કમરનો દુખાવો, પથરીના દુખાવાનો હજારોનો ખર્ચો બચી જશે, દવા લેવાને બદલે આ ઉપાય કરો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણી આજુબાજુ ઘણા બધા એવા વૃક્ષો અને છોડ આવેલા હોય છે, જેનો ઉપયોગ શું થાય તે આપણને ખબર હોતી નથી. ઘણી બધી વનસ્પતિ આપણી આજુબાજુ હોવા છતાં માહિતી ના હોવાને કારણે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. આજે આપણે એક એવા જ છોડની વાત કરવાના છે, ગામડામાં વાડીના શેઢે જોવા મળે છે, ગોખરું એક એવી વનસ્પતિ છે, જેના દરેક અંગોને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગોખરું બે પ્રકારના હોય છે નાના અને મોટા. મોટા ગોખરુંનો ઔષધી તરીકે ઉપયોગમાં આવે છે.

જે વ્યક્તિને કિડનીમાં પથરીની તકલીફ હોય તે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, તે માટે સૌ પ્રથમ પાંચ ગ્રામ ગોખરુનું ચૂર્ણ અને એક ગ્રામ મધ ઉમેરીને દિવસમાં ત્રણ વખત બકરીના દૂધ સાથે લેવાથી પથરીનો ભૂકો થઇને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

શરીરના કોઈપણ જગ્યાએ સાંધાનો દુખાવો, કમરનો દુખાવો કે કિડનીની સમસ્યા હોય તો ખૂબ જ લાભ થાય છે, કમરના દુખાવા માટે એક ચમચી ગોખરું પાવડર એક ગ્લાસ પાણીમાં ઉમેરી તેને ગરમ કરી પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળી ત્યારબાદ તેનું સેવન સવાર-સાંજ કરવાથી કમરનો દુખાવો અને સાંધાના દરેક પ્રકારના દુખાવા કાયમ માટે ગાયબ થઈ જાય છે.

મૂત્ર સંબંધી રોગોમાં ખુબ જ ફાયદાકારક છે, ઘણી વખત પેશાબ કરતી વખતે બળતરા થતી હોય કે રોકાઈ રોકાઈને આવતી હોય તો ગોખરું ફાયદાકારક છે, તે માટે સૌપ્રથમ ૧૦ ગ્રામ જેટલું ગોખરું અને 150 ગ્રામ દૂધમાં ઉકાળી અડધું વધે ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તે ચૂર્ણ લેવાથી મૂત્રરોગમાં ફાયદો થાય છે.

જે લોકો ડાયાબિટિસની પીડાતા હોય તે લોકો માટે રામબાણ સાબિત થાય છે, ગોખરુ સ્ત્રી રોગોમાં ખુબ જ ફાયદાકારક છે, પીસીઓડી ની સમસ્યા હોય તો તેના માટે ખૂબ જ લાભદાયક છે, આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ ઉપયોગી છે પીરિયડ્સ દરમિયાન જો પેટમાં કે કમરમાં દુખાવો થતો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે ફાયદાકારક છે કારણ કે ગોખરુ ઠંડુ હોય છે, જે વ્યક્તિને તજા ગરમી હોય કે ઉનાળામાં લુ લાગતી હોય તે વ્યક્તિ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here