લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ગુજરાતમાં મોટાભાગના લોકોને સવાર ચા પીધા પછી જ પડતી હોય છે. ચા પીધા પછી આંખ ખુલતી હોય છે, ઘણા લોકોને તો ચા ન મળે તો મુડ જ ચડતું નથી. ચા ના પીવે તો તેની સવાર ખરાબ થઈ જતી હોય છે અને આખો દિવસ મુડ પણ રહેતો નથી.
ઘણાને તો ચા ના મળે તો આખો દિવસ માથું દુખાવાની ફરિયાદ પણ જોવા મળે છે, જયારે ચા બનાવીને તેને જે ગરણીથી ગાળવામાં આવે છે તે થોડા દિવસ રોજ ચા બનાવીને ગાળવાથી ખૂબ જ ખરાબ દેખાવા લાગે છે તેમાં ચા ની ભૂકી ફસાઈ જાય છે. ચા ગળવાની ગરણીને બરાબર સાફ કરવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણી વખત લાખ મહેનત કરવા છતાં પણ આ ગરણી સાફ થતી નથી. આજે અમે સાફ કરવાના કેટલાક ઘરેલુ ઉપાય બતાવવાના છે જેને અજમાવીને તમે ગરણીને એકદમ નવી જેવી જ કરી શકો છો.
જો તમે ચા ની ગરણી પ્લાસ્ટિકની વાપરતા હોય તો તેને સાફ કરવા માટે નાહવાનો સાબુને ચા ની ગરણી પર લગાવીને 15 મિનિટ સુધી એમ જ પડ્યો રહેવા દો અને ત્યારબાદ બ્રશની મદદથી તેને ધીમે ધીમે સાફ કરવાથી ગરણી એકદમ નવી જેવી જ થઈ જશે. જો ગરણી વધારે ખરાબ થઇ ગઈ હોય તો સાંજે સાબુ લગાવી ને આખી રાત રહેવા દો અને સવારે તેને સાફ કરવાથી એકદમ ચમકી ઉઠશે.
જો તમે સ્ટીલની ગરણી વાપરતા હોય તો તેને સાફ કરવા માટે સૌપ્રથમ ગરણીને ધીમા તાપે ગરમ કરવી. આવું કરવાથી ગમે એટલો મેલ હોય તે ધીમે બળી જશે, ત્યારબાદ તેને જુના ટૂથબ્રશની મદદથી સાફ કરવાથી થોડી મિનિટમાં જ એકદમ સાફ થઈ જશે.
સાફ કરવા માટે બેકિંગ પાઉડર અને વિનેગર પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, સૌપ્રથમ બે ચમચી બેકિંગ પાવડર અને થોડું પાણી મિક્સ કરી એક ઘટ્ટ પેસ્ટ બનાવો. ત્યારબાદ ટૂથબ્રશની મદદથી પર બેકિંગ પાવડર ને હળવા હાથે ઘસો ત્યારબાદ એક બાઉલમાં થોડું વિનેગર નાખી ગરણી તેમાં ડુબાડી દો. આમ કરવાથી થોડી વારમાં જ નાના-નાના બોલ્સ થવાનું શરૂ થઇ જશે અને ધીમે ધીમે મેલ નીકળી જશે.