દુનિયાના પાંચ વિચિત્ર અને ચમત્કારીક મંદિર જ્યાં વૈજ્ઞાનિકો પણ ઝૂકી જાય છે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આમ તો ચમત્કાર અને રહસ્યોથી જોડાયેલી કેટલીક વાર્તાઓ તમે સાંભળી હશે. તેમાં વાર્તામાં જણાવેલા કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ નથી આવતો. પરંતુ આમાંથી કેટલાક કિસ્સાઓ આસ્થાથી પણ જોડાયેલા હોય છે. દુનિયામાં એવા ઘણા બધા મંદિરો છે જેના ચમત્કારો આજ સુધી કોઈ સમજાવી નથી શક્યા. આ આર્ટિકલમાં આજે અમે એવા પાંચ દુનિયાના મંદિરો વિશે જણાવીશું તેના રહસ્યમયી વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ઘડિયાઘાટ માતાનું મંદિર :

આજના સમયમાં ઘણા લોકો એવા હશે. જે ચમત્કારોમાં વિશ્વાસ નહી રાખતા હોય, પરંતુ મધ્ય પ્રદેશના સાજાપુર જીલ્લાનું ઘડિયાઘાટ માતાનું મંદિર કોઈ ચમત્કારોથી ઓછુ નથી, કહે છે કે મંદિરમાં એક દીવડો છેલ્લા પાંચ વર્ષથી સળગી રહ્યો છે, તેના આશ્ચર્યની સૌથી મોટી વાત એ છે કે દીવડો તેલથી નહિ પરંતુ પાણીથી સળગે છે, મંદિરના પુજારીનું કહેવું છે કે આ મંદિરમાં જે દીવડો સળગી રહ્યો છે. તે માત્ર પાણીથી જ સળગે છે.

દીવડામાં કાળા સિંધ નદીનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે, જયારે દીવડામાં પાણી નાખવામાં આવે છે. તો તે તેલની જેવું ચીકણું થઇ જાય છે, અને તે દીવડો સળગવા લાગે છે. પણ અહિયાંના લોકોની માન્યતા છે કે આ બધું માતાનો ચમત્કાર છે, દેવી માંના આ ચમત્કારને જોવા માટે દુર દુરથી લોકો આવે છે અને જયારે પોતાની આંખોથી દીવડો પાણીથી સળગતો જુવે છે, તો તેમનો મંદિર અને દેવી માં પ્રત્યે વિશ્વાસ વધી જાય છે.

લેહંડીપુર બાલાજી મંદિર રાજસ્થાન :

ભારતમાં હનુમાનજીના લાખો મંદિર છે અને દરેક મંદિર પોતાની રીતે ઘણા મહત્વના છે, પણ અમે તમને જે હનુમાન મંદિર વિષે જણાવીશું, તે રાજસ્થાનના ડોસા જીલ્લામાં આવેલા ઘાટા મંદિર છે, જો કોઈને ભૂત પ્રેત એ પોતાના વશમાં કરી રાખ્યા છે અને છુટકારો નથી મળી રહ્યો, તો આ બાલાજીના મંદિરમાં બધા ભૂત બાધાઓ માંથી છુટકારો અપાવવાનું સૌથી ઉત્તમ સ્થાન છે. અહિયાં આવતા જ તમને એવા દ્રશ્યો જોવા મળેશે કે તમે ચોંકી જશો અહિયાં ઘણા લોકોને સાંકળથી બાંધીને ઉંધા લટકાવેલા તમે જોઈ શકો છો.

આ મંદિર અને તેની સાથે જોડાયેલા ચમત્કાર જોઇને કોઈ પણ ચક્તિ થઇ શકે છે, કહે છે કે ઘણા વર્ષો પહેલા હનુમાનજી અને પ્રેત રાજા આ પર્વત ઉપર પ્રગટ થયા હતા, ભૂત પ્રેત અને કાળા જાદુથી પીડિત લોકોને અહિયાં લાવવામાં આવે છે. અને તે તમામ બાધાઓ માંથી મુક્તિ મેળવી લે છે, કહે છે કે આ મંદિરને આ પીડાઓથી મુક્તિનો રસ્તો ગણવામાં આવે છે, અને તે દિવસ મંગળવાર કે શનિવારનો હોય, તો ત્યાં લાખોની સંખ્યા માં લોકોને આવતા જોઈ શકાય છે.

