લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
જેવી ગરમીઓ ચાલુ થાય છે દરેક લોકો એ વિચારમાં પડી જાય છે કે આ ગરમીઓમાં ક્યાં જઈશું. લગભગ બધાને ગરમીઓ ના પસંદ હોય છે. તો જેવા કે બધા જાણે છે કે ગરમીની શરૂઆત થવાની છે અને આ ગરમીથી બચવા માટે તમે ફરવાનો પ્લાન જરૂર બનાવ્યો હશે. તો ચાલો આજે આપણે એક એવા મંદિર વિશે જાણીએ છીએ ખૂબ જ ગરમીમાં પણ હંમેશા ઠંડુ રહે છે. કહેવાય છે કે આ મંદિર જ્યાં સ્થાપિત છે ત્યાં પુરા શહેરમાં ગરમી હોય છે. પરંતુ આ મંદિરમાં અલગ જ પ્રકારની ઠંડક હોય છે .તો ચાલો જાણીએ આ મંદિરના વિશે.
જ્યાં ગરમીઓમાં ઠંડક પણ મળશે અને સાથે જ તમારી રજા ઓ સારી રીતે વીતશે. અમે વાત કરી રહ્યા છીએ ઓરિસ્સાના ટીટલાગઢ મહાદેવના મંદિર વિશે જે ખૂબ જ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે ભગવાન શંકરે આ મંદિરને પોતાના ચમત્કાર દેખાડવા માટે આ મંદિરને નક્કી કર્યું છે. કહી દઈએ કે મહાદેવના મંદિર આ શહેરનો સૌથી વધારે ચમત્કારિક સ્થાન છે.
જેવી કે બહાર ગરમી વધતી જાય છે તેમ તેમ આ સ્થાન ઠંડુ થતું જાય છે અને તે પણ વિના કોઈ એસી કુલર કે પંખાથી. માનવામાં આવે છે કે આ મંદિર ગરમ હોવાનું સૌથી મોટું કારણ છે કુમહડા પહાડ. અહીંયા સ્થિત પથ્થરની ચટ્ટાનો વાળા આ પહાડની ઊંચાઈ પર તાપમાન 55 ડિગ્રી સુધી પહોંચી જાયછે. પરંતુ તમને જાણીને હેરાની થશે આ પહાડોના એક કિસ્સામાં સ્થિત આ મંદિર દરેક સમયે એસી જેવું ઠંડક આપે છે.
મંદિર પરિસરમાં ભગવાન શંકર અને પાર્વતીની મૂર્તિ છે. મંદિરના પૂજારી કહે છે કે બહાર જેમ તડકો વધતો જાય છે તેમ તેમ મંદિરની અંદર ઠંડક વધતી જાય છે. માન્યતા છે કે અહીં સ્થાપિત પ્રતિમાઓથી ઠંડી હવા આવે છે. મંદિરના દરવાજા બંધ કરવાથી આ ઠંડી હવા આખા મંદિરને ઠંડું કરી દે છે તો આ મંદિરની બહાર આટલી ગરમી હોય છે કે બહાર નીકળનાર કોઈ વ્યક્તિ પાંચ મિનિટ ઉભો રહે તો તે પરસેવે રેબઝેબ થઈ જાય. કહેવાય છે કે વિજ્ઞાન પણ હજી સુધી આ રહસ્યને સુલઝાવવા માટે કામયાબ નથી થયુ.