લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે આપણે એક એવા મહાન કવિની વાત કરવાના છીએ જે જ્યારે તમે પદ્મશ્રી એવોર્ડ મળવાનો હતો ત્યારે તેને પોસ્ટ મોકલીને કહ્યું કે સાહેબ મારી પાસે દિલ્લી આવવાના પૈસા નથી કૃપા કરીને તમે પોસ્ટ દ્વારા ઇનામ મોકલો. આ વાત છે હલધર નાગની.
ઓડિશાના ૭૧ વર્ષીય હલધર નાગ કોહલી ભાષાના ખૂબ જ પ્રખ્યાત કવિ છે. તેનો જન્મ 1950 મા ઓડીશા ના માલગઢમાં એક ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. જ્યારે તેની ઉંમર 10 વર્ષની હતી ત્યારે તેના માતા પિતા મૃત્યુ પામ્યા અને તેના માતા-પિતાના મૃત્યુ બાદ પોતાનો અભ્યાસ છોડી દીધો અને ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.
ત્યાર બાદના તેમણે એક ઢાબા માં ગંદા વાસણ સાફ કરવાનું કામ કર્યું. ત્યાર બાદ ૧૬ વર્ષ સુધી તેણે એક શાળામાં રસોઈયા તરીકે કામ કર્યું અને ત્યાર બાદ તેણે બેન્કમાંથી 1000 રૂપિયાની લોન લઈને શાળાની સામે પેન, પેન્સિલ અને પુસ્તક વેચવાની એક નાની એવી દુકાન ખોલી. આ દરમિયાન તે કંઈક ને કંઈક લખતા હતા કારણ કે તેને લખવાનો ખૂબ જ શોખ હતો.
1990માં તેણે પોતાની પહેલી કવિતા લખી હતી. તેણે પોતાની કવિતાને મેગેઝિનમાં પ્રકાશન કરવા માટે મોકલી અને તેની બધી જ કવિતાઓ પ્રકાશિત થઈ. હલધર નાગએ કહ્યું કે આ મારા માટે ખૂબ જ સન્માનની વાત હતી. અને તેણે વધારે કવિતા લખવા માટે પ્રોત્સાહિત થયા. ત્યારબાદ તેઓએ આસપાસના ગામમાં જઈને પોતાની કવિતા સંભળાવવાનું શરૂ કર્યું હતું.
એવું કહેવામાં આવે છે કે હલધર નાગે અત્યાર સુધી 20 મહાકાવ્યો લખ્યા છે. અને તેણે અત્યાર સુધી જેટલી કવિતા લખી છે. તેમાંથી તેને દરેક કવિતા યાદ છે. જ્યારે તે કવિતાનું નામ અને વિષય આપણે પૂછે તો તે આખી શબ્દ યાદ કરીને આપણને બતાવે છે.
જ્યારે 2016માં તેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. ત્યારે તેનો સાવ સાદું જીવન જોઇને દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. તેઓ પ્રણવ મુખરજી પાસે પદ્મશ્રી એવોર્ડ લેવા માટે ખુલ્લા પગે એક સફેદ ધોતી, ગમઠો, અને વેસ્ટ પહેરીને આવ્યા હતા. સાવ સાધુ જીવન હલધર નાગ જીવે આવે છે. અને ધન સંપત્તિથી પોતાને દૂર રાખે છે.