શુ તમે પણ કરો છો બાળકને ગલગલીયા ? તો મહેરબાની કરીને આ વાંચજો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણા ને આપણું અથવા બીજા કોઈનું બાળક રમાડવું ગમતું હોય છે, એમાં પણ બાળક ખિલખિલાટ હસતું હોઈ એ જોઈને આપણે વધુ ખુશ થતા હોય છે, તો અમુક લોકો બાળકોને હસાવવા માટે ગલગલીયા પણ કરતા હોય છે, આ ગલગલીયા એક વાર તો ઠીક પરંતુ વારંવાર કરતા લોકો માટે આ લેખ છે, કેમ કે કોઈ તમને થોડો સમય સતત ગલગલીયા કરે તો તમે પેહલા હસી ને પછી ગુસ્સે થઈ જાવ છો તો એ નાનકડા બાળક ઉપર શુ થતું હશે ? એ કોઈ દિવસ વિચાર્યું છે ?

બાળકને ગલગલિયા કરીને હસાવવું ગમતું હોય તો આ ખાસ વાંચો.

નાના બાળકને ખિલખિલાટ હસતુ સાંભળવું કોને ન ગમે? વર્ષોથી બાળકને ગલગલિયા કરીને હસાવવાને એક રમત માનવામાં આવે છે.પરંતુ તાજેતરમાં સંશોધનમાં બહાર આવ્યું છે કે બાળકને ગલગલિયાકરવા હાનિકારક છે. બાળક ખડખડાટ હસતુ હોય છે એ પાછળ તે શું કહેવા માંગે છે તે સમજવાનું આપણે ચૂકી જઈએ છીએ. તમે ગલગલિયા કરો ત્યારે બાળકને ઘણી તકલીફ થતી હોય છે. આથી જો તમને આવું કરવાની આદત હોય તો આટલુ ખાસ ધ્યાન રાખો.

ક્રૂરતા છે

તમે ગલગલિયા કરો છો તે ગમે છે કે નહિ તે બોલીને જણાવી પણ ન શકતા બાળક સાથે આવું કરવું ક્રૂરતા છે. નાના બાળકોના વિચારો વ્યક્ત નથી કરી શકતા. આથી જો તેમને ગલગલિયા નહિ ગમતા હોય તો પણ તે તમને કહી નહિ શકે. તેમને કદાચ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. તમને લાગે કે બાળક ખડખડાટ હસે છે પણ બાળક મુશ્કેલીમાં હોઈ શકે છે.

જરૂરી નથી બાળકને ગમે

જે રીતે છીંક આવે એ જ રીતે કોઈ ગલગલિયા કરે ત્યારે હસુ આવે એ આપણા મગજનું કુદરતી રિએક્શન છે. તેનો અર્થ એ નથી કે બાળક તમે ગલગલિયા કરો છો તેને એન્જોય કરી રહ્યું છે. નાના બાળક પર આ અખતરો કરવાનો ટાળવો જ જોઈએ.

બાળકને પીડા થઈ શકે

ઘણા મોટા લોકોને પણ ગલગલિયા કરો તે ગમતુ નથી. તો પછી નાના બાળકોને ગમે છે તે કેવી રીતે માની લેવાય? બાળકને ન ગમતુ હોય છતાંય તમે કર્યા કરો તો બાળકને તમે તેના પર મનમાની ચલાવો ચો તેવો મેસેજ જાય છે.તેમના શરીર પર કંટ્રોલ મેળવવાના પ્રયત્ન તેમના મગજ પર મોટા થાય ત્યાં સુધી ખરાબ અને ઊંડી છાપ છોડી શકે છે.

લોકોને ટોર્ચર કરવાનું હથિયાર છે

ઈતિહાસની દૃષ્ટિએ કહીએ તો ગલગલિયા કરવાને લોકોને ટોર્ચર કરવા સાથે જોડવામાં આવે છે કારણ કે આ કારણે દુઃખાવો થાય છે. ચીનમાં હેન વંશના શાસન દરમિયાન ગલગલિયા કરી ટોર્ચર કરવાનું ચલણ હતું. શરીર પર કોઈપણ જાતના નિશાન છોડ્યા વિના તેનાથી વ્યક્તિ ટોર્ચર થતું હોવાથી આ પ્રથા પ્રચલિત હતી.

આ પણ ધ્યાન રાખો

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા બાળકને ગલગલિયા કરો છો એ ગમે છે કે નહિ. બાળક કહી ન શકતુ હોય તો ગલગલિયા કરવાનું ટાળો. તે તમને અટકવા કહે તો અટકી જાવ. જો બાળક શ્વાસ લેવાની કોશિશ કરતું હોય અથવા ટૂંકા શ્વાસ લેતુ હોય તો ખાસ ચેતી જાવ. હવે જ્યારે તમે કોઈ બાળકને રમાડો તો મહેરબાની કરીને આ વાત ધ્યાનમાં રાખજો, અને આ પોસ્ટ શેર કરજો જેથી બીજા પણ વાંચી શકે

Previous articleઆ વરસાદી વાતાવરણમાં છોકરીઓને ગમે છે આ કામ કરવાનું, વાંચો શુ શુ ગમે છે
Next articleડાકોરના પ્રખ્યાત ગોટા, ની રેસિપી જેથી તમે આ વરસાદ ના વાતાવરણમાં ઘરે બનાવી શકો – જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here