ગુજરાતમાં હવે કોવિડ 19 ના દર્દીઓને પ્લાઝમા થેરાપીથી કરવામાં આવશે સારવાર,જાણો વિગતવાર,જાણો એની પ્રોસેસ શુ છે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે. કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે. તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ માં કોરોના વાયરસની સારવાર માટે પ્લાઝમા થેરાપીના ઉપયોગની અરજી કરી છે.આ થેરાપીમાં કોવિડ-19ના પેશન્ટના શરીરમાં વાઈરલ ઈન્ફેક્શનની સામે લડવા શરીરમાં બનતા બ્લડ પ્લાઝમાં ઈન્જેક્શનથી આપવામાં આવે છે.કોરોના વાયરસ સામે લડીને રિકવર થયેલા દર્દીના લોહીમાં ઈન્ફેક્શન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે.પ્લાઝમાં થેરાપીમાં લોહીમાંથી આ પ્લાઝમાંને ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે.જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીવ બચાવી શકાય.રાજ્યના મુખ્ય હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું, અમે રવિવારે સંભવિત પ્લાઝમા થેરાપી શરુ કરવાની પરમીશન માટે ICMRને પત્ર લખ્યો હતો. અમે તેમની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ICMRએ 12મી એપ્રિલથી દેશભરની હેલ્થ ઈન્સ્ટીટ્યૂટને સંભવિત પ્લાઝમા થેરાપીના ક્લિનિકલ ટ્રાયલ માટે પ્રપોઝલ મોકલવા જણાવ્યું હતું.ICMRએ આ ટેકનિક સાથે સારવાર કરવા માગતી હોસ્પિટલ અને ઈન્સ્ટીટ્યૂટને પ્રોટોકોલ સાથે ટ્રાયલમાં આવું કરવા સૂચનો આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની હાલ સુધી કોઈ રસી શોધવામાં આવી નથી. એવામાં પશ્ચિમના કેટલાક દેશોમાં પ્લાઝમા થેરાપીથી દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી રહી છે અને તેમાં મહદ અંશે સફળતા પણ મળી રહી છે. એવામાં આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ ટેકનિકથી ગંભીર દર્દીઓને સ્વસ્થ કરી શકાશેમિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleઆ છે એક એવી વિચિત્ર હોટલ કે જ્યાં રાત રોકાવા પર થઈ જાય છે મુત્યુ,જાણો એવું તો શું હશે કારણ…..
Next articleઆ 58 દેશો માં તમે વગર વિઝાએ પણ ફરી શકો છો,જાણો કયા છે આ દેશો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here