લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઘણી વખત રસોઈ બનાવતી વખતે અથવા તો કોઈ પણ ગરમ વસ્તુ પકડતા ચામડી દાઝી જવાય છે અને જો વધારે દઝાઈ ગયું હોય તો તેના ડાઘ ચામડી પર બની રહે છે. જેના કારણે નીશાન છે તે કાયમ માટે રહી જાય છે. અને સરળતાથી જતા નથી. બળેલી ચામડી ને દુર કરવા માટે આપણે ઘણા બધા ક્રીમનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ ઘણી વખત કોઈ પણ ક્રીમ કામ આપતા નથી અને ડાગા દૂર થતા નથી. આજે અમે તમને એક એવો ઘરેલું ઘરેલૂ ઉપાય વિશે બતાવાના છીએ કે, જેના દ્વારા તમે જૂના દાઝી ગયેલા ડાઘાને દૂર કરી શકો છો.
જ્યારે પણ ચામડી દાઝી હોય છે ત્યારે તેના નિશાન રહી જાય છે અને તે ખૂબ જ ખરાબ દેખાતા હોય છે. તમે જૂના દાઝી ગયેલા ડાઘને દૂર કરવા માટે ટમેટા અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. લીંબુ અને ટામેટાને રસ કાઢી અને જે જગ્યા પર દાઝ્યાના નિશાન હોય ત્યાં પંદરથી વીસ મિનિટ સુધી ઘસો. આવો ચારથી પાંચ દિવસ સુધી કરવાથી દાઝેલાના ડાઘા દૂર થઈ જશે.
મેથીના નો પાવડર પણ દાઝ્યાના ડાઘને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે જે ત્વચામાં રહેલા ચામડીના ડાઘ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. જે જગ્યાએ નિશાન પડી ગયા હોય તે જગ્યાએ મેથી પેસ્ટ લગાવવાથી ધીમે ધીમે નિશાન આછા થઇ જશે.
આ ઉપરાંત દાઝેલાના ડાઘને દૂર કરવા માટે બદામનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે નારિયેળ તેલમાં વિટામિન એ અને ફેટી એસિડ હોય છે. જેના કારણે જૂનામાં જુના નિશાનને દૂર કરવામાં સરળતા મળે છે નાળિયેર તેલને દાઝ્યાના ડાઘા પર રોજ રોજ લગાવવાથી આ નિશાન દૂર થઈ જાય છે.
બટાટાની છાલ પણ આ નિશાન દૂર કરવા માટે એક રામબાણ ઈલાજ ગણવામાં આવે છે. બટાકા ની છાલ ને જે જગ્યા પર નિશાન હોય ત્યાં ધીમે ધીમે ઘસો, થોડા દિવસ આ પ્રયોગ કરવાથી ડાઘા ધીમે ધીમે આછા થઈ જશે અને ત્વચા પણ નીખરશે.
આ ઉપરાંત જ્યારે પણ આપણે અચાનક કોઈ ગરમ વસ્તુ અડી જઈએ કે દાઝી જઈએ તો તરત જ મીઠું અને દૂધની મલાઈ લગાવી દેવી જોઈએ, જેના કારણે બળતરા થતી નથી અને અને નિશાન પણ પડતા નથી.