ઘણા લોકોને લોખંડની સાંકળથી બાંધીને આ મંદિર માં લાવવામાં આવે છે, ભૂત પ્રેત થી પીડિત લોકોને આ મંદિર માં લાવતી વખતે અહિયાં ના દ્રશ્યો એટલા ભયંકર બની જાય છે, કે સામાન્ય માણસો નો આત્મા પણ કંપી ઉઠે છે, તે મંદિર સામે બેસી ને બુમો પાડી પાડી ને પોતાની અંદર બેઠેલા આત્માઓ વિષે જણાવે છે, જેના વિષે પીડિત લોકો ને દુર દુર સુધી કોઈ સંબંધ નથી હોતો.

ત્યાં ના લોકો ના જણાવ્યા મુજબ આ મંદિર લગભગ એક હજાર વર્ષ જુનું છે, અહિયાં એક પથ્થર ઉપર હનુમાનજીની આકૃતિ સ્વયં ઉપસી આવી હતી, તેને જ હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેમના ચરણોમાં એક નાની એવી કુંડી છે. જેનું પાણી ક્યારે પણ ખાલી થતું નથી, આ મંદિર ઘણું ચમત્કારી અને શક્તિશાળી માનવામાં આવે છે. એટલા માટે આ મંદિર માત્ર રાજસ્થાન માં નહિ પણ દેશ વિદેશો માં પણ પ્રસિદ્ધ છે.

કંડી શુખ મંદિર ઇન્ડોનેશિયા :

આ પ્રાચીન મંદિર માંથી એક એવો કળશ મળ્યો છે. જેમાં છેલ્લા હજારો વર્ષથી એક દ્રવ્ય રાખવામાં આવ્યું છે, લોકોનું માનવું છે કે આ અમૃત છે, જે હજારો વર્ષોથી પણ સુકાયું નથી, લોકોનું માનવું છે કે આ એ અમૃત કળશ છે જે સમુદ્ર મંથન થી નીકળ્યું હતું, કળશ ઉપર એક શિવલિંગ પણ બનેલું છે, આ મંદિરની દીવાલ ઉપર મહાભારતનો આદી પર્વત પણ દોરેલો છે, ૨૦૧૬ માં ઇન્ડોનેશિયા નું પુરાતત્વ વિભાગ રીપેરીંગ નું કામ કરાવી રહ્યું હતું.

એ સમયે તે મંદિરની દીવાલ ઉપરથી મળ્યું તે જોઈને એક સ્પોર્ટ્સ પડ્યું જેથી મંદિર ની દીવાલો હંમેશા માટે બદલાઈ ગઈ, મંદિર માં વેજ્ઞાનિકો ને એક તાંબા નું કળશ મળ્યું, જેની ઉપર એક પારદર્શક શિવલિંગ પણ લાગેલું હતું, આ કળશ ની અંદર એક વિશેષ પ્રકારનો ચીકણો પદાર્થ ભરેલો હતો, તપાસ કરવા થી એવું જાણવા મળ્યું કે તાંબાના આ કળશને એવી રીતે બનાવ્યું છે કે તેને કોઈ પણ રીતે ખોલી ન શકાય, સૌથી નવાઈની વાત એ છે કે આ કળશ જે દીવાલ માંથી મળ્યું ત્યાં અમૃત મંથનના ચિત્રો કોતરેલા હતા, આ કળશ ૧૨ મી સદીનું બતાવવામાં આવી રહ્યું છે.

