લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે, શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છેગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.
તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.મિત્રો, હાલ કોરોના વાઇરસ નુ કહેર સમગ્ર વિશ્વ પર મંડરાયેલું છે, ચીન થી ઉદભવેલો આ વાઇરસ હાલ સમગ્ર વિશ્વ પર ઉધઈ ની માફક ચોંટી ગયો છે.હાલ આપણા દેશમા કોરોના થી સંક્રમિત લોકો ની સંખ્યા ૪૦૦૦ ને પાર કરી ચૂકી છે.જેમાંથી અંદાજે ૧૧૧ જેવા લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.હાલ લોકો આ કોવિડ-૧૯ ની સમસ્યા નો હિમ્મતપૂર્વક સામનો કરી રહ્યા છે.કોરોના વાઇરસ ના કારણે હાલ સમગ્ર દેશ લોકડાઉન કરી દેવામા આવ્યો છે.
ત્યારે ૧૪ એપ્રિલ સુધી લેવાયેલા આ લોકડાઉન નો મુખ્ય હેતુ ફક્ત એક જ છે અને તે છે સોશયલ ડિસ્ટન્સિંગ એટલે કે લોકો બને ત્યા સુધી એકબીજા થી યોગ્ય અંતર જાળવવુ અને આ બીમારી ને ફેલાતી અટકાવવી.હાલ મા જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વાઇરસ થી પીડાતા દર્દીઓ ના આંકડા શેર કર્યા છે અને જણાવ્યુ છે કે આ કોરોના વાઇરસ ના કારણે મૃત્યુ પામતા ૬૩ ટકા દર્દીઓ ની ઉંમર ૬૦ વર્ષ થી ઉપર છે. આ ઉપરાંત આ મૃત પામેલા વ્યક્તિઓ માંથી ૮૬ ટકા લોકો એવા હતા કે જે ડાયાબિટીસ, હાઇપર ટેન્શન , હૃદય ની બીમારી વગેરે જેવી સમસ્યાઓ થી ઝઝૂમતા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામા આવેલા આ આંક પર થી એક વાત સ્પષ્ટ થાય છે કે મૃત્યુ પામનારા લોકો માંથી ૩૦ ટકા જેટલા લોકો ની ઉંમર ૪૦-૬૦ ની વચ્ચે હતી.ભારત નો આ કોરોના વાઇરસ થી સંક્રમિત લોકો નો આંકડો વિદેશી આંકડાઓ સાથે મેળ ખાય છે કારણ કે, વિદેશમા પણ ૬૦-૮૦ વર્ષ ના લોકો મા વધુ પડતી આ કોરોના ની સમસ્યા જોવા મળી છે.આ ઉપરાંત આ કોરોના વાઇરસ ના વધુ પડતા શિકાર પુરુષો બન્યા છે.અત્યાર સુધીમા કોરોના પોઝિટિવ ના ૭૬ ટકા કેસ પુરુષો ના છે તથા કોરોના વાઇરસ ના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓ મા ૭૩ ટકા પુરુષો નો સમાવેશ થાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલય એવુ કહે છે કે કોરોના ના કારણે મૃત્યુ પામેલા લોકો મા ૮૬ ટકા લોકો ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન જેવી બિમારીઓ થી પીડાતા હતા.આ પરથી એવુ તારણ કાઢી શકાય કેકોરોના વાઇરસ વધુ પડતો વૃધ્ધ લોકો ને પોતાનો શિકાર વહેલો બનાવે છે.સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ વૃધ્ધ લોકો ની ઇમ્યુનીટી સિસ્ટમ ખૂબ જ નબળી હોય છે તેના કારણે આ કોરોના વાઇરસ સરળતાથી તેમને પોતાનો શિકાર બનાવી લે છે.આ ખતરનાક વાઇરસ સામે લડત કરવા માટે એક વસ્તુ અતિ આવશ્યક છે કે તમારી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત હોવી જોઇએ.
હાલ આપણો દેશ આ બીમારી ને નાથવા માટે શક્ય પ્રયત્ન કરી રહ્યો છે, હવે જોવાનુ એ રહ્યુ કે આ વાઇરસ આગળ હવે શુ નવો રંગ લાવશે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.