ઘર મા નથી આવતો દુઃખો નો અંત,તો આ રીતે કરો બજરંગબલી ના કવચ નો જાપ,થોડા જ દિવસો માં આવી જશે દુઃખો નો અંત,એક વાર જરૂર વાંચો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આમ તો હનુમાનજીને સાક્ષાત ભગવાન માનવમાં આવે છે.હનુમાનજીને સંકટમોચન નામથી પણ ઓળખવામાં આવે છે. અને એવી પર્સન માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી હનુમાન કવચ નો જાપ કરે છે તેના તમામ પ્રકારના દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે અને ઘરમાં કાયમ માટે ખુશીઓનો વાસ રહે છે.હનુમાનજી નો જાપ કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે.અને બીજું કહીએ તો પંચમુખી હનુમાનજી નું ચિત્ર પણ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવે તો ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં અમુક વિશેષ કવચ બનાવવામાં આવેલ છે જે દરેક કષ્ટ અને રોગથી મુક્તિ અપાવવા માટે રામબાણ ઈલાજ છે. તેમાંનું એક સર્વ શ્રેષ્ઠ છે શ્રી રામભક્ત હનુમાન કવચ. આ લેખમાં અમે તમને હનુમાન કવચ ના લાભ અને થોડાં સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે પણ પોતાની જિંદગીની કાયાપલટ કરી શકશો.અને શુખ શાંતિથી જીવી શકો છો.એવી પણ માન્યતા છે કે શ્રી રામ ભક્ત હનુમાનજી આજે પણ આ ધરતી પર કોઈને કોઈ રૂપમાં બિરાજમાન છે અને પોતાના ભક્તોને રક્ષા કરતા આવ્યા છે.અને કરતા રહે છે.

વળી હનુમાનજી નું પંચમુખી હનુમાન કવચ એટલું શક્તિશાળી છે કે તેના જાપથી કોઈ મૃત પ્રાણીને પણ જીવિત કરવામાં આવી શકે છે. ઘણા લોકો હનુમાન કવચ ના જાપ કાર્યસિદ્ધિ માટે પણ કરતા આવ્યા છે. શાસ્ત્રો અનુસાર ત્રેતાયુગમાં રાવણ સાથે યુદ્ધ દરમ્યાન સ્વયં ભગવાન રામે પણ હનુમાન કવચ નો જાપ કરેલ હતો.તો પછી આપણે તો એક મનુષ્ય છીએ.હનુમાન કવચ ખુદ ભગવાન શ્રીરામ દ્વારા રચિત કરાયેલ એક સુરક્ષા કવચ છે.

જેના નિયમિત જાપથી અસત્ય પર જીત મેળવી શકાય છે અને રોગો અને નકારાત્મક શક્તિઓના પ્રભાવથી પણ બચી શકાય છે. હનુમાન કવચ દરેક પ્રકારના ટોટકા અને રોગોથી આપણી રક્ષા કરે છે એટલે તો અમે હનુમાન કવચ નો પાઠ કરવાનું કહીએ છીએ.એટલા માટે તે કાળા જાદુ ને પણ આસાનીથી પરાજીત કરી શકે છે.અને આ ખરાબ નજરથી પણ સુરક્ષા આપે છે.જો તમે કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગો છો.અને પોતાને સફળ જોવા માંગો છો તો પંચમુખી હનુમાન કવચ નો જાપ અવશ્ય કરવો. તેનાથી શ્રીરામ ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે.

હનુમાન કવચ નો નિયમિત રીતે જાપ કરવાથી દરેક પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકાય છે અને તેના લીધે શરીર પણ નિરોગી રહે છે.જીવનમાં પર્સન સફળતા મળે છે.“ॐ नमो हनुमते रुद्रावताराय सर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूताय स्वाहा”હનુમાન કવચના આ મંત્રના જાપથી આપણા દરેક પ્રકારનાં સંકટમા થી મુક્તિ મેળવી શકાય છે અને સાથોસાથ આ મંત્ર શત્રુઓથી પણ આપણી રક્ષા કરે છે.

હનુમાન કવચની સંપૂર્ણ જાપ વિધિ.હનુમાન કવચ નો જાપ કરવા માટે વ્યક્તિએ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ આસન લગાવીને હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર સામે બેસી જવું અને ધૂપ બત્તી કરી હનુમાનજી ના આશીર્વાદ લેવા. હવે તેમને ચોલા, સિંદુર અને જનોઈ અર્પિત કરો.આ મૂળ મંત્રનો જાપ કરો

“ॐ श्री हनुमते नम:”.ધ્યાન રહે કે તમારે આ મંત્ર માટે એક માળાનો જાપ કરવાનો છે. માળામાં 108 મણકા હોવા જોઈએ.આ મંત્ર તમને આગલા ૨૪ કલાક સુધી એક સુરક્ષા કવચની જેમ તમારી રક્ષા કરશે.અને જીવનમાં સફળતા અપાવશે.

Previous articleઆજ થી લઈને 2022 સુધી માં આ રાશિઓ નું ખુલી જશે ભાગ્ય,એમને અમીર થતા કોઈ નહીં રોકી શકે…
Next articleપાણીપુરી તો તમારા બધા ની ફેવરિટ હશે પણ શું તમે એના ફાયદા જાણો છો,તમે વિશ્વાસ નહિ કરો પણ હકીકત માં આટલા બધા છે એના ફાયદા,જાણો એક જ ક્લિક માં..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here