ચીનનું ઝૂલતું મંદિર :

અત્યાર સુધીમાં અમે તમને જેટલા મંદિરો વિષે જણાવ્યું છે, તે બધા મંદિર કોઈ આધાર થી અટકેલા છે જમીન કે અન્ય, પરંતુ ચીનનું આ મંદિર હવામાં અટકેલું છે, આ મંદિરને એક મોટા ખડક સાથે એવી રીતે બનાવવામાં આવ્યું છે જે જોઇને એવું લાગે છે કે તે હવામાં તરી રહ્યું છે, પોતાની આ ખાસિયત થી આ મંદિર આખા ચીન માં પ્રસિદ્ધ છે, આ મંદિર લગભગ ૧૪૦૦ વર્ષ જુનું છે, તે બોદ્ધ, તાઓ અને બધા એ સાથે મળીને બનાવેલું આ એક માત્ર મંદિર છે.

આ મંદિરનું દ્રશ્ય એકદમ સરસ છે. જે ઘણા જ ગાઢ પહાડોની વચ્ચે બનેલું છે. આ મંદિરની બન્ને તરફ મોટા ખડકો એકદમ સીધા ઉભા રહેલા છે. જેને લીધે એવું લાગે છે કે આ મંદિર હવામાં લટકેલું છે, અને નીચેના ભાગમાં લાકડાના ખંભાનો આધાર આપવામાં આવેલો છે, ક્યારેક ચીન જાવ તો આ મંદિર જોવા જરૂર જશો. ૧૪૦૦ વર્ષ થી અનેક તોફાનોનો સામનો કરી આજે પણ આ મંદિર એવું ને એવું જ રહેલું છે.

કીરાડું મંદિર રાજસ્થાન :

આ મંદિર ને ખજુરાહો પણ કહેવામાં આવે છે, પરંતુ કીરાડું ને ખજુરાહો જેવી પ્રસિદ્ધી નથી મળી શકી, કેમ કે આ સ્થળ છેલ્લા ૯૦૦ વર્ષો થી વેરણ છે, આજે પણ આ સ્થળ ઉપર દિવસે થોડી લોકો ની અવર જવર રહે છે. પરંતુ સાંજ થતા જ આ સ્થળ વેરણ બની જાય છે, સુર્યાસ્થ પછી અહિયાં કોઈ નથી રોકાતું, રાજ્સ્થાન માં બાડમેર માં આવેલા આ કીરાડુ નું મંદિર શિલ્પ કળા માટે પ્રસિદ્ધ છે.

આ મંદિર નું નિર્માણ ૧૧ મી સદી માં થયું હતું, માનવામાં આવે છે કે કીરાડુ પ્રદેશ પ્રાચીન સમયમાં એક વિકસિત પ્રદેશ માનવામાં આવતો હતો, બીજા રાજ્યના લોકો અહિયાં વેપાર કરવા માટે આવતા હતા, ૧૨ મી સદી માં જયારે કીરાડું ઉપર પરમાર વંશનું શાસન હતું. ત્યાર પછી આ સ્થળ વેરણ થઇ ગયું, ખરેખર એવું કેમ થયું? તેની કોઈ ચોક્કસ જાણકારી ઈતિહાસમાં જોવા મળતી નથી.

કીરડુંનું મંદિર કોને બનાવરાવ્યુ? તેની કોઈ ચોક્કસ જાણકારી જાણવા મળતી નથી, આમ તો ૧૨ મી સદી માં ત્રણ ભાગ માં આ બનાવ્યું છે, ઈતિહાસકારો નું કહેવું છે કે આ મંદિર ૧૧ મી સદી માં તેનું નિર્માણ પરમાર રાજના તૃષાર રાજના વંશજો એ કર્યું હતું.

Previous articleપેટની ચરબી ઘટાડવા દરરોજ 60 સેકંડ માટે કરો આ એક્સર્સાઇઝ
Next articleશું શ્રીલંકામાં થયેલા ખોદકામમાં મળી હનુમાનજી ની સોના ની ગદા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here