ઘમંડમાં આવી ને પોતાને ક્યારેય ભૂલશો નહિ,યાદ રાખો કે પહેલા આપણે પણ‌ શું હતા!

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણા સમય પહેલાની વાત છે. એક વનમાં એક મહર્ષિ વર્ષોથી રહેતા હતા. દરરોજ તેઓ ભગવાન ની પૂજા-આરાધના અને તપસ્યા માં લિન રહેતા હતા. એક દિવસ તેઓ તપસ્યામાં લીન હતા ત્યારે જ આકાશમાંથી કોઈ કાગડાની ની ચાંચમાંથી એક ઉંદર આવી ને મહર્ષિ ના ખોળામાં પડી ગયો. આકાશમાં ઉડતા પક્ષીઓથી એ ઉંદર ઘાયલ થયેલો હતો.

મહર્ષિને ઉંદર ની સ્થિતિ જોઈ તેની પર દયા આવી. મહર્ષિ ઉંદર ને દાણા-પાણી ખવડાવા લાગ્યાં. મહર્ષિ એ કરેલા ઉપકાર અને દેખરેખ થી ઉંદર થોડા દિવસો માં હષ્ટ-પુષ્ટ થાય છે. એક દિવસ એક બિલાડીની નજર ઉંદર પર પડી. હવે બિલાડી ઉંદર ને પોતાનું ભોજન બનાવવાની તાકમા રહેતી. એક દિવસ મોકો મળતાં જ બિલાડી એ ઉંદર પર ઝપાટો માર્યો પણ ઉંદર બચી ગયો અને મહર્ષિના ખોળામાં છુપાઇ ગયો. મહર્ષિને ઉંદર ની આ સ્થિતિ જોઈને તેના પર દયા આવી અને મહર્ષિએ તેને બિલાડી બનાવી દીધી.

હવે ઉંદર બિલાડી બનીને ખુશ હતો. પરંતુ બિલાડી બનીને પણ તેની ખુશી વધુ દિવસ સુધી રહી નહીં. થોડા જ દિવસોમાં તેના પર આસપાસના કુતરાઓની નજર પડી. હવે તે ફરીથી ડરવા લાગ્યું. એક દિવસ કુતરાઓએ મોકો જોઈને દબોચી લીધો, પણ કોઈક રીતે ફરીથી પોતાનો જીવન બચાવે છે, કોઈ પણ રીતે મહર્ષિની શરણાગતિમાં પહોંચે છે અને તેના પીડા મહર્ષિને કહે છે. મહર્ષિ વિચારે છે કે કેમ નહિ, હું તેને કૂતરો બનાવી દઉં તો પછી તેની બધી સમસ્યા જ સમાપ્ત થશે. બસ મહર્ષિની કલ્પના જ બાકી હતી. મહર્ષિએે કમંડલ માં પાણી લીધું અને બિલાડી બનેલા ઉંદર પર નાખ્યું. અને ઉંદર બિલાડીથી કૂતરો બન્યું. હવે કૂતરો બનવું પણ ઉંદર માટે સમસ્યા બની. હવે તેની પર જંગલના સિંહની નજર પડી. ઉંદરે મહર્ષિને ફરી પ્રાર્થના કરી, આ વખતે મહર્ષિએ ઉંદર ને કુતરાને સીધો સિંહ બનાવ્યો.

આખરે તે ઉંદર જંગલનો સિંહ બની ગયો. પણ મુનિ હજી પણ તેને ઉંદર સમજી ને જ પ્રેમ કરતો હતો. આશ્રમ માં મહર્ષિના દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓ વારંવાર તે સિંહને જોતા કહે છે કે, “આ સિંહ ક્યારેક ઉંદર હતો.” પણ મહર્ષિએ તેને તપ-બળ થી સિંહ બનાવ્યો. જે પણ શ્રદ્ધાળુ આશ્રમ આવે છે તે ઘણી વાર તે જ સિંહને જોઈને તેના ઉંદર હોવાની વાત બીજાને કહે છે.

ઉંદર ને સિંહ હોવાનો ખૂબ જ ઘમંડ હતો. લોકો તેની ઉંદર હોવાની વાત કરતા એ તેને ગમતી નહોતી અને તે લોકોની વાત સાંભળીને ખૂબ ગુસ્સે થતો. એક દિવસ સિંહે વિચાર્યું, જ્યાં સુધી આ મહર્ષિ જીવંત રહેશે ત્યાં સુધી લોકો મારી સાચી જિંદગીને જાણે છે, અને મારૂં વાસ્તવિક રૂપ ઉંદર માનીને આવી રીતે અપમાનિત કરશે. માટે આ મહર્ષિ ને મારી ને આ વાર્તા જ સમાપ્ત કરી દઉ. મહર્ષિને સિંહ ના વિચારોની ખબર પડી ,બસ પછી તો શું થયું, મહર્ષિએ તેને ફરીથી ઉંદર બનાવી અને તેને આશ્રમથી ભગાડી દીધો.

વાર્તાનો મોરલ એ છે કે, આપણે જીંદગીમાં ગમે તેટલા જ આગળ કેમ ન જ‌ઇએ, પણ આપણે પોતાને ભૂલી ન જવું જોઈએ.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Previous articleતુલસી-હળદરથી મટે છે કેન્સર, ખર્ચ માત્ર 2 હજાર રૂ.!!
Next articleસેક્સ અને રોમાન્સ માટે નથી બનતો મૂળ તો, આ પ્રયોગ અવસ્ય કરો. તમારી લાઈફમાં આવશે..એકવાર જરૂર વાંચો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here