લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કહેવત છે ને માનવ સેવા એજ પ્રભુ સેવા. ઘણા બધા એવા લોકો હોય છે કે જે લોક સેવા કરીને ખુબ જ આનંદ મેળવતા હોય છે. આવા જ એક સમાજ સેવક ડોક્ટરની વાત આજે આપણે જાણીશું કે એક એવા ડોક્ટર વિશે કે જે માત્ર ને માત્ર એક રૂપિયામાં કેન્સર, પથરી, લકવા, ડાયાબિટીસ, નિસંતાન દંપતી, સફેદ કોઢ વગેરે નો ઈલાજ માત્રને માત્ર એક રૂપિયામાં જ કરે છે.
રાજપીપળામાં રહેતા ડોક્ટર દમયંતીબા પ્રદીપસિંહ સિંધા નેચરલ થેરાપી અને જડીબુટ્ટીઓ દ્વારા કેન્સર નો ઈલાજ માત્ર ને માત્ર એક રૂપિયામાં કરે છે. તેના આ ઉદાર કામને કારણે તેને જીનીયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
દમયંતી બા દરેક કાર્ય ખૂબ જ ઉત્સાહપૂર્વક કરે છે, અને તેમના પતિ પ્રદિપસિંહ સિંધા એ પણ તેના આ કામમાં સાથ સહકાર આપે છે. દમયંતીબા અત્યારે ગુજરાત રાજ્ય ના યોગ પ્રચાર અને પ્રસારના કાર્ય પણ કરી રહ્યા છે, પણ દરેક લોકો કેવી રીતે નિરોગી થાય તેનો માટે તેઓ ઘરે ઘરે જઈને યોગ નું પ્રવર્તન કરી રહ્યા છે. તેની આ જડીબુટ્ટી ની દવા માટે લોકો દેશ વિદેશમાંથી આવે છે અને તે સારા પણ થઈ જાય છે. કેન્સર જેવી ઘાતક બિમારી માં પણ તમે માત્ર ને માત્ર એક રૂપિયામાં આપે છે.
દમયંતી બા આ સામાજિક કામ કરવાથી ઘણા બધા સન્માનિત પણ મળ્યા છે. દમયંતી બા છેલ્લા દસ વર્ષથી બાળકને મફત ટીપા પીવડાવે છે. જેના કારણે બાળકનો શારીરિક, માનસિક અને બૌધિક વિકાસ થાય અને તે તંદુરસ્ત રહે.
દમયંતીબા જન સેવા એ જ પ્રભુસેવા માનીને દરેક લોકોનો ખૂબ જ પ્રેમ અને લાગણી થી ઈલાજ કરે છે નર્મદા જિલ્લા માં દમયંતી બા ખુબજ જાણીતા છે.