લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આદુ વિટામિન એ, સી, ઇ અને બી-કૉમ્પ્લેક્સ વિટામિન્સ, મેગ્નેશિયમ, ફૉસ્ફોરસ, પૉટેશિયમ, સિલોકૉન, સોડિયમ, લોખંડ, ઝિન્ક, કેલ્શિયમ અને બીટા-કેરોટીન વગેરેનો સારો સ્ત્રોત છે. આદુ કેટલાય સારા ગુણોની ખાણ છે અને તેને અલગ-અલગ રીતે ઉપયોગમાં લઇ શકાય છે, પરંતુ તેનાથી વિપરીત કેટલીક જગ્યાએ આદું નુકશાનકારી પણ હોય છે. જાણો, આદું ક્યારે નુકશાનકારી સાબિત થઇ શકે છે.
આદુંનો ઉપયોગ વજન ઘટાડવા માટે થાય છે. આદુના સેવનથી તમારી ભૂખ ઓછી થઇ જાય છે અને શરીર પાતળુ બની શકે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે આદુંનું સેવન ફાયદાકારક છે પરંતુ પહેલાથી જેમનું વજન ઓછું છે તેમના માટે આદું હાનિકારક છે.
જો તમને કોઇ પણ પ્રકારનો બ્લડ ડિસઓર્ડર હોય તો આદુંનું સેવન ઓછું કરવું જોઇએ. ખાસ કરીને હીમોફીલિયાથી પીડીત લોકોએ. કારણ કે આદું લોહીને પાતળું કરવાનું કામ કરે છે, જેના કારણે શરીરના કોઇ ભાગમાં સામાન્ય ઇજા થવા પર પણ વધારે લોહી નિકળે છે. આદું તે લોકો માટે ફાયદાકારક છે જેમને લોહી ગંઠાઇ જવાની સમસ્યા છે.
પ્રેગ્નેન્સીના શરૂઆતી મહીનાઓમાં આવતી મૉર્નિંગ સિકનેસ અને નબળાઇને દૂર કરવા માટે આદુંનું સેવન કરવું યોગ્ય છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં આદુથી દૂર રહેવું જોઇએ, કારણ કે તેનાથી પ્રીમેચ્યોર ડિલીવરી અને લેબર થવાનું જોખમ થઇ શકે છે.
ડાયબિટીસ અને હાઇ બ્લડ પ્રેશરની નિયમિત દવા લેતા લોકોએ આદુનું સેવન કરવાનું ટાળવું જોઇએ. કારણ કે દવાઓમાં રહેલા ડ્રગ્સ જેવા કે બેટા-બ્લૉકર્સ, એન્ટીકોગુલેન્ટ્સ અને ઇન્સ્યુલિન આદુની સાથે મિક્સ થઇને જોખમી મિશ્રણ બનાવે છે.