દુઃખદ :- પોલીસકર્મી પિતાને કહીને ગયો હતો, બપોરે આવીશ… પરંતુ અકસ્માત થયો અને મૃતદેહ ઘરે આવ્યું…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ દુનિયામાં ક્યારે શું થશે, તેના વિશે કશું કહી શકાય નહીં. હા, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમારી આત્મા કંપી ઉઠશે. તાજેતરમાં ગુજરાત ના કડીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને દરેક વ્યક્તિ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આખી ઘટના શું છે.

 

હકીકતમાં એક પોલીસકર્મી દીકરો તેના પિતાને કહીને દરરોજની જેમ ઘરેથી નીકળ્યો હતો પંરતુ અચાનક અકસ્માત નડ્યો હતો. હા, જ્યારે તેના પિતાને તેના વિશે ખબર પડી ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દીકરાની આવી હાલત જોઈને પિતા કંપી ઉઠ્યા હતા અને દિકરાને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

 

કલ્પેશ ભાઈ દરરોજની જેમ બહાર જઈ રહ્યા હતા. ત્યારે તેમના રસ્તામાં અચાનક કૂતરું આવી ગયું હતું અને તેને બચાવવા માટે તેઓએ ગાડી સાઈડમાં લીધી હતી. જે દરમિયાન તેઓ ડીવાઈડર સાથે જઈને અથડાયા હતા અને માથામાં ગંભીર ઉજા થઈ હતી. ત્યારબાદ તેઓને ડોકટર પાસે લઈ જતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

 

વર્ષ 2011 થી કલ્પેશભાઈ પોલીસમાં ફરજ નિભાવી રહ્યા હતા અને તેઓ એ કોરોના વાયરસ માં પણ ફરજ બજાવી હતી. તેઓ આજે પણ પિતાને કહીને ઘરેથી ફરજ બજાવવા નીકળ્યા હતા. જોકે તમને જાણીને દુઃખ થશે કે તેઓએ તેમના પિતાને છેલ્લે કહ્યું હતું કે “પપ્પા હું બપોરે ઘરે જમવા આવીશ”.

Previous articleરીયલ લાઇફમાં કરોડો રૂપિયાના માલિક છે તારક મહેતા શોના ભીડે, જુવો તેમની આલિશાન લાઇફસ્ટાઇલ વિશે…
Next articleમાતા લક્ષ્મી વરસાવશે કૃપા, આ 5 રાશિના લોકોને ખુલી જશે ભાગ્ય, પ્રાપ્ત થશે કરોડો રૂપિયાનો લાભ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here