લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
એક તરફ આખું વિશ્વ કોરોના રોગચાળા સાથે ખરાબ રીતે સંઘર્ષ કરી રહ્યું છે તો બીજી તરફ, ઇઝરાઇલ પોતાને કોરોના મુક્ત જાહેર કરનાર પહેલો દેશ બની ગયો છે. ઇઝરાયેલે રસીકરણ અભિયાન બાદ કોરોના વાયરસ દરમિયાન લગાવવામાં આવેલ પ્રતિબંધોને પણ હળવા કરી દીધા છે અને શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે.
ઇઝરાઇલની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ખોલવામાં આવી છે અને બાળકો વર્ગખંડોમાં પાછા ફર્યા છે. આરોગ્ય અધિકારીઓને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનો નિયમ પણ દૂર કર્યો છે. જો કે, મોટા મેળાવડાઓમાં માસ્ક આવશ્યક છે.
ઇઝરાઇલે વિશ્વવ્યાપી રસીકરણ અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને ઝડપથી તેમના દેશના લોકોને રસી અપાઈ ગઈ છે. આ જ કારણ છે કે ત્યાં ઘણા કોરોના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે. ઇઝરાયેલે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે મેથી વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશ આપવામાં આવશે અને તેઓને રસી પણ આપવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા વર્ષે રોગચાળો શરૂ થયો ત્યારથી ઇઝરાઇલમાં કોરોના વાયરસના 836000 કેસ નોંધાયા છે અને રોગચાળાને કારણે 6331 લોકોનાં મોત નીપજ્યાં છે. ઇઝરાઇલના 9.3 મિલિયન નાગરિકોમાંથી 53 ટકા લોકોને બે ફાઇટ ફાઇઝર / બાયોએન્ટેક રસી આપવામાં આવી છે.
ઇઝરાયેલે ડિસેમ્બરમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું ત્યારથી, ગંભીર કેસો અને મૃત્યુ આંક ઘટ્યાં છે અને અર્થતંત્રને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, ઇઝરાઇલી-અંકુશિત પશ્ચિમ કાંઠે અને ગાઝામાં રસીકરણ અભિયાન ધીમું છે, જેના માટે સરકારની ટીકા થઈ રહી છે.