દરરોજ સવારના નયણાં કોઠે ખાઈ લો ચાર ખજૂરની પેચી,પછી શરીરમાં જે થશે એ જાણીને નહીં થાય વિશ્વાસ,જાણી લો ફાયદા….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.ખજૂરનો ઉપયોગ ફળ અને સુકા મેવા એમ બને તરીકે કરવામાં આવે છે. આજકાલ બજાર માં ખજુરની અનેક પ્રકારની વેરાયટીઓ મળે છે. આના કારણે જ તેના ભાવમાં પણ ઘણો ફેરફાર પણ જોવા મળે છે. રમજાન મહિના માં મુસ્લિમ બિરાદરી ના લોકો પોતાના રોજા ખજૂર ખાઈને જ ખોલે છે. કારણ કે ખજુર તુરંત ઉર્જા અને શક્તિ આપનાર ફળ છે. તેના સેવનથી આપણા શરીરને નવી ઊર્જા અને શક્તિ મળે છે.

હાલ તમને બજાર માં વિવિધ પ્રકાર ની ખજુર જોવા મળે છે. આ ખજૂર ભારત ના આયુર્વેદિક શાસ્ત્ર મુજબ તેમજ અત્યાર ના વિજ્ઞાનિક મત મુજબ ઘણા લાભ આપે છે. આ ખજૂર ખાવા થી માનવ શરીર મા થતા ડીહાઇડ્રેશન જેવી તકલીફ થતા અટકાવે છે તેમજ રાહત અપાવે છે. આ ખજુર ના સેવન થી શારીરિક નબળાઈ દુર થાય છે. તો આજ ના આ આર્ટીકલ મા ચાલો જાણીએ આ સિવાય ના અઢળક ફાયદાઓ વિષે.

તાજો ખજૂર ખૂબ નરમ હોય છે. તે ખાવાથી ઝડપથી પચી પણ જાય છે. તેમાં ગ્લૂકોઝ હોય છે અને આપણા શરીરને તે શક્તિ આપે છે. ખજૂર ઠંડી ઋતુમાં ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં ખુબ મદદ કરે છે. ખજૂર ખવાથી અનેક ફાયદાઓ થાય છે. પરંતુ તેને જો યોગ્ય રીતે ખાવામાં ન આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે.જે વ્યક્તિઓ ને પેટ સંબંધિત તકલીફો રેહતી હોય તેમજ અવારનવાર કબજિયાત ની પીડા થી પરેશાની અનુભવતી હોય તેવા વ્યક્તિઓ માટે આ ખજૂર નું સેવન અત્યંત લાભદાયી સાબિત થઇ શકે છે. આ માટે નિત્ય સવાર ના સમયે નયણાં કોઠે ખજૂર ની ચાર થી પાંચ પેહિયો આરોગવા થી માનવ શરીર ના પેટ ની અંદર આતર મા ચોટેલી ગંદગી સાફ થાય છે.

આ સિવાય જે માણસો સાંધા ના દુખાવા થી પીડાય રહ્યા હોય છે તેમને નિયમિત દૂધ સાથે ખજૂર ભેળવીને પીવા ની ટેવ પાડવી જોઈએ. જેથી સાંધા ની પીડા મા રાહત થાય છે. આ સાથે દૂધ મા એક ચમચી જેટલું ઘી પણ ઉમેરી ને આરોગી શકાય છે.જે વ્યક્તિઓ ને રક્ત ની ઉણપ જેવી તકલીફ રેહતી હોય છે તેમને ૨૧ દિવસ સુધી નિરંતર સવાર ના સમયે પાંચક ખજૂર નુ સેવન કરવું જોઈએ. આ રીતે ખજુર ના સેવન થી થોડા જ સમય મા રક્ત મા લોહતત્વ ની ખામી દુર થાય છે અને શરીર માં હિમોગ્લોબીન ની માત્રા મા વધારો થાય છે.

જે નાના બાળકો નો શારીરિક વિકાસ અટકી ગયો છે અથવા તો જેવો વિકાસ થવો જોઈએ તેવો અનુભવાતો નથી તો તેવા બાળકો ને નિયમિત ૧૦ ગ્રામ ભાત ના પાણી સાથે ખજૂર ને વાંટી ને ખવડાવવા મા આવે તો ઘણો લાભ થાય છે અને થોડા જ સમય મા બાળક નો અટકી ગયેલો શારીરિક વિકાસ મા પરિવર્તન જોવા મળે છે.જે વ્યક્તિઓ શારીરિક રીતે ઘણા નિર્બળ દેખાતા હોય તેમને નિયમિત નયણાં કોઠે ચાર થી પાંચ ખજૂર ખાવા જોઈએ. જેથી થોડા જ સમય માં તેમના શરીર મા પરિવર્તન આવતું જણાશે અને તેમની શારીરિક નબળાઈઓ દુર થતી જણાશે.

