કોવિડ-19: કોરોના ને લઈને સારા સમાચાર,પ્લાઝમા થેરાપી થી ત્રણ મૂળ ભારતીયો USમાં સાજા થઈ રહ્યા છે,જાણો વિગતવાર…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે, શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે, તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.કોરોનાથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે ત્યારે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે.તાજેતરમાં ત્રણ ભારતીય અમેરિકીઓ નવી ટ્રીટમેન્ટના કારણે કોરોનાથી સાજા થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.સ્થાનિક હોસ્પિટલ દ્વારા કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરાપી દ્વારા કોરોનાથી સાજા થયેલા લોકોના બ્લડ પ્લાઝમા આ ત્રણ દર્દીઓમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યા હતા. તેને પગલે જ આ દર્દીઓની હાલતમાં સુધારો જણાયો હતો.ઉલ્લેખનીય છે કે હજી સુધી કોરોનાની રસી શોધાઈ નથી અને આગામી સમયમાં પણ કેટલા સમયમાં રસી શોધાશે તે નક્કી નથી.આ સંજોગોમાં ટેક્સાસ અને તેની આસપાસના વિસ્તારોમાં ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો દ્વારા અનોખી સારવાર પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.આ પ્લાઝમા થેરાપી આમ તો જૂની જ છે પણ હાલમાં તેને ફરીથી અમલમાં મુકાઈ છે.આ ટેક્નિક સંપૂર્ણ અસરકારક જ સાબિત થશે તેવો દાવો કરાયો નથી પણ પ્રાથમિક તબક્કે ત્રણ દર્દીઓની સ્થિતિમાં સુધારો થયો છે તે હકારાત્મક બાબત છે.શું છે કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરાપી.કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરાપીમાં જે દર્દીઓ કોરોનાથી સાજા થયા છે તેમના લોહીમાં રહેલા પ્લાઝમાને અલગ તારવીને કોરોનાથી પીડાતા દર્દીમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે.તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પ્લાઝમાના કારણે ભૂતકાળમાં જે દર્દી સાજો થયો તેની જ મદદથી વર્તમાન દર્દીના પ્લાઝમા જોડાઈ જાય અને રોગપ્રતિકારક શક્તિ ઝડપી વધી જાય. આ રીતે કોરોનાનું ઈન્ફેક્શન વધતું અટકાવી શકાય અને અન્ય દર્દી પણ સાજા થઈ જાય. એન્ટિબોડીઝ કે રોગપ્રતિકારક તત્ત્વો કે જે લોહીમાં રહેલા પ્રોટીન છે તેઓ બેક્ટેરિયા અને વાઈરસ સામે લડતા હોય છે.કોરોના જેવા સંજોગોમાં જ્યાં સારવાર માટે રસી શોધાઈ નથી ત્યારે ડોક્ટર્સ અને સાયન્ટિસ્ટ દ્વારા કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરાપીને યોગ્ય માનવામાં આવી રહી છે.સંશોધનમાં ભારતીય નાગરિક પણ જોડાયેલા છે બેયલર કોલેજ ઓફ મેડિસિનમાં તાજેતરમાં જ પાંચ લોકો ઉપર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.આ હોસ્પિટલ અને એકેડેમી ઈન્ટિગ્રેશનના વાઈસ પ્રેસિડેન્ટ તથા એકેડેમિક અફેર્સના એસોસિયેટ ડીન અશોક બાલાસુબ્રમણ્યમ પણ આ સંશોધનમાં જોડાયેલા છે.મૂળ ભારતીયનું પણ સંશોધનમાં મહત્ત્વનું યોગદાન છે. તેમણે જણાવ્યું કે પાંચ લોકો ઉપર કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તમામની તબિયત સ્થિર છે.આ એકેડેમીને ક્લિનિકલ ટેસ્ટિંગ માટે પરવાનગી આપવામાં આવી હોવાની અને આગામી અઠવાડિયામાં વધુ સંશોધન શરૂ થવાની વાતો પણ ચર્ચામાં આવી છે.આ થેરાપી દ્વારા મૂળ ભારતીય આઈટી પ્રોફેશન રોહન બાવડેકર, લવાન્ગા વેલુસ્વામી તથા સુશ્માસિંહની સારવાર કરવામાં આવી હતી અને તેમની તબિયતમાં સુધારો જણાઈ રહ્યો છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleકોવિડ -19: ગુજરાતમાં કોરોના નથી તેવા 14 જિલ્લામાં 3 દિવસમાં કરવામાં આવશે રેન્ડમ ટેસ્ટ,જાણો કેવી રીતે કરવામાં આવશે..
Next articleપતિ પોતાની પત્ની સાથે સંમતિ વિના સેક્સ કરે છે તો શું એ રેપ કે બળાત્કાર કહી શકાય,જાણો શુ કહે છે કાયદો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here