લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ફેલાઈ રહ્યો છે અને એવામાં કેરળની એક મહિલાનો રિપોર્ટ 19 વાર કોરોના પોઝિટિવ આવ્યો છે જેથી ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને આ મહિલાને માર્ચમાં ઇટાલીથી પરત આવેલા પરિવારથી ચેપ લાગ્યો હતો તેવું જાણવા મળ્યું છે અને ત્યાર પછી આ મહિલાની હોસ્પિટલમાં 42 દિવસથી સારવાર કરવામાં આવી રહી છે અને હાલમાં પણ તે હોસ્પિટલમાં છે.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ કેરળના પઠાણમથીટ્ટાની 62 વર્ષીય મહિલાનો 19 વાર કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને આ મહિલાને 10 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોંકાવનારી ઘટના બાદ ડોક્ટરો પણ વાયરસના જોખમી સ્વરૂપથી ચોંકી ગયા છે અને આ જિલ્લા મેડિકલ ઓફિસર ડો.એન. શીજા એવું કહે છે કે તેમાં ઘણાં લક્ષણો જોવા મળ્યાં નથી અને હાલમાં પણ તેમણે આ અંગે રાજ્યના મેડિકલ બોર્ડની સલાહ માગી છે તેવું કહેવાય છે.
અનેક લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે મહિલા.તેમજ આ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું હતું કે મહિલા ઓટોમેટિક છે અને અહીંયા પીડિત મહિલામાં અન્યને ચેપ લગાડવાની ક્ષમતા છે અને તેમજ તેમણે કહ્યું હતું કે ઘણી પ્રકારની મિશ્રિત દવાઓ આપવામાં આવી છે અને જો મહિલાના ટેસ્ટનું પરિણામ આગામી ટેસ્ટમાં પણ પોઝીટીવ આવે છે તો પછી તેણીને કોટ્ટયમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે.
ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે ઇટાલીથી પરત આવેલો આ પરિવાર 29 ફેબ્રુઆરીએ ત્રણ અઠવાડિયાની રજા પર આવ્યો હતો અને આ સમય દરમિયાન તેના પરિવારના અન્ય સભ્યોએ પણ ઘણી સમારોહમાં ભાગ લીધો હતો અને તેમજ એક અઠવાડિયા પછી પણ તેમણે ઘણા લોકોને સંક્રમિત કર્યા હતા તેવી જાણ થઈ છે.
ત્યારબાદ તેમાં નોંધપાત્ર વાત એ છે કે જેમાં 18 માર્ચે કોઝિકોડમાં દુબઇથી પરત ફરેલો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદથી જ આ વાયરસથી સંક્રમિત થયાના 29 દિવસ બાદ તે પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું અને તેમજ આવા કેસો સામે આવ્યા બાદ અહીંયા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે પણ જો કે કેરળમાં ચેપ ફેલાતો રોકવા માટે આ મહિલાને ક્વોરેન્ટાઇન સમય 14 દિવસને બદલે 28 દિવસ કરી દેવામાં આવ્યો છે.