ડાકોરના પ્રખ્યાત ગોટા, ની રેસિપી જેથી તમે આ વરસાદ ના વાતાવરણમાં ઘરે બનાવી શકો – જાણો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણે ઘણીવાર મધ્યગુજરાત નું પવિત્ર ધાર્મિક સ્થાન અને રાજા રણછોડને મળવા માટે ડાકોર ગયા હોઈશું, તો ત્યાં દર્શન કર્યા બાદ ગોમતી ઘાટે ગયા હોઈશું, તો ત્યાં કદાચ ત્યાંના પ્રખ્યાત ગોટા તમે ખાધા હશે, અરે મેં તો એવા દાખલા જોયેલા છે જ્યાં ફક્ત 50-60 કિલોમીટર ટ્રાવેલ કરીને લોકો આ ગોટા ખાવા આવે છે એટલા પ્રખ્યાત છે.

ઘણા લોકો તો અમેરિકા આ ગોટા નો લોટ પાર્સલ કરીને લઈ જાય છે, એટલા વખણાતાં ગોટાની રેસિપી આજે અમે બતાવીશું, જેથી આ મનમોહક વરસાદમાં તમે એવા ગોટા ઘરે બનાવી શકો, અને સહ પરિવાર સાથે આરોગી શકો આ ગોટા.

ડાકોરના ગોટાઃ

ડાકોરના ગોટાનો સમાવેશ ખાવા-પીવાના શોખીન ગુજરાતીઓના સૌથી પ્રિય ફરસાણોમાં થાય છે. તેની વિશિષ્ટ સુગંધ અને સ્વાદને કારણે તે આખા ગુજરાતમાં વખણાય છે. મોટા ભાગના લોકો ઘંટીમાંથી કે ડાકોર જાય ત્યારે ડાકોરના ગોટાનો તૈયાર લોટ લઈઆવે છે અને પછી તે ઘરે બનાવે છે. આજે અમે તમારી સાથે ડાકોરના ગોટાની સિક્રેટ રેસિપી શેર કરવા જઈ રહ્યા છે. આટલું કરશો તો તમે તૈયાર લોટ વિના ઘરે જ એકદમ સ્વાદિષ્ટ ડાકોરના ગોટા બનાવી શકશો. તેને ખજૂર આમલીની ચટણી સાથે પીરસશો તો જલસો પડી જશે.

સામગ્રીઃ

4 જણ માટે ડાકોરના ગોટા બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.

 • 1 કપ ચણાનો લોટ (બેસન)
 • અડધો કપ રવો
 • 1 મોટી ચમચી આદુ-મરચાની પેસ્ટ
 • 1 મોટી ચમચી જીરુ
 • અડધી ચમચી હળદર
 • 1 મોટી ચમચી મરચુ
 • અડધી ચમચી ગરમ મસાલા
 • 1 મોટી ચમચી વરિયાળી
 • 1 મોટી ચમચી આખા ધાણા
 • 1 ચમચી તલ
 • 1 ચમચી અધકચરા સફેદ મરી
 • ચપટી સોડા
 • અઢી ચમચી ખાંડ
 • 1 મોટી ચમચી લીંબુનો રસ
 • 3 મોટી ચમચી તેલ
 • બે મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર સ્વાદાનુસાર નમક

ખીરુ તૈયાર કરવાની રીતઃ

એક ઊંડા બાઉલમાં આ બધી જ સામગ્રી મિક્સ કરી લો. તેમાં અડધો કપ પાણી ઉમેરો અને ગોટા ઉતારી શકાય તેટલુ પાતળુ ખીરુ બનાવો.

ખીરાનો તરત ઉપયોગ ન કરોઃ

ખીરુ એકવાર તૈયાર થઈ જાય પછી તેનો તરત ઉપયોગ ન કરશો. તેને 15 થી 20 મિનિટ રહેવા દો. ત્યાર પછી તેને બરાબર ફીણીને ઉપયોગ કરશો તો સોફ્ટ અને ટેસ્ટી ગોટા ઉતરશે.

તળવાની રીતઃ

કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ગોટા પાડીને મિડિયમ આંચ પર તેને ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી તળાવા દો. ગોટાને બધી જ બાજુથી એક સરખા તળી લેવા. મધ્યમ આંચ પર તળશો તો ગોટા એકદમ સરસ તળાશે અને અંદરથી કાચા રહેવાનો ડર પણ નહિ રહે.

તેલ વધુ લાગે તોઃ

જો તમે તેલ ઓછુ ખાવા માંગતા હોવ તો ગોટાના ઘાણને તેલ શોષી લે તેવા પેપર પર ઉતારો. આમ કરવાથી વધારાનુ તેલ શોષાઈ જશે. તમે ગોટાનો સ્વાદ પણ માણી શકશો અને તમારે હેલ્થની ચિંતા પણ નહિ કરવી પડે.

Previous articleશુ તમે પણ કરો છો બાળકને ગલગલીયા ? તો મહેરબાની કરીને આ વાંચજો
Next articleમન્નત પુરી થતા 2.25 કરોડનું સોનુ તિરુપતિ બાલાજીને અપર્ણ કર્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here