લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસના કારણે ઘણા લોકો મોં અને નાક ઢાંકીને ફરતા હોય છે અને હા મિત્રો તે જરૂરી છે પણ આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર થઇ રહ્યા છીએ અને જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે અને એવામાં આ મહામારી સામે લડવા માટે આપણેને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે અને જેથી કરીને સરકારે લોકડાઉન પણ જાહેર કર્યું છે.તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છેઅને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.
કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આમ આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.
કોરોના વાયરસથી સંક્રમણ માત્ર મોં અને નાક દ્રારા નહીં પરંતુ આંખો દ્રારા પણ સંક્રમિત કરી શકે છે.ડોક્ટરો અનુસાર કોરાના વાયરસના ડ્રોપલેટ્સ આંખો દ્રારા શરીરમાં જઇને તમને સંક્રમિત કરી શકે છે.કોરોનાના સંક્રમણને રોકવા માટે ડોકટર્સ સતત વારંવાર હાથ ધોવાની અપીલ કરી રહ્યા છે.જેથી તમે કોરોના સંક્રમણના શિકાર ન બનો.જ્યારે ડોક્ટરોનું એવું પણ કહેવું છે કે જો સંક્રમિત હાથ આંખ સુધી પહોંચે છે તો આંખો દ્રારા પણ તમે કોરાનાનો શિકાર બની શકો છો.
ESI Hospital ના પૂર્વ મેડિકલ સુપરિટેંડેંટ અને સિનિયર આઇ સર્જન ડોક્ટરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે કોરોનાના ડ્રોપલેટ્સ આંખને રગડવાથી તમારા શરીરમાં જઇ શકે છે.ડોક્ટરનું કહેવું છે કે જ્યારે આપણે આંખોમાં કોઇપણ પ્રકારની દવા નાખીએ છીએ તો તેની ઇફેક્ટ આપણા ગળામાં સ્પષ્ટ માલૂમ પડે છે.એવામાં જો કોરોના ડ્રોપલેટ્સ આંખોમાં પહોંચે તો આંખો દ્રારા પણ કોરોના સંક્રમણ ફેલાઇ શકે છે.તેનો બચાવ કરવો જરૂરી છે.એવામાં આંખોના પ્રોટેક્શન ગ્લાસ હાલ માર્કેટમાં વેચાઇ રહ્યા છે.જે તમારી આંખોને પ્રોટેક્ટ કરવા માટે ઘણી હદ સુધી અસરકારક છે.
આજ કારણ છે કે આ દિવસોમાં બજારોમાં મેડિકલ સ્ટોર પર પ્રોસેક્શન ગ્લાસ અને ફેસ પ્રોટેક્ટરની ડિમાન્ડ ખૂબ વધારે થઈ ગઈ છે.જે કોરોનાના સામાન્ય લોકોને પણ તેના આંખોને પ્રોટેક્ટ કરવા માટે આ ગ્લાસને ખરીદવા માટે દુકાનો પર પહોંચી રહ્યા છે.દવાઓની વેપાર કરનારે જણાવ્યું કે રોજના 50થી 100 લોકો આ ખાસ ચશ્માને ખરીદવા માટે પહોંચી રહ્યા છે.તેની કિંમત 65 રૂપિયાથી લઇને 150 રૂપિયા સુધી છે તેવું જણાવવામાં આવ્યું છે તો મિત્રો ધ્યાન રાખવું કે આંખોથી પણ ફેલાય છે આ કોરોના વાયરસ.