લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
એક મીડિયા રિપોર્ટ અનુસાર નિષ્ણાતોએ શોધી કાઢયું છે કે વ્યક્તિના વીર્યમાં કોરોના વાયરસ જોવા મળ્યો નથી.જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક પ્રાથમિક અભ્યાસ છે પરંતુ પરિણામ સારા છે.વિજ્ઞાનનિકોએ જણાવ્યું હતું કે જો કોરોના જાતીય રોગ થતો હોત.તો તેનાથી બચવા માટે મોટા પગલાં લેવામાં આવ્યાં હોત.આનાથી પુરુષોના સ્વાસ્થ્યને પણ અસર થઈ હોત.કોરોના ની દવા મળી નથી.ચીન અને અમેરિકાના નિષ્ણાંતોએ મળીને આ અભ્યાસ કર્યો છે.તેઓ એબોલા અને ઝિકા વાયરસની જેમ કોરોના જાતીય રીતે સંક્રમિત થયા છે તે જોવા માગે છે.
આ અભ્યાસ માટે 34 ચીનના માણસોના નમૂના લેવામાં આવ્યા હતા.જોકે તેમાં કોરોનાના કોઈ પુરાવા મળ્યા નથી. વિજ્ઞાનનિકોએ કહ્યું કે જો પુરુષોમાં વીર્યની રચનાના સ્થળ પર અસર થાય તો કોરોના જીવલેણ બની શકે છે.
ચાઇનામાં 4000 થી વધુ મૃત્યુ.વિશ્વભરમાં 2,830,082 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે જ્યારે 197,246 લોકોનાં મોત નીપજ્યાં છે.
યુ.એસ.માં સૌથી વધુ ચેપ 925,038 લોકો છે અને 52,185 લોકો મૃત્યુ પામ્યા છે.તે જ સમયે 82,816 લોકો ચીનમાં કોરોના પોઝિટિવ મળ્યાં છે અને 4,632 લોકોનાં મોત નીપજ્યાં છે.