લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ખૂબ જ પ્રસરી રહ્યો છે અને એવામાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને દેશમાં સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં પણ આ કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને એવામાં ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 11 હજારને પાર થઈ ગયો છે અને તેમજ જ્યારે 377 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને હાલમાં પણ જેનો આંકડો વધતો જ જાય છે તેમજ દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે અને આવા સમયમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે ઘરમાં રહેવા ઉપરાંત પણ લોકો ઘણા ઉપાયો અજમાવી રહ્યા છે.
અને બહાર નીકળતા નથી આ મુજબ કોરોનાના સંકટ વચ્ચે લોકોના મનમાં ઘણા સવાલો પેદા થઈ રહ્યા છે અને લોકો કોરોનાથી બચવા ઘણા પ્રયત્નો કરે છે તેમજ જેના જવાબ એમ્સના ડાયરેક્ટરે આપ્યા છે.તેમજ જણાવવામાં આવ્યું છે કે ખાનગી મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં દિલ્હી સ્થિત એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ લોકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા છે અને ત્યારબાદ જણાવ્યું છે કે હાલમાં ગરમી શરૂ થઈ ગઈ અને આવા સમયમાં લોકોને એ સવાલ મૂંઝવી રહ્યો છે કે કાર અથવા ઘરમાં AC ચલાવવાથી કોરોનાના સંક્રમણનું જોખમ વધે છે આવો સવાલ પૂછવામાં આવ્યો હતો.
ત્યારબાદ ડૉ.રણદીપ ગુલેરિયાએ એવું જણાવ્યું છે કે AC ચલાવવા સામે જોખમ ત્યારે ઊભું થાય જ્યારે ક્રોસ વેન્ટિલેશન થતું હોય છે અને એવામાં જો તમારા ઘરમાં વિન્ડો એસી હોય તો હવા માત્ર તમારા રૂમ પૂરતી જ સીમિત રહેશે અને આ રીતે તમે AC નો ઉપયોગ કરી શકો છો.એટલે જ વિન્ડો એસી કાર કે રૂમમાં ચલાવવાથી કોઈ સમસ્યા થતી નથી પણ ત્યારબાદ જણાવ્યું હતું કે સેન્ટ્રલ એસીથી સંક્રમણ થવાનો ખતરો રહે છે તેની ખાસ નોંધ લેવી.
તેમજ આ ડૉ.ગુલેરિયાએ આગળ એવું પણ જણાવ્યું છે કે આ સેન્ટ્રલ એસીની હવા દરેક રૂમમાં જાય છે અને બીજા રૂમમાં કે ઓફિસના કોઈ ભાગમાં કોઈ સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય તો એસીની હવા દ્વારા ઈન્ફેક્શન એક રૂમમાંથી બીજા રૂમમાં ફેલાઈ શકે છે અને આવી રીતે તમે તકલીફમાં ફસાઈ શકો છો જેનાથી તમે પણ સંક્રમિત થઈ શકો છો અને જો વિન્ડો એસી કોઈ એક જ રૂમમાં લાગ્યું હોય તો તેને ચલાવવામાં વાંધો નથી કારણ કે તે AC માંથી 1 જ રૂમમાં હવા ફરવાની છે.
ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ સેન્ટ્રલ એસીથી સંક્રમણ ફેલવાનો ખતરો હોઈ શકે છે અને ત્યારે જ ડૉક્ટરે પણ જણાવ્યું છે કે ઘણી એવી હોસ્પિટલોમાં જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલતી હોય ત્યાં સેન્ટ્રલ એસી કાઢીને વિન્ડો એસી લગાવવામાં આવી રહ્યા છે જેના કારણે કોઈ સંકમિત ન થાય. જેમ જેમ ગરમી વધશે તેમ-તેમ ડૉક્ટરો માટે કોરોનાના દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ બનશે કારણ કે હાલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ પીપીઈ કિટ પહેરે છે અને જેમણે ગરમીમાં આ સૂટ પહેરીને એસી વિના દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ સાબિત થઈ શકે છે અને જણાવ્યું છે કે એટલે જ આ વિન્ડો એસી લગાવવું જરૂરી બને છે.