ગુજરાત ને લઈને હવામાન વિભાગ ની સૌથી મોટો આગાહી,આગામી 3 દિવસ ભારે થી અતિ ભારે વરસાદ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતમાં સમય કરતા વહેલુ ચોમાસું તો બેસુ ગયુ પણ છેલ્લા કેટલાક દિવસોથી નિયમિત વરસાદ ન આવવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે આજે હવામાન વિભાગે વરસાદ ને લઈને સૌથી મોટી આગાહી કરી છે.હવે ગુજરાત માં વરસાદ નું આગમન થઈ ગયું છે આગામી દિવસો માં ઘણા શહેરો માં ખૂબ વરસાદ પડ્યો હતો.ભારતમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે.ચાલુ વર્ષ જૂન માસમાં વરસાદ સરપ્લસ રહ્યો છે. દેશમાં સામાન્ય રીતે 166.9 મીલીમીટર વરસાદ પડે છે જેની સરખામણીએ જૂનમાં કુલ વરસાદ 196.2 મીલીમીટર પડ્યો છે.

આ વરસાદ જૂન 2013 કરતા 18 ટકા વધારે છે.વર્ષ 2013 દરમિયાન 219.8 મીલીમીટર વરસાદ પડ્યો હતો જ્યારે 34 ટકા સરપ્લસ નોંધાયો હતો.હવામાન વિભાગ દ્વારા આગામી 4થી 6 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

આગામી 4, 5 અને 6 જુલાઇના દિવસ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. ત્યાં જ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અને વીજળીના કડાકા શરૂ થયા છે.ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. હાલમાં સર્જાયેલા દબાણના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. જો કે વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ તૂટી ગઇ હતી. જો કે હવે ફરી રાજ્યમાં 4 જુલાઇથી 6 જુલાઇ સુધીમાં ચોમાસું ફરી સક્રિય જોવા મળે તેવી શક્યતાઓ છે.

જેને લઇને રાજ્યમાં ભારે વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે. 4 થી 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. 4, 5 અને 6 જુલાઈએ ભારે વરસાદની આગાહી થઇ છે. આજ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ તુટી ગઇ હતી.જો કે બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં 4 જુલાઇના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં શહેરમાં વરસાદ પડે તો લોકોને ગરમીથી રાહત મળી શકે છે.સૌથી વધુ વરસાદ બિહારમાં પડ્યો.દેશના મધ્ય ભાગમાં 31 ટકા જેટલો સરપ્લસ વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ ફાળો મધ્યપ્રદેશ અને છત્તીસગઢે આપેલ છે. બીજી તરફ સમગ્ર ભારતમાં સૌથી વધુ વરસાદ બિહારમાં પડ્યો છે, જ્યારે 55 ટકા અછત સાથે મિઝોરમ સૌથી સૂકું રાજ્ય રહયું છે.

જૂનમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ.ગતવર્ષે ચોમાસાની સીઝન અને મહિનાઓ માટે આંકડાઓ સુધારવામાં આવ્યા હતા. અગાઉ જૂન માટે સરેરાશ વરસાદ 163.5 મીમી રહ્યો હતો અને સુધારેલા આંકડામાં 166.9 મીમી દર્શાવવામાં આવ્યું છે. આમ જૂન 2020માં 1981 પછીનો પાંચમા નંબરનો સૌથી ભારે વરસાદ પડ્યો છે. આ સમયગાળા દરમિયાન જૂન 2013 અને જૂન 2008માં ભારે વરસાદ થયેલ છે.

માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના 47 તાલુકામાં ચોમાસું વરસાદની સ્થિતિ જોઇએ તો 39 તાલુકામાં સરેરાશ વરસાદ વધ્યો છે. જ્યારે માત્ર 8 તાલુકામાં સરેરાશ વરસાદ ઘટ્યો છે. એમાંય 4 તાલુકા એવા છે કે જ્યાં સવા છ ઇંચથી માંડી 16 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ વધ્યો છે. જેમાં સૌથી વધુ સુઇગામ તાલુકામાં 16 ઇંચ, પોશીના તાલુકામાં સવા દસ ઇંચ, શંખેશ્વર તાલુકામાં સવા આઠ ઇંચ અને લાખણી તાલુકામાં સવા 6 ઇંચ વરસાદ વધ્યો છે.

આ સિવાય 8 તાલુકા એવા છે જ્યાં 5 મીમીથી 7 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ઘટ્યો છે.જેમાં સરસ્વતી તાલુકામાં 7 ઇંચ, જોટાણા તાલુકામાં 6 ઇંચ, ભાભર સવા ઇંચ, બહુચરાજી અને તલોદ તાલુકામાં અડધો ઇંચ, ધનસુરા તાલુકામાં 9 મીમી, માલપુર 7 મીમી અને ખેરાલુમાં 5 મીમી સરેરાશ વરસાદ ઘટ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here