લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
શિયાળમાં સ્ટોર કરી લો લીલા વટાણા, આખું વર્ષ ખાવા મળશે ફ્રેશ
બજારના નહીં ઘરે જ સ્ટોર કરો લીલાં વટાણાં
શિયાળાની સીઝન એટલે લીલા શાકભાજીની સીઝન, આ સીઝનમાં મળતા લીલા વટાણા જેટલા મીઠા હોય છે તેટલા સસ્તા પણ હોય છે. માટે જ આજકાલ બજારમાં શિયાળના સ્ટોર કરેલા લીલા ફ્રેશ વટાણા ગ્રીનપીસના નામે મોંઘા ભાવે વહેંચાય છે. પરંતુ ખુબ સહેલી રીતથી તમે પણ આ લીલા વટાણાને ઘરમાં જ સ્ટોર કરી શકો છો અને ઈચ્છા થાય ત્યારે ફ્રેશ વટાણાનો સ્વાદ માણી શકો છો. જાણો કઈ રીતે.
આખું વર્ષ મળશે ફ્રેશ વટાણા:
આ સીઝનમાં લીલા વટાણા ભરપૂર મળી રહે છે. આ સમયે તેને પ્રિઝર્વ કરીને રાખવામાં આવે તો, જ્યારે ઇચ્છા થાય ત્યારે ફ્રિજરમાંથી કાઢીને ઉપયોગમાં લઈ શકાય છે. આ વટાણા તાજા વટાણા જેટલા જ ટેસ્ટી લાગે છે. લાંબો સમય ન બગડે માટે નોંધી લો આ સાવ સહેલી રીત.
શું જોઈશે:
- એક કિલો વટાણા
- બે ચમચી ખાંડ
- કઈ રીતે કરશો સ્ટોર
એક તપેલામાં વટાણા ડૂબી જાય એટલું પાણી ઉકાળો. પાણી ઉકળવા લાગે એટલે અંદર બે ચમચી ખાંડ નાખો, તેનાથી વટાણાનો સ્વાદ વધશે અને કલર પણ એકદમ ગ્રીન રહેશે. ત્યારબાદ અંદર વટાણા એડ કરો. હવે આ મિશ્રણને તેજ આંચ પર 2 મિનિટ ઉકાળો. બસ બે મિનિટ બાદ ગરમ પાણીમાંથી વટાણા કાઢી ફ્રિજના ઠંડા પાણીમાં નાખી દો. વટાણા ઠંડા થઈ જાય એટલે પાણીમાંથી કાઢી ચારણીમાં નીતારી લો. હવે એર પેક થેલીમાં ભરીને તમારા ફ્રિજરમાં રાખી દો અને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે બહાર કાઢીને ફ્રેશ ફ્રેશ ખાવ.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.