ટકા ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની આયાત ચીનથી થાય છે. ૩૫ ટકા મશીનરી અને ૪૦ ટકા ઓર્ગેનિક કેમિકલ્સ ભારત ચીન પાસેથી ખરીદે છે. ઓટોમોબાઈલ પાર્ટ્સ અને ફર્ટિલાઇઝરની આયાત ૨૫ ટકાથી વધુ છે. ફાર્માસ્યુટિક્લ કે દવા ઉદ્યોગમાં વપરાતા કાચા માલની ૭૦ ટકા આયાત ચીનથી થાય છે, તો ૯૦ ટકા ભારતીય મોબાઇલની આયાત ચીનમાંથી થતી હોય છે. ટૂંકમાં કેમિકલ્સ, મેડિસિનલ અને ફાર્મા પ્રોડક્ટ્સ, ડાઇઝ વગેરેનું અવલંબન ૨૮થી ૩૬ ટકા જેટલું છે. ચીનમાં ભારતની નિકાસનો હિસ્સો પાંચ ટકા જેટલો છે. મેન્યુફેક્ચરિંગથી માંડીને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ એ તમામ ક્ષેત્રોમાં કોરોના વાયરસની નકારાત્મક અસર જોવા મળશે.

કેમિકલ ઇન્ડસ્ટ્રીનું ઉદાહરણ લઈએ તો ડેનિમ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતાં ઇન્ડિગો સહિતનાં કેમિકલ્સ ચીનમાંથી આવે છે. ભારત ડેનિમ કેપિટલ ગણાય છે. દુનિયાના મોટાભાગના દેશોમાં સૌથી વધુ ડેનિમના ઉત્પાદન અને નિકાસમાં ભારતનો મોટો ફાળો છે ત્યારે કાચો માલ ન મળતાં આ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડશે. શિપિંગ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ ચૂકી છે. પરિણામે, ચીનથી આવતા કાચા માલનું પરિવહન ૮૦ ટકા જેટલું અટકી ગયું છે. ભારતની ઓટો ઇન્ડસ્ટ્રીના સ્પેર પાર્ટ્સ અને એક્સેસરીઝના ઉત્પાદનમાં ચીનનું યોગદાન મહત્તમ હોય છે. તદ્અનુસાર ભારત વિશ્વમાં દવાની નિકાસમાં ટોપ ફાઇવ પોઝિશનમાં છે, પરંતુ બલ્ક ડ્રગનો કાચો માલ ચીનથી આવે છે. વાતનો સાર એ છે કે ગારમેન્ટ્સ, ફેબ્રિક્સ, યાર્ન સહિત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતો કાચો માલ હોય કે સોલાર પેનલ કે સેલ્સ હોય, ઇલેક્ટ્રોનિક આઇટમ કે કમ્પ્યુટરમાં વપરાતા મધર બોર્ડ સહિતની એક્સેસરીઝ ચીનથી આયાત કરતા ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને એકાદ મહિનામાં મરણતોલ ફટકો પડી શકે તેમ છે. ચીનમાંથી સપ્લાય બંધ થઈ ગયો એટલે હોંગકોંગની ઈન્ડસ્ટ્રીઝ બંધ પડી રહી છે. અખાતના દેશોમાંથી ચીન જતા ૩૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલનું દરિયાઈ પરિવહન ઠપ થઈ ગયું છે. દુબઈ અને સિંગાપોર સહિત સંખ્યાબંધ દેશોમાં ટ્રેડ અને ટુરિઝમ મેળાઓ પર એપ્રિલ સુધી પ્રતિબિંધ મૂકાઈ ગયો છે. ચીનથી વિદેશ જતા પ્રવાસીઓ પણ સ્વાભાવિક રીતે ઘટી ગયા છે. પરિણામે, દુબઈ અને સિંગાપોરની ઈકોનોમી પર માઠી અસર થઈ રહી છે. દુબઈ ટુરિઝમનો ડેટા કહે છે કે ૨૦૧૯માં પ્રથમ ત્રણ મહિનામાં ૨.૯૧,૬૬૨ ચીની પ્રવાસીઓ દુબઈમાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે ૧૫ ટકાનો લક્ષ્યાંક પણ સિદ્ધ થાય તેમ નથી. ચીન અને ગલ્ફ કન્ટ્રી વચ્ચે ટુર ઓપરેશન્સ લગભગ બંધ થઈ ચૂક્યાં છે. ચીનમાં ૨૦૦૩માં થયેલા સાર્સ વાયરસને પગલે ૮૦૦થી વધુ વ્યક્તિનાં મોત થયાં હતાં અને અંદાજે ૮૦૦૦ જેટલા લોકોને વાઈરલ અસર જોવા મળી હતી, પરંતુ વર્લ્ડ ટ્રાવેલ્સ કાઉન્સિલના ડેટા અનુસાર એ વર્ષે ટુરિઝમ ક્ષેત્રને ૫૦ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. આજે ચાર ગણા વધુ નુકસાનની દહેશત સેવાઈ રહી છે ત્યારે ચીન પર નિર્ભર અન્ય વૈશ્વિક ઈકોનોમીની હાલત પણ કફોડી થઈ ચૂકી છે. એક તરફ અમેરિકા સાથેની ટ્રેડવોરને પગલે ચીનનું અર્થતંત્ર ૩૦ વર્ષમાં સૌથી નબળી સ્થિતિમાં આ વર્ષે આવી ગયું હોવાનું કહેવાય છે. ચીનનો જીડીપી અત્યારે ઘટીને ૬.૧ ટકા થઈ ચૂક્યો છે અને વૈશ્વિક એજન્સીઓ આ ઘટાડાને ૫.૪ ટકા સુધી સરેરાશ ઘટે તેવી દહેશત જોઈ રહી છે અને પરિણામે વૈશ્વિક ગ્રોથ પણ ઘટે તેવી સંભાવના નકારાતી નથી ત્યારે વૈશ્વિકીકરણના આ જમાનામાં ચીનનો કોરોના વાયરસ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ ઘાતક સિદ્ધ થઈ રહ્યો છે. ચીને એકતરફ અક્કડ વલણ અપનાવીને વિશ્વની કોઈપણ સંસ્થા દા.ત. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કે અમેરિકા, યુરોપ કે કોઈપણ દેશ કે સંસ્થાની મદદ લેવાનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો છે.


