લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
શિયાળામાં માર્કેટમાં લાલ મરચાં પણ સરસ મળે છે અને તેનું અથાણું ખૂબજ ટેસ્ટી લાગે છે
શિયાળામાં તીખી વાનગીઓ ખાવાની મજા જ અલગ છે. શિયાળામાં માર્કેટમાં લાલ મરચાં પણ સરસ મળે છે અને તેનું અથાણું ખૂબજ ટેસ્ટી લાગે છે. લાલ મરચાનું આ અથાણું બનાવવાની રેસિપિ એકદમ સરળ છે જ્યારે સ્વાદ એકદમ અદભુત છે. બધુમાં આ અથાણું મહિનાઓ સુધી બગડતું પણ નથી. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.
લાલ મરચાનું ભરવા અથાણું
સામગ્રી
- 500 ગ્રામ તાજાં લાલ મરચાં
- બે ટેબલસ્પૂન મેથી દાણા
- બે ચમચી જીરું
- ત્રણ ટેબલસ્પૂન રાઇ
- બે ટેબલસ્પૂન મોટી વરિયાળી
- એક ચમચી કલોંજી
- એક કપ સરસોનું તેલ
- એક ચમચી કાળામરી પાવડર
- એક ચમચી હળદર
- ત્રણ ચમચી મીઠું
- પાંચ ચમચી આમચૂર પાવડર
- એક ટેબલસ્પૂન વિનેગર
રીત
સૌપ્રથમ મરચાંને બરાબર ધોઇને સરખી રીતે લૂછ્યા બાદ સૂકવી લો. અંદર જરા પણ પાણીનો ભાગ ન રહેવો જોઇએ. ત્યારબાદ બધાં જ મરચાંનાં ડીંટાં છૂટાં પાડી વચ્ચે સ્ટફિંગ ભરવા માટે ઊભો કાપો કરી લો.
હવે એક પેન ગરમ કરી અંદર મેથી, રાઇ અને જીરું લો. બધાંને અધકચરાં શેક્યા બાદ અંદર વરિયાળી અને કલોંજી એડ કરો અને બધું જ સાથે શેકી લો. ત્યારબાદ આ મસાલાને ઠંડો કરી મિક્સર કે ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લો. ત્યારબાદ આ મસાલામાં કાળામરી પાવડર, હળદર, મીઠું અને આમચૂર પાવડર એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લો.
ત્યારબાદ એક પેનમાં સરસોનું તેલ ગરમ કરો. તેલમાંથી ધુમાડો નીકળવા લાગે ત્યાં સુધી હાઇ ફ્લેમ પર ગરમ કરવું, જેથી કડવાશ દૂર થઈ જાય. ત્યારબાદ તેલને ઠંડુ કરો. તેલ ઠંડુ થઈ જાય એટલે અંદરથી એકથી દોઢ ટેબલસ્પૂન તેલ મસાલામાં નાખો અને મસાલો બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મસાલાને ધીરે-ધીરે બધાં જ મરચાંમાં ભરીને મરચાં પેક કરી લો.
હવે પહેલાંથી ધોઇને બરાબર સુકવી રાખેલ કાચની બરણીમાં આ મરચાં ભરી લો. ત્યારબાદ તેલમાં એક ટેબલસ્પૂન વિનેગર મિક્સ કરી બરણીમાં તેલ રેડી દો. ત્યારબાદ આ બરણીને બંધ કરી તડકામાં મૂકી દો. અથાણાની બરણીને 5 દિવસ સુધી તડકામાં મૂકો. ત્યારબાદ તેને ઘરના નોર્મલ ટેમ્પરેચરમાં એક અઠવાડિયા સુધી એમજ મૂકી રાખ્યા બાદ ખાવાના ઉપયોગમાં લો.
ખૂબજ ટેસ્ટી લાગશે આ અથાણું. આ અથાણામાં વિનેગરના ઉપયોગથી લાંબા સમય સુધી બગડશે પણ નહીં.
તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…