લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
સામાન્ય રીતે આપણે પાણી ને ચોખ્ખું રાખવા માટે ફટકડીનો ઉપયોગ કરતા હોય છે. ફટકડીના ઉપયોગથી પાણી ચોખ્ખું થઈ જાય છે. આમ તેઓ દરેક લોકો જાણતા હોય છે પરંતુ આજે આપણે ફટકડીના બીજા અનેક ઉપાયો છે તેના વિશે જાણતા નથી તેના તેના વિશે આજે આપણે જાણીશું.
ફટકડીના સેવનથી શરદી અને ઉધરસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફટકડી નું સેવન કરવાથી લાંબા સમયની જૂની ઉધરસમાં ખૂબ જ ફાયદો થાય છે. આ ઉપરાંત જે વ્યક્તિને ચામડીને લગતી કોઈપણ સમસ્યા હોય તેમાં ફટકડી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ફટકડી સ્વાદમાં થોડી તૂરી, તીખી અને રંગ આપવા વાળી હોય છે. કોઈ પણ ઈજા કે ઘા થયો હોય અને લોહી બંધ ન થતો હોય તો ફટકડીના પાણીથી સાફ કરવામાં આવે તો તરત જ લોહી નિકળતું બંધ થઈ જાય છે. આ ઉપરાંત જો મોઢામાં ચાંદા પડ્યા હોય કે ચહેરા પર કરચલી થઇ હોય તો તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોઢામાં ચાંદા થયા હોય તો એક એલચીના દાણા અને થોડું કાથો અને એક ચપટી ફટકડી ચાંદા પર લગાવવાથી ચાંદા મટે છે.
ફટકડી વાળ કાળા કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. વાળને કાળા, ઘાટ્ટા અને મુલાયમ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે માટે ફટકડી,આંબળાનું તેલ અને વિટામીન ઈ કેપ્સુનને મિક્સ કરીને વાળમાં લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.
ઘણી વખત ઉજાગરાને કારણે અથવા તો કોઈ બીજા કારણ તે આંખ લાલ થઈ જાય છે. તે માટે મધમાં ફટકડી નાખીને આંખ ધોવાથી આંખમાં રહેલી લાલાશ દૂર થાય છે. આ ઉપરાંત માસિક વધારે આવતું હોય તો રોજ સવાર-સાંજ ફટકડીનો પાવડર ઉપયોગી છે. આ ઉપરાંત જો પેશાબમાં ઇન્ફેક્શન થયું હોય તો ફટકડી ઉપયોગી છે દાંત માં કોઈ સડો થયો હોય તો ફટકડી ઉપયોગી છે.