જે માણસો ને આળસ તેમજ થાક નો સતત અનુભવ થતો રેહતો હોય તેમને પણ નિયમિત આ ખજૂર નું સેવન કરવું જોઈએ. કેમ કે આ ખજુર મા રહેલા વિટામિન્સ એ તેમજ સી સાથે બીજા ઘણા પોષકતત્વો શરીર ની ઇમ્યુનીટી ને વધારવા મા મદદરૂપ થાય છે.આ સિવાય ખજૂર નુ સેવન માનવ શરીર ના હાડકાઓ ને પણ મજબૂત બનાવવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આ ખજુર સાથે દૂધ નુ સેવન શરીર મા કેલ્શિયમ ની ઉણપ ને દૂર કરી હાડકાઓ ને મજબૂતાઈ પ્રદાન કરે છે.

આ સાથે ખજૂર મા મળી આવતા ગ્લુકોજ, ફ્રૂક્ટોઝ તેમજ સુક્રોઝ ના તત્વો માનવ શરીર મા તરત શક્તિ નો સંચાર કરે છે જેથી માનવ શરીર મા ડીહાઇડ્રેશન ની તકલીફ પણ દુર થાય છે અને શરીર પુનઃ કાર્યરત થાય છે. આ સિવાય ખજૂર મા મળી આવતા પોટેન્શિયમ તેમજ અમુક અંશે મળતા સોડિયમ ના તત્વો માનવ શરીર ની નર્વસ સીસ્ટમ ને સારું કાર્ય કરવામા મદદરૂપ થાય છે.ખજૂરમાંથી પોટેશિયમ મળી રહે છે. તેને ખાવાથી શરીરનું બ્લડ પ્રેશર કાબુમાં રહે છે. ખજૂરના સેવનથી હાર્ટએટેક, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે.

ખજૂરમાં આયરનનો ભરપુર માત્રામાં મળે છે. જો શરીરમાં હિમોગ્લોબિનની ખામી હોય તો રોજ દૂધ સાથે ખજૂર ખાવો જોઈએ.કબજિયાત ની સમસ્યા દૂર કરવા માટે પણ ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં ફાયબરની માત્ર ભરપુર હોય છે. તેથી કબજિયાત અને પેટની સમસ્યાઓ દૂર થાય છે. રોજ સવારે ખાલી પેટ ખજૂરનું સેવન કરવાથી અનેક ફાયદાઓથાય છે.

ખજૂરમાં શુગર, પ્રોટીન તેમજ વિટામિન પણ હોય છે. તે આપણા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની કમીને દૂર કરે છે. તેનાથી શરીરને પોષણ પણ મળે છે. માટે રોજ દૂધ સાથે ખજૂર ખાવો જોઈએ.ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી બાળકને થતી જન્મજાત બીમારીઓ દૂર થાય છે.ખજૂરમાં વિટામિન-એ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી આંખ ની સમસ્યા થતી નથી. રતાંધણાપણું પણ ખજૂર ખાવાથી દૂર થાય છે.

ખજૂર ખાવાથી થતા નુકસાન વિષે :ખજૂર ખાવાથી શરીરમાં બ્લડ સુગર વધે છે. માટે તેનું સેવન વધારે માત્રમાં ન કરવું જોઈએ.જો તમારું વજન વધારે હોય તો ખજૂર ખાવાથી બચવું જોઈએ. તેનાથી શરીરનું વજન વધી શકે છે.ખજૂરના સેવન ને કારણે ઘણી વખત ઝાડા પણ થઈ જાય છે.ખજુર ખાવાથી ઘણા લોકોને એલર્જી પણ થતી હોય છે તો ડોક્ટરની યોગ્ય સલાહ અચૂક લેવી.

ખજૂર ને સ્ટોરેજ કરવાની યોગ્ય રીત :

તાજા ખજૂરને હમેશા એરટાઈટ ડબ્બામાં ફ્રિઝમાં સ્ટોર કરીને રાખવામાં આવે તો ૬ મહિના સુધી તેને ખાઈ શકાય છે.સૂકા ખજૂરને ૧ વર્ષ સુધી સ્ટોરેજ કરી શકાય છે.તેને હમેશા એરટાઈટ ડબ્બા, બેગ કે કંટેનરમાં જ સ્ટોરેજ કરવા જોઈએ.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here