લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
સમગ્ર દિવસ દરમિયાન ઓફિસમાં કામ કરતા કરતા વ્યક્તિ કંટાળી જાય છે, તે એક સ્વાભાવિક વાત છે. આ થાક દૂર કરવા માટે વ્યક્તિ અસંખ્ય ઉપાય કરે છે પરંતુ જો તમે આખો દિવસ ઓફિસમાં કામ કરીને કંટાળી ગયા છો તો તમે બધા કામ છોડીને રોમાંસ કરી શકો છો. જો તમે આ કરો છો તો બીજા દિવસથી તમે તમારા શરીરની અંદર એટલો ઉત્સાહ અને શક્તિ મેળવી શકશો કે જેનો તમે સપનામાં પણ વિચાર કર્યો હશે નહીં.
આ બાબતો નવા સંશોધનથી બહાર આવી છે. આ સંશોધન બે યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, રેગોન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સંશોધકોએ આ સંશોધનમાં લગભગ 159 પરિણીત યુગલોનો સમાવેશ કર્યો છે. આ વિષય પર સતત બે અઠવાડિયા સંશોધન કરાયું હતું.
સંશોધનથી બહાર આવ્યું છે કે જે લોકો સેક્સ માણવા માટે ઘરે સમય કાઢે છે, તેઓ બીજા દિવસે ખૂબ ઉત્સાહથી કામ કરે છે. સંશોધનથી બહાર આવ્યું છે કે બીજા દિવસે સવારે તેમનો મૂડ વધુ તાજગીભર્યો હોય છે અને તેઓ આખો દિવસ ખૂબ દિલથી કામ કરે છે.
આ સંશોધનમાં સંશોધનકારો માને છે કે તેના પરિણામો પુરુષ અને સ્ત્રી બંને કર્મચારીઓને લાગુ પડે છે. તો મિત્રો જો તમે પરિણીત જીવન માં છો, તો આ પદ્ધતિ અજમાવી શકો છો. કદાચ તમે તેનાથી ફાયદા મેળવવાનું શરૂ કરી શકો છો.