ચીનનો દાવો છે કે તેઓ યુદ્ધના ધોરણે ૧૦થી વધુ હોસ્પિટલો બનાવીને પોતાના નાગરિકોને સારવાર આપી રહ્યું છે, પરંતુ સાથોસાથ ટ્રેજેડી એ છે કે કોરોના વાયરસ ખરેખર કેટલો ચેપી છે અને તેનો વ્યાપ કેટલો વધી રહ્યો છે એનું કોઈ વૈજ્ઞાનિક આકલન વિશ્વના અન્ય દેશો કરી શકતા નથી, કારણ કે ચીન ડેટા કે ઈન્ફર્મેશન શેરિંગમાં માનતું નથી. એક આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે બાયોલોજિકલ વોરફેરના ભાગરૂપે ઈરાદાપૂર્વક કોરોના વાયરસનો આતંક ઊભો તો નથી કરાયોને? શું ખરેખર ચીન જેવો દેશ કોરોના સામે લાચાર છે? અમેરિકા અને યુરોપના નીવડેલા વૈજ્ઞાનિકોની મદદ લેતાં ચીન શા માટે અચકાય છે ચીનને સંરક્ષણ સહિતની અન્ય બાબતો ગોપનીય રાખવાનો બેશક અધિકાર છે, પરંતુ કોરોના વાયરસ જેવા વૈશ્વિક સંકટના સમયે ચીને કમસે કમ નિખાલસતા અને ખુલાવટ રાખી પોતાનો ડેટા જાહેર કરવો જોઈએ અને અન્ય દેશોની મદદ લેતાં અચકાવું ન જોઈએ. ચીનનું સ્વાસ્થ્ય સુધરશે તો વિશ્વનું અર્થતંત્ર પણ ઉગરશે એ વાસ્તવિકતા સહુએ સ્વીકારવી પડશે. તો આ હતી સંપૂર્ણ માહિતી. આ વિડિઓ તમારા સગા સબંધીઓ અને મિત્રો સુધી પોંહચાડો જેથી તેઓ ને પણ આ સાચી માહિતી મળી શકે.

Previous articleઆ 5 વસ્તુ ને પલાળીને ખાવાથી દૂર થઈ જાય છે મોટા માં મોટી બીમારી,બસ ખાલી કરો આ કામ…
Next articleકોરોના નો કહેર, આ 5 રાજ્યો ની વધી રહી છે મુશ્કેલી, રિકવરી રેટ છે એકદમ ઓછો, સરકાર ની વધી રહી છે ચિંતા – જાણો વિગતવાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here