લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ગોવામાં કોરોના વાયરસના તમામ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ સાત કોરોના કેસ નોંધાયા હતા, જેમાંથી છનો ઇલાજ પહેલાથી જ થઈ ગયો છે. છેલ્લા દર્દીને પણ રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ માહિતી આપી.ગોવામાં કોરોના વાયરસના તમામ દર્દીઓ ઠીક દેશનું પહેલું એવું રાજ્ય.કોરોનાનાં કુલ 7 કેસ આવ્યા હતા,રવિવારે છેલ્લો દર્દી ડિસ્ચાર્જ.મુખ્યમંત્રી પ્રમોદ સાવંત એ કહ્યું,3 એપ્રિલ પછી કોઈ નવું દર્દી નથી મળ્યું.દેશનું પહેલું ગ્રીન જોન રાજ્ય બનશે ગોવા.લોકડાઉનમાં મળશે છૂટ.જ્યારે કોરોના વાયરસને કારણે દેશની ગતિ અટકી ગઈ છે, ત્યારે તે બધામાં વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે.રવિવારનો દિવસ ભારતના તટીય રાજ્ય ગોવા માટે એક નવો સીમાચિહ્નરૂપ લાવ્યો છે.અહીં કોરોના વાયરસના તમામ દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં કુલ સાત કોરોના કેસ નોંધાયા હતા જેમાંથી છનો ઇલાજ પહેલાથી જ થઈ ગયો છે.છેલ્લા દર્દીનો કોરોના રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો હતો ત્યારબાદ તેને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ માહિતી આપી છે.તેમણે ટ્વીટ કર્યું સંતોષ અને રાહતની વાત છે કે ગોવાના છેલ્લા એક્ટિવ કોરોના દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.ડોકટરો અને સપોર્ટ સ્ટાફ આ માટે પ્રશંસાને પાત્ર છે.ગોવામાં 3 એપ્રિલથી હવે કોઈ નવુ કોરોના દર્દી મળ્યું નથી.ગોવાના તમામ ધર્મોના લોકોનો ભરપુરુ સાથ મળ્યો.એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું હતું કે અમે ભલે નાના રાજ્ય છે પણ પર્યટકનો પ્રભાવ અહીં ખૂબ જ વધારે છે.
પોલીસ, સ્થાનિક વહીવટ, પર્યટક વિભાગની સાથે ગોવાના લોકોનો ઘણો સહયોગ મળ્યો.અહીંના લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરેક સલાહ સ્વીકારી. અહીં ઘણા બધા તહેવારો આવ્યા પરંતુ કોઈ પણ ધર્મના નાગરિકે કોઈ સમસ્યા ઉભી કરી ન હતી અને ધાર્મિક ગુરુઓનો પૂરો સહયોગ મળ્યો હતો.તેમણે કહ્યું,પ્રધાનમંત્રી એ જે લોકડાઉનની લક્ષ્મણરેખા દોરી છે તેનું આપણે 3 મે સુધી તેનું પાલન કરવું જોઈએ.ગોવામાં નિયમ પ્રમાણે થોડી છૂટછાટ આપી શકાય છે.અમે તેના પર વિચાર કરીશું.
18 માર્ચે પહેલો કોરોના પોઝીટીવ દર્દી મળી આવ્યો હતો.કોરોના વાયરસની શરૂઆત ગોવામાં 18 માર્ચે થઈ હતી દુબઈથી પરત આવેલા નેતામાં પ્રથમ સંક્રમણ મળ્યું હતું.3 એપ્રિલ સુધીમાં અહીં કોરોનાના સાત દર્દીઓ મળી આવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં કોઈ નવા કેસ આવ્યા નથી.15 એપ્રિલ સુધીમાં રાજ્યના છ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા હતા.છેલ્લા બાકીના દર્દીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો હતો.
દેશના પ્રથમ ગ્રીન ઝોન રાજ્ય બનવા માટેનો રસ્તો સાફ, આવી સ્થિતિમાં ગોવા માટે દેશનો પ્રથમ ગ્રીન ઝોન રાજ્ય બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા બી.એલ. સંતોષે પણ ટ્વીટ કર્યું હતું કે જો સરકારની યોજના પ્રમાણે બધુ ચાલે છે, તો 20 એપ્રિલ સુધીમાં ગોવા ગ્રીન ઝોનમાં જોડાનાર દેશનું પહેલું રાજ્ય બનશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પહેલાથી જ રાજ્યના દક્ષિણ ગોવા જિલ્લાને ગ્રીન ઝોન તરીકે જાહેર કરી દીધો છે.કોવિડ -19 ના કેસો આવતા નથી જેને ગ્રીન ઝોન તરીકે જાહેર કરી શકાય છે અને છૂટછાટ પણ કરી શકાય છે.