ATM મશીન માં તમારું કાર્ડ અટકી જાય છે તો ગભરાવાની જરૂર નથી, અપનાવો આ ઉપાય

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણી વખત આપણે પૈસા ઉપાડવા એટીએમમાં જતા હોય ત્યારે એટીએમ મશીનમાં કાર્ડ ફસાઇ જાય છે. ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે, એટીએમ મશીન માં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફસાઈ જાય છે, અને કાર્ડ ફસાવાને કારણે આપણે ખૂબ જ પરેશાન થઈ જઈએ છીએ. જે વ્યક્તિ કેવી રીતે કાર્ડ પાછું મેળવો તે જાણતા નથી તે વધારે પરેશાન થઈ જાય છે.

સૌપ્રથમ આપણે તે જાણવું ખૂબ જરૂરી છે કે આપણું કાર્ડ શા માટે એટીએમ મશીનમાં ફસાઇ જાય છે. ઘણી વખત આપણે લાંબા સમય સુધી કોઈ વિગત દાખલ કરી નથી કે ખોટી માહિતી દાખલ કરી હોય ત્યારે એટીએમમાં કાર્ડ ફસાઇ જવાની સમસ્યા ઊભી થઈ છે. આ ઉપરાંત ઘણી વખત સર્વર સાથે કનેક્શન ન થયું હોય અથવા તો વીજ કનેકશનમાં કોઇ સમસ્યા આવી હોય તો કાર્ડ ફસાવાની શક્યતા વધી જાય છે.

ક્રેડિટ કાર્ડ કે ડેબીટ કાર્ડ મશીનમાં ફસાઇ જાય તો તરત જ બેંકને જાણ કરવી જોઈએ અને કસ્ટમરકેર ફોન કરીને જણાવવું જોઈએ કે કયા એટીએમ મશીનમાં અને કયા સ્થળ પર એટીએમ કાર્ડ ફસાઈ ગયું છે. જો તમે પૈસા ઉપાડવા માટે તે બેન્કના એટીએમ માં જ હોય તો atm ને મેળવવા સરળતા મળશે. અને જો બીજી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવ હોય અને કાર્ડ ફસાઈ ગયું હોય તો થોડી મુશ્કેલી આવી શકવાની સંભાવના છે.

કસ્ટમર કેર ને કાર્ડ ફસાઈ જાય તો કોલ કરીએ છીએ ત્યારે કસ્ટમર કેર બે વિકલ્પો આપે છે. પહેલો વિકલ્પ કે, કાર્ડ બંધ કરી દેવું જોઈએ. રદ કરવાનો ઓપ્શન આપણે પસંદ કરીએ છીએ તો આપણે ફરીથી બેંક પાસેથી કાર્ડ બનાવવું પડશે. પહેલા કામ કરવું પડે અને પછી નવા કાર્ડ માટે અરજી કરવી પડશે. અને અરજી કર્યાના દસ દિવસ પછી એટીએમ કે ડેબિટ કાર્ડ આપણા ઘરે પહોંચી જશે. અને જો આપણે દસ દિવસ પહેલાં જ એટીએમ કાર્ડ મેળવવા માગતા હોય તો આપણે બેંકમાં જઈને પણ મેળવી શકે છે. આ ઉપરાંત બીજો વિકલ્પ છે એટીએમ કાર્ડ માં જે કાર્આડ ફસાઈ ગયા હોય તે જે બેંક શાખાનું એટીએમ હોય ત્યાં ફસાયેલા કાર્ડ પોતાની બેંકમાં મોકલે છે. એટલે બેંકનું કાર્ડ બેંક માંથી જ મળશે એટલે તમે તમારી બેંક શાખામાં જઇને પણ મેળવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here