કોરોના વાયરસ,’માતાજીને પ્રસન્ન’ કરવા કોરોનાને ફેલાતો રોકવા મૂળ મધ્યપ્રદેશના યુવકે કાપી પોતાની જીભ,જાણો પછી શું થયું…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં લાખો ન લોકોને કોરોના એ મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે લાખો કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે.તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે. તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.કોરોના વાયરસથી બચવા માટે લોકો વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે.એવામાં 24 વર્ષના એક યુવકે કોરોનાના ફેલાવાને રોકવા ચોંકાવનારી હરકત કરી છે.મૂળ મધ્યપ્રદેશના આ યુવકે કથિત રીતે પોતાની જીભની બલિ ચડાવી છે.દેશમાં કોરોના વાયરસનો ફેલાવો અટકી જાય તે હેતુથી આ યુવકે પોતાની જીભ કાપીને માતાજીને અર્પણ કરી છે.બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકાના નાડેશ્વરી ગામમાં આ ઘટના બની છે.આ ગામ ઈન્ડો-પાક બોર્ડરથી લગભગ 18 કિલોમીટરના અંતરે આવેલું છે. મધ્યપ્રદેશના મોરેના જિલ્લાનો વિવેક શર્મા શિલ્પકામ કરે છે.સૂઈગામમાં આવેલા ભવાની માતાના મંદિરના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે જેમાં વિવકે સહિત આઠ લોકો જોડાયેલા છે. અહીં વિવેક પોતાના ભાઈ શિવમ સાથે છેલ્લા બે મહિનાથી કામ કરી રહ્યો છે.વિવેક શર્માના સહકર્મી બ્રિજેશસિંહ સાબસિંહે પોલીસને જણાવ્યું કે, વિવેક કાળી માનો પરમ ભક્ત છે.અને આખો દિવસ કાળી માના મંત્રનો જાપ કરતો હોય છે. શનિવારે સવારે વિવેક બજારમાં જવાનું કહીને ભવાની મંદિરથી નીકળ્યો હતો.જો કે થોડા સમયમાં તે પરત ના આવતા તેના ભાઈએ ફોન કર્યો હતો.કોઈએ ફોન ઉપાડીને જણાવ્યું કે નાડેશ્વરી મંદિરમાં વિવેકે પોતાની જીભ કાપી નાખી છે.તો આ તરફ સૂઈગામમાં વિવેક સામે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેણે ક્રોધાવેશમાં આવીને આ પગલું ભર્યું છે.પોલીસ વિભાગના સૂત્રોનું માનીએ તો વિવેકને લાગ્યું કે તે પોતાની જીભ અર્પણ કરીને નાડેશ્વરી માતાજીને પ્રસન્ન કરી શકશે અને કોરોના વાયરસનો કહેર અટકી જશે.સૂઈગામના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર એચ.ડી. પરમારે જણાવ્યું છેલ્લા થોડા દિવસથી વિવેક મધ્યપ્રદેશમાં પોતાના વતન જવા માગતો હતો.પરંતુ લોકડાઉનના કારણે આ શક્ય નથી.આજે તેણે અવિચારી પગલું ભરીને પોતાની જીભ કાપી નાખી હતી.મંદિર પરિસરમાં વિવેક બેભાન હાલતમાં હાથમાં જીભ સાથે મળ્યો હતો.મંદિરના પૂજારીએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના કમાન્ડરને જાણ કરી હતી.બાદમાં વિવેકને થરાદમાં એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં ડૉક્ટરો તેની જીભ ફરી ચોંટવાની કોશિશ કરી રહ્યા છે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleકોવિડ 19: ભારત પર સંકટ,ભારત માં 500 થી વધુ ના મોત,અને સંક્રમિતો ની સંખ્યા અધધ આટલી વધી,જાણો હાલ ની સ્થિતિ…
Next articleકોવિડ 19 ને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી,ફરી પણ એક વાર દુનિયામાં કહેર મચાવસે આ જીવલેણ વાયરસ, જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here