લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે કોરોના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે.વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં બે લાખ છ હજાર 990 લોકોના મોત થયા છે. 29 લાખ 94 હજાર 731 સંક્રમિત છે, જ્યારે આઠ લાખ 78 હજાર 792 લોકો સાજા થઈ ચૂક્યા છે.અને જો ભારત ની વાત કરીએ તો દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28,071 થઈ ગઈ છે.અને એમાં 884 લોકો ના મોત થયા છે.
અને જો મુંબઇ ની વાત કરીએ તો અહીં કોરોના પોઝીટિવ ના કેસ સતત વધી રહ્યા છે અને માટે મુશ્કેલીઓ વધુ વધવાની છે. કેન્દ્ર સરકારની અસેસમેન્ટ ટીમે શહેરમાં 15મે સુધીમાં 75000 કેસની ધારણા વ્યકત કરી છે. આ દ્રષ્ટિથી મેનું ત્રીજું સપ્તાહ મુંબઇ માટે ખૂબ જ પડકારજનક રહી શકે છે. ત્યાં બીએમસીએ તેનાથી ઉકેલ મેળવવા માટે ત્રણ આક્રમક યોજનાઓ બનાવી છે.
હાલમાં મુંબઇમાં છેલ્લાં સાત દિવસમાં મુંબઇમાં કોરોનાના કેસ બમણા થવાનો દર સાત દિવસ છે.આ મહિનાની શરૂઆતમાં આ દર 3.1 દિવસ હતો જ્યારે આખા દેશમાં કોરોના કેસના બમણા થવાનો દર 9.1 દિવસ છે. કોરોનાના કેસ બમણા થવાના આધારિત કેન્દ્રીય ટીમના અનુમાન પ્રમાણે 75000 કેસમાંથી 63 હજાર કેસ લક્ષણ વગરના હશે જ્યારે 12000 કેસ લક્ષણવાળા જોવા મળશે.એવી ધારણા વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે મુંબઇમાં 80 ટકા કોરોના પોઝીટિવ ના કેસ લક્ષણ વગરના છે મનીષાએ કહ્યું કે તેની સાથે જ લક્ષણવગરના દર્દીઓ માટે વધુ કોવિડ-19 હોસ્પિટલ ખોલવાની જરૂર છે.આપને જણાવી દઇએ કે મુંબઇમાં અત્યારે 80 ટકા કોરોના દર્દી લક્ષણ વગરના છે.
વધુ માં એમને આ સાથે જણાવ્યું 350 બીએમસી સ્કૂલોની પણ ક્ષમતા વધારીને ત્યાં 35 હજાર આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવશે. આ સિવાય વેડિંગ હોલ અને જિમમાં 20 હજાર બેડને સ્ટેન્ડબાય રાખવામાં આવશે. રવિવારે ગોરેગાંવમાં NESCO એક્ઝિબિશન સેન્ટરમાં ઓક્સિજન સુવિધા ધરાવતા 100 બેડ તૈયાર કરવામાં આવશે.5 મે સુધીમાં વધારાના 1240 બેડ મૂકવામાં આવશે. આ સિવાય બીએમસી હોસ્પિટલોમાં પણ સુવિધા વધારવામાં આવશે.
અહીં હાલ માં 8000 થી વધુ કોરોના ના કેસ છે.અને અહીં સતત કેસ વધી રહ્યા છે.અને 191 લોકો ના મોત થયા છે.