વંદાને ઘરમાંથી ભગાડવા અપનાવો આ ઉપાય, વંદા ક્યારેય ફરીથી ઘરમાં દેખાશે નહિ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જેમ મોસમ બદલાતું જાય છે, તેમ આ બધા , જીવ જંતુઓનો આતંક ઘરોમાં વધી જાય છે, ઘરની મહિલાઓ વંદા, ઉંદરો અને જીવજંતુઓના આતંકથી પરેશાન થઈ જાય છે ખાસ વાત એ છે કે ઘરમાં પોતાનો આતંક ફેલાવનારા ઉંદરો, મચ્છર, ગરોળી, કોકરોચ જેવા જંતુઓ કોઈની પાસે સરળતાથી આવતાં નથી.આ બધા કીડા મંકોડા ઘરમાં ગંદકી ફેલાવાની સાથે ઘરના સદસ્યોને બીમાર કરી દે છે.અમે તમને ઉંદર ,મચ્છર ,ગરોળી, કોકરોચને ભગાડવાના ઘરેલું ઉપાયો વિશે જણાવીશું.ચાલો જાણીએ કે કોકરોચ અને જંતુઓ માટેના ઘરેલું ઉપાય કોણ હોઈ શકે. તમે તેનો ઉપયોગ કરી શકો છો અને તેમને તમારા ઘરથી દુર ભગાડી શકો છો.

મોટાભાગના ઘરોમાં વંદો જોવા મળે છે. ઘરોમાં કોકરોચ ખાવાની ચીજો ઉપર જોવા મળે છે. જો તમે પણ કોકરોચના આતંકથી રાહત મેળવવા માંગતા હો, તો તમારે લસણ, ડુંગળી અને કાળા મરીનો બરાબર પ્રમાણ કરીને પેસ્ટ તૈયાર કરવો પડશે.જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય, ત્યારે તેમાં પાણી ઉમેરીને તૈયાર કરો, પછી તેને બોટલમાં ભરીને જ્યાં વધુ વંદો હોય ત્યાં તેનો છંટકાવ કરો. જો તમે આ ઉપાય થોડા દિવસો માટે નિયમિત રીતે આજમાવો છો તો વંદોથી તમને રાહત મળશે.

ઘરમાંથી વંદો દૂર કરવા માટે તમે કડવા લીમડાનો ઉપયોગ પણ કરી શકો છો. કડવા લીમડાથી દરેક પ્રકારના જીવડાઓ ભાગી જાય છે. લીમડાના પાન અથવા તો લીમડાના પાવડર જ્યાં વંદા આવતા હોય ત્યાં રાખવાથી અથવા તો છંટકાવ કરવાથી વંદા કાયમ માટે દૂર થઈ જાય છે.

કેરોસીનની મદદથી પણ તમે વંદાથી છુટકારો મેળવી શકો છો. કેરોસીનની વાસ ખૂબ જ તીવ્ર હોવાથી વંદો તેની ગંધથી દૂર ભાગી જાય છે. આ ઉપરાંત કોક્રોચથી બચવા માટે મસાલામાં વપરાતો તજ પત્તા પણ ખૂબ જ ફાયદાકારક છે. જ્યાં પણ ઘરમાં વંદા રહેતા હોય ત્યાં તજના પાનના નાના નાના ટુકડા કરીને મૂકી દેવા અને થોડા દિવસ ત્યાં પડ્યા રહેવા દેવા આમ કરવાથી વંદા ભાગી જાય છે.

લવિંગની વાસ પણ ખૂબ જ તે જ હોય છે. લવિંગની વાસ વંદાને બિલકુલ પસંદ આવતી નથી. અને જ્યાં તમે લવિંગ રાખો છો ત્યાં વંદા દેખાતા પણ નથી, એટલે જે જગ્યાએ વંદાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય ત્યાં લવિંગ રાખવાથી પણ વંદા ભાગી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here