લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
શિયાળામાં પીવો આ ડ્રિંક્સ, શરદી ઉધરસમાં થશે તાત્કાલિક રાહત
શિયાળામાં કફ, શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓ જલ્દી થાય છે.આવી સીઝનલ બીમારીઓથી બચવા માટે શરીરમાં ગરમાવોઅને રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે. અહીં કેટલાક હેલ્ધી ડ્રિંક્સ આપ્યા છે. એમાંનું એકાદ ડ્રિન્ક પણ રોજ પીશો તોઆવી સીઝનલ બીમારિયો દૂર રહેશે અને હેલ્થ પણ સારી રહેશે.
હળદરવાળું દૂધ:
હુંફાળા ગરમ કરેલા દૂધમાં હળદર નાખીને પીવાથી શરદી ઉધરસ જેવી બીમારીઓમાં રાહત મળે છે. હળદરમાં એન્ટી ઓક્સિડન્ટહોય છે. જે શરદી ઉધરસ જેવાં રોગો સામે રક્ષણ આપે છે.
જાયફળવાળું દૂધ:
હુંફાળા ગરમ કરેલા દૂધમાં અડધી ચમચી જાયફળનો પાવડર ઉમેરી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બીમારીઓ સામે રક્ષણમળે છે.
કાળા મરી વાળું દૂધ:
ગરમ દૂધમાં મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી શરદી ઉધરસ જેવી બીમારીઓ મટી જાય છે.
ખજૂરવાળું દૂધ:
ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો હોય છે. દૂધમાં ખજૂર નાખીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં ઉર્જા વધે છેઅનેશક્તિ આવે છે.
અંજીર વાળું દૂધ:
ઠંડીના કારણે થતી શરદી ઉધરસ તાવ જેવી બીમારીઓ સામે અંજીરવાળું દૂધ રાહત આપે છે. જેમનું વજન ઓછું હોય એવાલોકોએ અંજીરવાળું દૂધ પીવું જોઈએ.
જીરું અને ગોળ:
જીરુંને પાણીમાં ઉકાળી એમાં ગોળ ઉમેરી ગાળી લો. આ પાણી પીવાથી ઉધરસ અને શરદી મટે છે.
અજમાવાળું દૂધ:
ઉધરસ માટે અજમાવાળું દૂધ અક્સીર ઈલાજ છે. દૂધમાં અડધી ચમચી અજમો અને ચપટી હળદર મિક્સ કરી ગરમ કરી પીવાથીઉધરસ મટે છે.
તો આ શિયાળામાં અપનાવો આ હેલ્ધી ડ્રિંક્સ અને બની જાઓ ફિઝિકલી સ્ટ્રોંગ..
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.