લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
જન્મ અને મૃત્યુ એ ભગવાન દ્વારા મનુષ્યને આપવામાં આવેલી બે કિંમતી વસ્તુઓ છે. જેના લીધે જે વ્યક્તિનો જન્મ થાય છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. આપણામાંના બધા જ લોકો જાણે છે કે કોઈકના કોઈક દિવસે વ્યકિતનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ હજી પણ દરેક જણ મૃત્યુથી ડરતો હોય છે. આવામાં લોકો વિચારે છે કે જો મૃત્યુ પહેલા કેટલાક સંકેત મળી જાય તો વ્યક્તિ તેના અધૂરા કામ પૂર્ણ કરી શકે છે.
જોકે આ ઘણા અંશ સુધી સાચું પણ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા સંકેત વિશે જણાવીશું. જે દરેક વ્યક્તિને મૃત્યુ પહેલા દેખાવા મળે છે.
1. શિવપુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું શરીર પીળું અથવા સફેદ થઈ જાય છે, ત્યારે આવા માણસનું મૃત્યુ છ મહિનાની અંદર થવાની ખાતરી છે.
2. જ્યારે કોઈ વ્યક્તિનું મોં, જીભ, કાન, આંખો અને નાક અચાનક કામ કરતા બંધ થઈ જાય છે તો આનો અર્થ એ છે કે આવી વ્યક્તિ છ મહિના પછી મૃત્યુ પામે છે.
3. શિવપુરાણ મુજબ, જો કોઈ વ્યક્તિ સૂર્ય, ચંદ્ર અથવા અગ્નિમાંથી નીકળતો પ્રકાશ જોઈ શકતો નથી, તો તે વ્યક્તિ છ મહિનાથી વધુ જીવતો નથી.
4. જો કોઈ વ્યક્તિને રંગ ઓળખવામાં તકલીફ પડે છે અથવા અચાનક જ બધું કાળા દેખાવાનું શરૂ કરે છે, તો આવી વ્યક્તિનું મૃત્યુ ખૂબ નજીક છે.
5. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનો ડાબો હાથ એક અઠવાડિયા સુધી સતત ફફડાટ કરે છે, તો તે વ્યક્તિ એક મહિના પછી મરી જાય છે.
6. શિવપુરાણ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિની જીભ ફૂલી જાય છે, દાંતમાંથી પરુ બહાર આવવા લાગે છે અને તબિયત ખરાબ થાય છે, તો તે વ્યક્તિનું જીવન છ મહિનામાં સમાપ્ત થવાનું છે.
7. શિવપુરાણમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાણી, તેલ અને અરીસામાં પોતાનો પડછાયો જોઈ શકતો નથી અથવા જો પડછાયો વિકૃત દેખાય છે. આવા વ્યક્તિનું જીવન છ મહિના સુધી બાકી રહે છે.
8. શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેની છાયા પોતાનાથી જુદી જોવાની શરૂઆત કરે છે, તો સમજવું કે તે વ્યક્તિનું મૃત્યુ એક મહિનામાં થવાની ખાતરી છે.