ગજબ :- મરેલો સમજીને કરી દીધા અંતિમ સંસ્કાર, પછી 20 દિવસ બાદ વ્યક્તિ જીવિત ઘરે પાછો આવ્યો, જાણો શું છે આખો મામલો..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણા હિન્દુ ધરપરંપર વ્યકિતના મૃત્યુ પછી તેના મૃત શરીરને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેના લીધે આત્માને શાંતિ મળે છે. આ વ્યકિતના જીવનકાળ ના 16 સંસ્કાર પૈકી એક છે. જો આવું ના કરવામાં આવે તો વ્યક્તિને મોક્ષ મળતો નથી અને આત્મા ભટકતી થઇ જાય છે. જોકે આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે વિશ્વાસ કરી શકશો નહીં.

રાજેસ્થાન રાજ્યના પાલી જિલ્લામાં એક અકસ્માત દરમિયાન વ્યકિતનું મૃત્યુ થયું હતું. જેના પછી પરિવારના લોકોએ તેને પોતાનો બાળક સમજીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પંરતુ આશરે 20 દિવસ બાદ તેમનો પુત્ર ઘરે આવ્યો ત્યારે દરેક વ્યક્તિ ચોંકી ગયો હતો. જેના પછી પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી કે જો આ પુત્ર તેમનો છે તો સળગાવી દેવામાં આવ્યો તે વ્યક્તિ કોણ હતો.

 

17 સપ્ટેમ્બર ના દિવસે જોધપુરના મંડોર પોલીસ સ્ટેશનમાં મધરાજજી ટાંકા પાસે એક વ્યકિતનું ટ્રેનમાં હડફેટમાં આવતા મૃત્યુ થયું હતું. જેના પછી ત્યાં પોલીસ આવી પહોંચી હતી. જોકે મૃતકના શરીર ને જોઈને તેની ઓળખ કરી શકાય તેમ નહોતી. જેના પછી તેના ખિસ્સામાં આધારકાર્ડ મળી આવ્યું હતું. જે પ્રકાશ નારાયણ નામના વ્યક્તિનું હતું. જેના પછી તેની ઓળખ કર્યા બાદ તેના પરિવારને આ લાશ અંતિમ સંસ્કાર કરવા માટે આપી હતી.

જોકે શુક્રવારના દિવસે જે વ્યક્તિને મૃત સમજીને સળગાવી દેવામાં આવ્યો હતો, તે થોડાક દિવસ બાદ તેના એક કુટુંબીજનને જોધપુરમાં મળી આવ્યો હતો. જેના પછી આ વ્યક્તિએ તેના ભાઈ અને પિતાને ફોન લગાવીને માહિતી આપી હતી. જેના વિશે સાંભળીને પરિવારના લોકો ચોંકી ગયા હતા.

 

પ્રકાશે આ બાબતે વાત કરતાં કહ્યું કે તેનું આધારકાર્ડ છેલ્લા કેટલાક સમયથી ગુમ થઇ ગયું હતું. પંરતુ મને લાગે છે કે આ આધારકાર્ડ આ વ્યકિતને મળ્યું હશે. ત્યારબાદ પોલીસે તેની ઓળખ પ્રકાશ તરીકે કરી હતી અને તેને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

જોકે પ્રકાશની પત્ની પણ થોડાક દિવસ પહેલા તેને છોડીને ચાલી ગઈ હતી. જેના લીધે તે તેની પાસે મોબાઈલ ફોન પણ રાખતો નહોતો. આજ કારણે તેનો સંપર્ક થઇ શક્યો નહોતો અને તેને પરિવાર દ્વારા મૃત સમજી લેવામાં આવ્યો હતો. જોકે હવે પોલીસ આ બાબતે મૃતક વ્યક્તિ કોણ હતો, તેની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here