કોવિડ-19: ભારત ની આ કંપની કોરોના ની વેક્સિન બનાવવામાં થઈ રહી છે સફળ,આટલા જ સમય માં મળી શકે છે વેક્સીન..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે અને તેમજ લોકો આ વાયરસથી ખૂબ જ ડરી રહ્યા છે અને રસી બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ રવિવારે એવું કહ્યું છે કે જેમાં આ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોવિડ-19 રસીનું તે બે-ત્રણ સપ્તાહમાં ઉત્પાદન શરૂ કરવાની યોજના છે અને ત્યારબાદ જો માનવ પર તેનું ટેસ્ટિંગ સફળ રહ્યું તો ઓક્ટોબર સુધી આ રસી બજારમાં આવવાની આશા છે અને તેમજ પૂણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા તે સાત વૈશ્વિક કંપનીઓમાં સામેલ છે તેવું જણાવ્યું છે અને જેની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ રસીનું ઉત્પાદન કરવા માટે ભાગીદારી પણ કરી છે.બે ત્રણ સપ્તાહમાં ઉત્પાદન શરૂ થવાની આશા.ત્યારબાદ કહેવાય છે કે આ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અદાર પૂનાવાલાએ એવું પણ કહ્યું છે કે જેમાં અમારી ટીમ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ડોક્ટર હિલ સાથે મળીને કામ કરી રહી છે તેવું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ આગામી બે થી ત્રણ સપ્તાહમાં જ તેનું ઉત્પાદન શરૂ કરવાની આશા છે અને જ્યારે પ્રથમ છ મહિનાના ઉત્પાદનની ક્ષમતા પ્રતિ માસ 50 લાખ ડોઝની રહેશે અને ત્યારબાદ અમે આ ઉત્પાદન વધારીને પ્રતિ માસ એક કરોડ ડોઝ કરવાની આશા રાખવાની છે.બે-ત્રણ સપ્તાહમાં ભારતમાં પણ ટેસ્ટિંગ શરૂ થઈ જશે.તેની સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે આ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા પહેલા પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મેલેરિયા રસી યોજના પર કામ કરી ચૂકી છે અને ત્યારબાદ આ પૂનાવાલાએ પણ એવું કહ્યું છે કે જ્યાં અમને આશા છે કે કોવિડ-19 રસી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી બજારમાં આવી જશે પણ ત્યારબાદ તે માટે રસીનું ટેસ્ટિંગ જરૂરી સુરક્ષા તથા પૂરતી અસર સાથે સફળ થઈ જાય તે જરૂરી છે અને એ માટે અમે આગામી બેથી ત્રણ સપ્તાહમાં આ રસીનું ટેસ્ટિંગ ભારતમાં શરૂ કરી દઈશું તેવું જાણવા મળ્યું છે.ભારતમાં ટેસ્ટિંગની તૈયારી શરૂ.ત્યારબાદ આ કંપનીએ એવું પણ કહ્યું છે કે જ્યાં ભારતમાં આ રસીનું પરીક્ષણ શરૂ કરવા માટે જરૂરી મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અને જેના કારણે જ પૂનાવાલાએ એવું કહ્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા જ અમે તે પ્રયાસ માટે જાતે જ ફંડિંગ કર્યું છે અને આ માટે અમને આશા છે કે ઉત્પાદન વધારવામાં અમે અન્ય ભાગીદારોનો પણ સહયોગ મળશે.

Previous articleહવસખોર સસરા પોતાની જ વહુ ના કર્યા આવા હાલ,અશ્લીલ ફોટા સેર કરવાની ધમકી આપીને આચર્યું દુષ્કર્મ,અને પછી કહ્યું કે જો પુત્રને કહીસ તો..
Next article100 વર્ષ બાદ એક સાથે બની રહ્યા છે આ શુભ યોગ,આ રાશિઓના ખુલી ગયા ભાગ્ય,જીવન માં થશે ખુશીઓનું આગમન,થશે ધન લાભ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here