લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
માસિક સ્રાવ ઘણાં નામો જેમ કે મહાવરી, પીરિયડ્સ, રાજોધર્મ વગેરે દ્વારા ઓળખાય છે. તે એક કુદરતી પ્રવૃત્તિ છે જે સ્ત્રીઓમાં જોવા મળે છે, પરંતુ લોકો હજી પણ આધુનિક સમયમાં તેને ખોટું માને છે. ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં માસિક સ્રાવના દિવસોમાં મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે.પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. તેમા મહિલાઓને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહીનો પ્રવાહ થાય છે. હકીકતમાં યુવાવસ્થા શરૂ થતા છોકરીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા માંડે છે. આ જરૂરી નથી કે યુવતીઓને કોઈ એક ખાસ વયમાં જ આ સમસ્યા થાય છે.
અભ્યાસ મુજબ યુવતીઓમાં માસિકની સ્માસ્યા 8 થીલઈને 17 વર્ષ સુધી શરૂ થઈ શકે છે. પહેલીવાર માસિક ધર્મ થવો કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની શકે છે.પીરિયડ્સ એટલે દરેક દિવસ મળીને સરેરાશ એક છોકરી તે મહિલાના શરીરમાંથી આશરે 30-50 મિલિલીટર લોગી બહાર નીકળે છે. સહેલા શબ્દોમાં કહીએ તો પીરિયડ્સ દરમિયાન આશરે 2-3 ચમતી લોહી ઓછું થાય છે. જોકે, કેટલાક રિસર્ચ અનુસરા તો પીરિયડ્સ દરમિયાન સરેરાશ 4 ચમચી લોહી શરીરમાંથી બહાર નીકળે છે. બની શકે છે કે આ આંકડો વાંચીને તમે વિચારી રહ્યા હશો કે આ ખોટું છે. જોવામા તે વધારે લોહી લાગે છે.
આવું એટલા માટે થાય છે કારણકે આ દરમિયાન શરીરમાંથી બહાર નીકળનારા મેન્સ્ટ્રુઅલ ફ્લૂઇડમાં લોહી સિવાય અન્ય પણ ઘણુ હોય છે. તેમા યુટ્રસ એટલે કે ગર્ભાશયના ટીશૂ અન્તગર્ભાશયકલાની મોટી કોશિકાઓ અને બ્લડ ક્લૉટ પણ હોય છે. જેનાથી મેન્સ્ટ્રુઅલ ફ્લૂઇડનું પ્રમાણ વધારે નજરે પડે છે. આજ કારણ છે કે તમને જોવામાં લાગે છે કે શરીરમાંથી વધારે પ્રમાણમાં લોહી બહાર નીકળી ગયું છે જ્યારે હકીકતમાં તે 3-4 ચમચી લોહી હોય છે
નેપાળમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં યુવતી તેના આ સમયગાળા દરમિયાન અશુદ્ધ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, છોકરીને ઘરની બહાર ઝૂંપડીમાં અથવા પશુ ફાર્મમાં રહેવાની ફરજ પડે છે. નેપાળમાં આ પ્રથાને છૌપદી કહેવામાં આવે છે જેનો અર્થ અસ્પૃશ્ય છે. આ પ્રથા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે.પીરિયડ અથવા ડિલિવરીને કારણે મહિલાઓને અશુદ્ધ માનવામાં આવે છે.આ પછી, તેમના પર અનેક પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવે છે. યુવતી ઘરમાં ન જઇ શકે. માતાપિતાને સ્પર્શ કરી શકતા નથી. રસોઇ કરી શકતા નથી.
ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.આ દિવસોમાં, છોકરીને ફક્ત રોટલી અથવા ભાત આપવામાં આવે છે.ઓગસ્ટ મહિનામાં, ઋષિ પંચમી નામના તહેવારમાં, સ્ત્રીઓ પવિત્ર સ્નાન કરે છે.આ ક્ષેત્રમાં એવું માનવામાં આવે છે કે જો સ્ત્રી આ પ્રથાને સ્વીકારે નહીં, તો તેના પરિવારમાં કોઈનું મોત થઈ શકે છે.છોકરીઓ અને મહિલાઓને પણ સમયગાળા દરમિયાન અપમાન અને હિંસા સહન કરવી પડે છે.