કોવિડ-19:જાણો ડાર્ક વેબ પર કેમ વેચવામાં આવી રહ્યું છે કોરોના થી સાજા થયેલ લોકો નું લોહી,કારણ જાણીને દંગ રહી જશો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ડાર્ક વેબ પર કોરોના વાયરસના નામ પર થઈ રહી છે છેતરપિંડી,,વેક્સિંગ પણ વેચવાનો દાવો કરી રહ્યા છે લોકો.covid -19 ને શોધનાર ડિટેક્ટર્સની પણ થઈ રહ્યું છે વેચાણ,એક.હજાર ડૉલરમાં ટેસ્ટ કીટ.ડાર્ક વેબની માર્કેટમાં કોરોના વાયરસથી રિકવર થઈ ચૂકેલા દર્દીના લોહીનો ભાવ 10.86 રૂપિયા લીટર.કોરોના વાયરસની મહામારી એ ડાર્ક વેબ પર કેટલીક એવી વસ્તુઓનું વેચાણ શરૂ કરી દીધું છે જે અહીંયા ક્યારેય પણ નથી થઈ.ત્યાં ડિટેક્ટર્સથી લઈને કોરોના વેક્સિંગ પણ વેચવામાં આવે છે.એટલું જ નહીં ચોરી ચોરી સાજા થયેલા દર્દીઓનું લોહી.પણ વેચવામાં.આવે છે.AGRTHAનામની એક ડાર્ક વેબ માર્કેટ પર કોરોના વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી માટે રિકવર્ડ પેશન્ટનું પ્લાઝ્મા લિસ્ટેડ છે.તેના સેલર એ 25ml પ્લાઝ્માથી શરૂઆત કરી હતી.પછી 50ml,100ml,500ml ના પેકેટ્સ પણ લિસ્ટ કર્યા.હવે તે 2.036 બીટકવાઇન્ટ્સ (10.86લાખ રૂપિયા)માં એલ.લીટર લોહી વેચવાનો દાવો કરી રહ્યા છે.

કેમ વેચવામાં આવી રહ્યું છે લોહી.કોરોના વાયરસ જેવી મહામારીથી બચવા માટે પ્લાઝ્મા થેરેપી એક ઉમ્મીદ બનીને ઉભરી આવી છે.રિસર્ચરસ ને ભરોસો છે કે COVID – 19થી સાજા થયેલા દર્દીઓની જિંદગી બચાવી શકાય છે.જે દર્દી એકવાર કોરોના સંક્રમણથી સાજો થઈ જાય છે એના શરીરમાં એન્ટીબોડી ડેવલોપ થાય છે.આ એન્ટીબોડી તેને ઠીક કરવામાં મદદ કરે છે.એવો વ્યક્તિ રક્તદાન કરે છે.તેના લોહીમાંથી પ્લાઝ્મા નીકળી જાય છે અને પલાઝમમાં હાજર એન્ટીબોડી જ્યારે કોઈ બીજા દર્દીમાં નાખવામાં આવે છે ત્યારે તે તેને ઠીક કરવામાં મદદ કરે છે.એક.વ્યક્તિના અંદરથી નીકળેલ પ્લાઝ્માની મદદથી બીજા એક વ્યક્તિની સારવાર સંભવ છે.કોરોના નેગેટિવ આવ્યા પછી 2 અઠવાડિયા પછી તે રક્તદાન કરી શકે છે.

ડાર્ક વેબ પર કોરોના વિશે સંબધિત શું.સેફ્ટીફર્સ્ટ2020 નામનો સેલર કોરોના એન્ટિવાયરસ ડિટેક્ટીવ ડિવાઇસ વેચી રહ્યો છે.કોરોના વાયરસ વેક્સીન પણ 0.065 બિટકોઇન્સ (રૂ. 34,751) માં વેચાઇ રહી છે. પેક્સ રોમાના નામની સાઇટ પર રિકવરીની વધુ સારી તક માટે 20 કેપ્સ્યુલ્સનું પેકેટ $ 43 ( 3,291 રૂપિયા) માં ઉપલબ્ધ છે.આ ઉપરાંત, ક્લોરોક્વિન (કોવિડ -19 માં ઉપયોગમાં લેવામાં આવતા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનું ઓછું ઝેરી સ્વરૂપ) અને ફેવિપિરાવીર (જાપાનમાં ફ્લૂ સામે વપરાયેલી એન્ટિ-વાયરલ દવા) પણ સેલ માટે છે. તેમના ભાવો રૂપિયા 23,000 થી 1.5 લાખની વચ્ચે છે.

છેતરપિંડી છે આ બધું  સાવચેત રહો.જ્યારે ડાર્ક વેબ પર મોટાભાગના લોકો તેમનું વચન પૂરું કરે છે, કોવિડ -19 સાથે સંકળાયેલ વ્યવસાય મુખ્યત્વે છેતરપિંડી છે.ત્યાં વેચાયેલી વસ્તુઓ, જેમ કે કોવિડ -19 રસી, હજી સુધી તૈયાર નથી થઈ.હમણાં સુધી ડીપ વેબના બજારોમાં ફક્ત દવાઓ, ડેટા અને બનાવટી ઓળખપત્રો વેચાયા હતા.પરંતુ કોરોના ફાટી નીકળવાના કારણે સપ્લાય ચેન તૂટી ગઈ અને ધંધાને નુકસાન થયું હતું.આવી સ્થિતિમાં ઘણા વિક્રેતાઓએ એવી શરત ઉમેરી છે કે ડિલિવરીમાં ઘણો સમય લાગી શકે છે.ઘણા વેચાણકર્તાઓએ છેતરપિંડીનો રસ્તો અપનાવ્યો છે.

આવા વેચાણકર્તાઓ પર પ્રતિબંધ લગાવી શકાય છે.ડીપ વેબ પર રેડિટિટ જેવી સાઇટમાં, કોરોના છેલ્લા કેટલાક અઠવાડિયાથી જોરદાર ચર્ચામાં છે.વપરાશકર્તાઓ તે સ્થાનો વિશે પૂછે છે જ્યાં માલ ખરીદવો સલામત છે.એક આખું બજાર બનાવવામાં આવ્યું છે જે માલ વેચે છે પણ જે પહોંચાડી શકતી નથી. ઉદાહરણ તરીકે, કોરોના વાયરસ ટેસ્ટ કીટ એક હજાર ડોલરમાં વેચાઇ રહી છે.વેબ સંશોધનકાર ક્રિસ મોંટેરોના જણાવ્યા અનુસાર નિયમ પ્રમાણે ડાર્ક વેબ બજારોમાં હંમેશાં કૌભાંડો થાય છે તેવી કેટેગરીઓ પર પ્રતિબંધ મુકે છે.આવા જ એક બજાર, વ્હાઇટ હાઉસ માર્કેટે હોમપેજ પર લખ્યું છે કે કોરોના વાયરસની સારવારની જાહેરાતોને નકારી કાઢવામાં આવશે અને વિક્રેતાઓ પર પ્રતિબંધ લગાવી શકાય છે.

Previous articlePM મોદી અને રાહુલ ગાંધીનો 1 દિવસ નો ખાવાનો ખર્ચ આટલો થાય છે.આટલું અંતર છે એમનામાં,જાણીને વિશ્વાસ નહીં કરો…
Next articleટ્રાફિક રુલ તોડનાર મહિલાએ દંડ થી બચવા પોલીસને કરી સેક્સ ની ઓફર,જાણો પોલીસે શુ કહ્યું….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here