લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ટ્રાય કરો નવી જ વાનગી, લીલા વટાણા અને ભજિયાનું મસાલેદાર શાક
એકવાર ખાશો તો સ્વાદ દાઢમાં રહી જશે
શિયાળમાં મળતા લીલા વટાણા લગભગ મોટાભાગના લોકોનું ભાવતું શાક હોય છે. વટાણાને બટેટા, પનીર અને ફ્લાવર જેવા શાક સાથે મિક્સ કરીને આપણે તેની જુદી જુદી વાનગી બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે સાવ નવી આઇટમ ટ્રાય કરો જે તમે ભાગ્યે જ બનાવી હશે. વટાણા અને ભજિયાનું શાક. એકવાર બનાવશો તો પરિવારના બધા જ ફરી ફરી બનાવવાનું કહેશે.
જોઈતી સામગ્રી
- 500 ગ્રામ લીલા વટાણા
- 400 ગ્રામ બટાકા
- 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
- 5 લીલાં મરચાં,કટકો આદું
- 250 ગ્રામ ટામેટાં
- 100 ગ્રામ ચણાનો લોટ
- 1 ટેબલસ્પૂન તલ,
- 1 ટેબલસ્પૂન ખાંડ
- 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
- 1 ઝૂડી લીલા ધાણા
- મીઠું, હળદર, તેલ, તજ
- લવિંગ, ગોળ, ચપટી સોડા
બનાવવાની રીત
એક તપેલીમાં તેલ મૂકી, તજ, લવિંગનો વઘાર કરી વટાણા વઘારવા. તેમાં પાણી, મીઠું અને ચપટી સોડા નાંખવો. બટાકાને બાફી, છોલી કટકા કરવા. 2 બટાકાનો ભૂકો કરવો. વટાણા બફાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ગોળ, વાટેલાં આદું-મરચાં, બટાકાના કટકા, બટાકાનો ભૂકો અને ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી, રસ નાંખવો. ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું, તલ અને તેલનું મોણ નાંખી, ખીરું બનાવી, તેના નાનાં ભજિયાં તેલમાં તળીને નાંખવા. ભજિયાં પોચાં થાય એટલે ઉતારી, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખવા. બસ તૈયાર છે તમારું મસાલેદાર વટાણા ભજિયાનું શાક. આ શાકમાં મેથીની ભાજી પણ નાંખી શકાય.
તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ રેસીપી કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…