લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસનો કહેર વાયુ વેગે પ્રસરી રહ્યો છે. જેના લીધે સમગ્ર ભારત દેશના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સાથે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં તો લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરે છે. ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં તો ધરખમ વધારો થઈ રહ્યો છે.
કોરોના વાયરસના લીધે શહેરોની સાથે સાથે ગામડાના લોકો પણ કોરોના થી બાકાત નથી. હવે દેશભરના મોટાભાગના ગામડાઓમાં વાયરસનો કહેર ફેલાઈ ગયો છે. હા, એવા બહુ ઓછાં ગામ હશે જ્યાં વાયરસ ફેલાયો ના હોય. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં વાયરસ ફેલાઈ શકયો નથી.
હા, અમે જે ગામડા વિશે વાત કરી રહ્યા છે તે ગામ ગુજરાત રાજ્યમાં સ્થિત છે. અમરેલી જિલ્લાના શિયાળબેટ ગામમાં હજુ સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી અને લોકો પૂરજોશમાં વેક્સિન લઈ રહ્યા છે. જેથી કોઈ પણ વ્યક્તિ પાછળથી પણ સંક્રમિત ના થાય.
આ ગામ દરિયાઈ ટાપુ પર આવેલ છે. જ્યાં 6000થી વધુ લોકો વસવાટ કરે છે. જોકે કોરોના વાયરસ ફેલાયાના 1 વર્ષ કરતા વધારે સમય થઇ ગયો છે. આમ છતાં આ ગામમાં કોરોના નો એકપણ કેસ નોંધવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે આ ગામના લોકો માછીમારી ઉદ્યોગ સાથે વર્ષોથી જોડાયેલ છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામમાં પ્રવેશ કરવા માટે કોઈ રોડ કે પાકો રસ્તો નથી. અહીં પહોંચવા માટે તમારે હોડકા દ્વારા જવું પડે છે અને નવાઈની વાત તો એ છે કે અહીં રહેતા લોકો જરૂર વિના ઘરેથી બહાર નીકળવાનું પણ પસંદ કરતા નથી અને બહારનો કોઈ વ્યક્તિ ગામમાં પણ આવી શકતો નથી. તેમની આ સાવધાની ને લીધે આ ગામ હજુ સુધી કોરોના મુક્ત બની રહ્યું છે.