લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો સાસુ વહુના ઝઘડા આખા દેશમાં પ્રખ્યાત છે.આ બંનેનો સબંધ કેવો હોય છે તે તમે બધા લોકો જાણતા જ હશો.પરંતુ દરેક વાર સાસુ વહુ એકબીજાને નફરત નથી કરતી.પરંતુ અમુક સમય એવો પણ આવે છે જ્યારે આ બંનેને એકબીજા પર ખૂબ પ્રેમ આવે છે.જો વહુ ઘરમાં આવ્યા પછી તેમની અમુક આદતો સુધારી લે અને અમુક વિશેષ કામ કરવા લાગે તો દરેક સાસુ તેમણે તેમની દીકરી જેવો પ્રેમ કરશે.અને ખૂબ પ્રેમથી રાખશે.આ વાતને ધ્યાન માં રાખતા આજે અમે તમને અમુક એવા કામો વિશે બતાવા જઈ રહ્યા છે જેને જો ઘરની વહુ કરે છે તો બદલામાં તેને સાસુનો પ્રેમ મળશે.તો ચાલો આ કામોમાં વિશે જાણી લઈએ.
પ્રેમથી ખાવા બનાવવું અને ખવડાવવું
ખાવા એક એવી વસ્તુ છે જે કોઈનું પણ દિલ જીતવાનો સરળ ઉપાય છે.તમે ખાવા કેટલું પણ સ્વાદિષ્ટ બનાયું હોય પરંતુ જો તેનાથી સામે વાળાને પ્રેમપૂર્વક નહિ પીરસો તો તેને ખાવાનો આનંદ ક્યારેય નહિ આવે.માટે જ્યારે પણ તમે તમારી સાસુને ખાવા પીરસો તો ખૂબ પ્રેમથી આપો.મોટા લોકો પ્રેમ અને સમ્માન ના જ ભૂખ્યા હોય છે.જ્યાં સુધી સંભવ હોય તેમણે સમય પર ખાવા બનાવીને આપો. તે સિવાય તમે તમારી સાસુ સાથે પણ ખાવાની અમુક ટિપ્સ લઈ શકો છો.તેનાથી તમારા બંનેની બોન્ડિંગ વધારે સ્ટ્રોંગ થઈ જશે.
સન્માન અને ઈજ્જત આપવી.
એમ કહેવાય છે કે જો તમે સામે વાળાને ઈજ્જત આપશો તો તે પણ તમને માન સન્માન આપશે.આ ખુબજ સિમ્પલ અને કોમન સેન્સ ની વાત છે.તમે બીજાની સાથે જેવો વ્યવહાર કરો છો તો સામે વાળો પણ તમારી સાથે તેવો જ વર્તે છે.જો તમે કોઈની સાથે રોજ દિલથી અને પૂરા સન્માનની સાથે વાતચીત કરશો તો સામે વાળાનું પણ મન પીગળી જશે.તે પણ તમારી સાથે પ્રેમ પૂર્વક વાતચીત કરશે.આ વાત સાસુ વહુ ને પણ લાગુ પડે છે.
એકબીજાના વિચારોનું સન્માન
સાસુ વહુના વચ્ચે 90 ટકા બાબતોમાં લડાઈ ઝઘડો માત્ર એટલા માટે થાય છે કે કોઈ વાતને લઈને બંનેના વિચાર મળતા નથી.આ સ્થિતિમાં તમારે તમારી સાસુની વાતો અને વિચારોનું સન્માન કરવું જોઈએ.જો તેમના વિચારોથી કોઈની ખોટું નથી થતું અને તે માણસાઈ ના હિસાબથી બરાબર છે તો તેને માનવામાં કોઈ હરજ નથી.જો તમારે તમારી સાસુની કોઈ વાત ખરાબ હોય તેમ લાગે છે કે તમે તેનાથી સહેમત નથી તો ઝઘડો કરવા ન લાગશો.પરંતુ તેમણે પૂરા લોજીક અને ઉદાહરણના સાથે તમારી વાત પ્રેમ પૂર્વક સમજાવો.અધિકતર કેસમાં સાસુ તેમની વહુની પ્રેમ ભરી વાતોમાં આવી જાય છે.અને માની જાય છે.જો આ સંભવ ન હોય તો કોઈ વચ્ચેનો જુગાડ શોધો.
તાળી બંને હાથોથી વાગે છે માટે આ બધી વાતો સાસુના ઉપર પણ લાગુ પડે છે જો તે તેમની વહુને દીકરી સમાન રાખશે તો તેમને પણ બદલામાં માન સન્માન જ મળશે.