લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે ઘણા દેશો માં કોરોના એ કહેર વરસાવ્યો છે વિશ્વભરમાં કોરોના ના 25.57 લાખ કેસ નોંધાયા છે.અને 1.70 લાખ લોકો એ જીવ ગુમાવ્યો છે.અને 6 લાખ 90 હજાર 445 દર્દીઓ સાજા થયા છે.અને ભારત ની વાત કરીએ તો દેશ આ દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 20,333થઈ ગઈ અને 652 લોકોના મોત થયા છે.દેશમાં સતત કોરોના ના કેસ ખૂબ ઝડપ થી વધી રહ્યા છે.દેશ માં લોક ડાઉન હોવા છતાં કેસ ખૂબ ઝડપ થી વધી રહ્યા છે.એવામાં દિલ્લીથી સારા સમાચાર આવી રહ્યા છે.દિલ્લીમાં કોરોના દર્દીઓનીસંખ્યા ભલે વધી રહી હોય પણ આ વચ્ચે રાહતના એ સમાચાર આવી રહ્યા છે કે દિલ્લીમાં સાજા થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.દિલ્લીમાં બુધવારે સવાર સુધી 2186 કેસ હતા એમાં 611 લોકો અર્થાત 28 ટકા લોકો સાજા થયા છે.
આ વાતની જાણકારી દિલ્લી આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આપ્યા છે.દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 75 નવા કેસ આવ્યા છે પરંતુ તેનાથી ડબલ કરતાં પણ વધારે લોકો છેલ્લા 24 કલાકમાં સાજાથઈને પોતાને ઘરે પહોંચ્યા છે.હજુ સુધી કોઈ એ જાણી શક્યું નથી કે આ બન્યું કેવી રીતે કારણે કે બીજા પણ રાજ્યો માં લોક ડાઉન છે અને દિલ્લી માં પણ.દિલ્લી માં બુધવાર સુધી કોરોનાના 2186 કેસ સામે આવ્યા હતા.એમાં મંગળવારે 75 નવા કેસ હતા.કુલ કેસમાંથી 611 લોકો સાજા થયા છે.
છેલ્લા 4 દિવસમાં રોજ દિલ્લીમાં કોરોના દર્દીઓની રિકવરી દર વધ્યો છે.દિલ્લીમાં હવે રીકવરી દર સતત 3થી વધીને 28 ટકા સુધી થઈ ગયો છે.દેશમાં મંગળવારે કુલ રિકવર થયેલા કેસોમાં 21.55 ટકા રહ્યો.જ્યારે દિલ્લીમાં એનાથી 6 ટકા વધારે રિકવરી દર રહ્યો છે.દિલ્લીમાં કુલ રિકવર થનારા દર્દીઓની સંખ્યા 611 પર પહોંચી છે.મંગળવારે સૌથી વધારે 180 લોકો સાજા થયા છે.જે દિલ્લી માટે ખૂબ જ સારી ખબર છે.આનાથી હોસ્પિટલોમાં પ્રેશર પણ ઓછું થયું છે.છેલ્લા ચાર દિવસમાં સાજા થનારની સંખ્યા 538 પર પહોંચી છે.
18 એપ્રિલે 134 લોકો, 19 એપ્રિલે 83 લોકો, 20 એપ્રિલે 141 લોકો અને સૌથી વધારે 21 એપ્રિલે 180 લોકો સાજા થયા છે.મંગળવાર સુધી દિલ્લીમાં 1498 કેસ હતા.તેમાં 513 દર્દીઓની સારવાર જુદી જુદી હોસ્પિટલોમાં થઈ રહી છે.જ્યારે 772 દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.હજુ દિલ્લીમાં 11074 સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે.હાલ દિલ્લી માં 27 લોકો આઈસીયુમાં અને 5 વેન્ટિલેટર પર છે.જો ગુજરાત રાજ્ય ની વાત કરીએ તો રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં નવા 94 કેસ નોંધાયા છે.
આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2272 થઇ છે. જેમાંથી 2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે અને 13 દર્દી વેન્ટિલેટર પર છે.નવા કેસોમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયો છે.રાજ્યમાં આજે પાંચ નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે.પાંચ દર્દીઓને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે આ સાથે રાજ્યમાં કુલ 144 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે આમ જોવા જઈએ તો દેશ માં સતત કેસ વધી રહ્યા.