ઈંડા વગરની વેનિલા કેકની ઈઝી રેસિપિ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઈંડા વગરની વેનિલા કેકની ઈઝી રેસિપિ

કુલ સમયઃ 50 મિનિટ

માત્રાઃ 4 વ્યક્તિ માટે

સામગ્રી

  • 1.5 કપ મેંદાનો લોટ
  • 1 ચમચી બેકિંગ પાવડર
  • 1 ચપટી મીઠું
  • ½ કપ પાણી
  • ½ કપ બટર અથવા તેલ
  • ¾ કપ ખાંડ
  • 4 ચમચી દહીં + 1 ચમચી પાણી
  • 1 ચમચી વ્હાઈટ વિનેગાર અથવા 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી વેનીલા ફુડ કલર

બનાવવાની રીત

મિક્સિંગ બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર અને મીઠું લો. ઓવનને 180 ડિગ્રી તાપમાને પ્રિ-હીટ કરો. હવે, કેક પેનને બટર અથવા તેલ લગાડીને મૂકી દો. એક પેનમાં બટરને ગરમ કરો અને તેમાં ખાંડ નાંખી ઓગાળો અને તેને એક તરફ મૂકી દો. હવે, એક બાઉલમાં 4 ચમચી દહીં અને 1 ચમચી પાણી નાંખી તેને બરાબર મિક્સ કરીને સ્મૂધ બનાવો.

ત્યારબાદ તેમાં 1 ચમચી વિનેગાર અને બેકિંગ સોડા નાંખી મિક્સ કરી લો. હવે, તેમાં બટર અને ખાંડનું મિશ્રણ, ½ કપ પાણી અને દહીંને મેંદામાં નાંખો અને ઝડપથી તેને હલાવો, જેથી તે બરાબર મિક્સ થઈ જાય. આ મિશ્રણને ફ્લફી થાય ત્યાં સુધી મિક્સ કરતાં રહો. હવે, આ મિશ્રણને બેટર લગાડેલ કેક પેનમાં લઈને તેને પ્રિ-હીટેડ ઓવનમાં મૂકી 180 ડિગ્રી સે. તાપમાને 30-35 મિનિટ થવા દો. હવે, કેકને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડી થવા દો અને ત્યારબાદ કેકને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો. તમે તેને ક્રીમ અથવા ચોકલેટ કે જેલી વડે ડેકોરેટ પણ કરી શકો છો.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Previous articleજાણો ગુજરાતના વિવિધ શહેરોની પ્રખ્યાત ખાણીપીણીની વાનગીઓ વિશે
Next articleજરૂર જાણો ઘી કેટલા રોગો મટાડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here