ગજબ :- પૂજારીના એક અવાજે નદીની બહાર આવે છે મગર, જાણો એવું તો શું બોલે છે પૂજારી…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સામાન્ય રીતે મગર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે, જેને તેઓ દૂરથી જોવાનું પસંદ કરે છે. કારણ કે મગરની નજીક જવું એ જીવના જોખમનું કારણ બની શકે છે પરંતુ કદાચ આ ખતરનાક જીવો મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા સીતારામ દાસની સાથે કંઇક અનોખી રીતે જોડાયેલ છે. હા, તેઓ પૂજારીનો અવાજ સાંભળીને પાણીની બહાર આવે છે. આટલું જ નહીં, પૂજારી તેમની ઓળખ તેમનો ચહેરો જોઈને કરે છે.

છત્તીસગઢના કોટામી સોનારમાં સ્થિત તળાવ નજીક તમને પૂજારીની હાજરી મળશે. તેમને મગર ખૂબ જ ગમે છે. પુજારી કહે છે કે તેઓ તેના બાળકો છે. તે સાંભળીને આશ્ચર્ય થાય છે કે મગરો મનુષ્યના અવાજ અને હાવભાવને આસાનીથી સાંભળી અને સમજે છે. જો કે, લગભગ 15 વર્ષ પહેલાં પૂજારી મગરના હુમલાનો ભોગ બન્યા હતા, જેમાં તેમણે તેનો એક હાથ ગુમાવ્યો હતો.

 

આ ઘટના પછી પણ તેઓ આ જીવોથી ડરતા નથી કે નફરત કરતાં નથી. હાથ ગુમાવ્યા પછી પણ પુજારીએ મગર માટે કામ કરવાનું નક્કી કર્યું છે. પુજારીએ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, ‘મગર મને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો. તેણે મને પકડ્યો કારણ કે હું તેના માર્ગમાં આવ્યો. તે પછી તેણે મને જવા દીધો. ‘

લગભગ 50 વર્ષ પહેલા પૂજારી ગોરખપુરથી આ ગામમાં આવ્યા હતા. તેમનું કામ ગાયની સંભાળ રાખવાનું હતું, પરંતુ તેના બદલે તેઓ મગરની તરફ આકર્ષાયા હતા. એટલું જ નહીં, તેમને આ સજીવ વિશે ઊંડું જ્ઞાન પણ છે. તેઓ દરેક જીવને તેના ચહેરાથી ઓળખે છે. કેટલાક મીડિયા અહેવાલો જણાવે છે કે પુજારીએ પોતાનું આખું જીવન મગરોની સેવા માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. તેઓ ઇચ્છે છે કે તેમનું મૃત્યુ થયા પછી તેમનું શરીર તળાવમાં ફેંકી દેવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here