ઘરે જ ટ્રાય કરો દિલ્હીની ફેમસ સમોસા ચાટ, સ્વાદ એવો કે ફરી ફરી બનાવવાનું કહેશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘરે જ ટ્રાય કરો દિલ્હીની ફેમસ સમોસા ચાટ, સ્વાદ એવો કે ફરી ફરી બનાવવાનું કહેશે

આ ચાટનો સ્વાદ તો દાઢમાં બેસી જશે:

દિલ્હી ગયા હોય તેમણે તો સમોસા ચાટ ખાધી જ હશે. પણ તમારા શહેરમાં પણ સમોસા ચાટ તો મળતી જ હશે. બહાર કંઈ ખરીદી કરવા જઈએ તો ચાટ ઝાપટવાનો શોખ સમાન્ય રીતે બધાને હોય છે ત્યારે હવે આ રીતે ઘરે જ બનાવો સમોસા ચાટ.

દિલ્હીની ફેમસ સમોસા ચાટ જેવો સ્વાદ પણ મળશે અને આરોગ્યની દ્રષ્ટીએ પણ હાઇજીન સચવાશે.

સામગ્રી:

  • 2 સમોસા
  • 2 ડુંગળી સમારેલી
  • 1/2 ચમચી સમારેલ લીલા મરચા
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી સંચર
  • 1 ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી ધાણા-જીરું પાવડર
  • 1 ચમચી આંબલી
  • 50 ગ્રામ ગોળ
  • 2 ચમચી દહીં
  • 1 ટમેટું
  • 1/2 કપ સૂકા વટાણા
  • 1 ચમચી હળદર પાવડર
  • તળવા માટે તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત:

રાત્રે પાણીમાં વટાણા પલાળી દો. બીજા દિવસે સવારે પ્રેશર કૂકરમાં વટાણામાં પ્રમાણસર હળદર અને ટમેટું નાખી બાફી લો. ત્યારબાદ તવા પર તેલ ગરમ કરી ડુંગળીને એક મિનિટ સુધી શેકો. હવે સમોસાના ચાર ટુકડા કરી તેની સાથે નાખીને બરોબર મિક્સ કરો લો.

આ મિશ્રણમાં જ હવે લીલા મરચા, લાલ મરચું અને ધાણા પાવડર નાખી થોડીવાર શેકો. જે બાદ હવે ઉપરથી એક બાઉલ છોલે મિક્સ કરી પાણી સૂકાય ત્યાં સુધી તેને શેકો. હવે ચાટને પ્લેટ પર ફેલાવી તેની પર દહીં, કોથમીર, ચાર મસાલો અને સંચર નાખો. તેના પર આંબલીની ખાટીમીઠી ચટણી અને સેવ વડે ગાર્નિશ કરી સર્વ કરો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Copyrights for this article are held by the author and no content should be copied. without the written permission of the author or this site.

Previous articleડેંગ્યુમાં આ ખાસ બરફી ખાવ ખૂબ જ જલ્દી વધશે પ્લેટલેટ્સ
Next articleઆ સીક્રેટ મસાલો નાખો, કોઈપણ શાક બની જશે ટેસ્ટી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here