લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ગરોળીનું નામ સાંભળીને તો શું એને જોઇને જ લોકો ડરી જાય છે, ગરોળી હોઈ છે જ એવી કે એને જોતા જ લોકો ગભરાઈ જાય છે જ્યારે તે દિવાલ પર ચાલતી હોય છે, ત્યારે આપણે ફક્ત તે જોતા જ રહીએ છીએ કે તે આપણા પર ક્યાંક પડશે તો નહીં ને, પરંતુ એવું નથી કે ગરોળી દિવાલ પરથી પડતી નથી, પરંતુ કેટલીક વાર તે પણ પડી જાય છે. જો ગરોળી તમને સ્પર્શે છે, તો તે ખરાબ શુકન માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તમારે તરત જ સ્નાન કરવું જોઈએ. જો શકુનાસ્ત્રના વિજ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે તો, પછી શરીર પર ગરોળીનું પડવું તે તમારા માટે પણ સારૂ હોઈ શકે છે.જો કે આ તે વાત પર નિર્ભર રહે છે કે ગરોળી તમારા કયા અંગ પર પડે છે. આ શાસ્ત્રમાં માનવ શરીર પર ગરોળીને પડતા ફાયદાઓ વિશે વાત કરવામાં આવી છે. ચાલો જાણીએ આવા જ કેટલાક શુભ ફળ વિશે.
કયા અંગ પર ગરોળીનું પડવું માનવામાં આવે છે શુભ, જો ગરોળી આકસ્મિક રીતે તમારા પર પડે છે અને જો તે નીચે પડ્યા પછી તમારી ડાબી બાજુ આવે છે તો તે એક સારો સંકેત માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે આનો અર્થ એ છે કે તમને પૈસા મળી શકે છે.જો ગરોળી વ્યક્તિના કપાળ, જાંઘ, ઘૂંટણ, નાભિ, નીચલા હોઠ પર પડે છે, તો તે પણ શુભ નિશાની માનવામાં આવે છે.
આ તમને પૈસા પ્રાપ્ત કરવાની તકો આપે છે.પરંતુ જો ગરોળી તમારી પાંપણ પર પડે છે તો તે તમારા માટે હાનિકારક હોઈ શકે છે.આથી પૈસાની ખોટ થવાની સંભાવના છે.જો આપણે જમવાના સમયે ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી ગરોળીનો અવાજ સાંભળીએ તો તે પણ એક શુભ સંકેત છે.એવું કહેવામાં આવે છે કે ઘરમાં ખોરાકની અછત નહી રહે. અને કુટુંબમાં વિકાસ માટે નવા રસ્તા ખુલે છે.